AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara : વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ડિફેન્સને લગતો કોર્સ શરુ થશે, ધોરણ 12ના પરિણામ બાદ પ્રવેશ શરુ

Vadodara : એમ.એસ.યુનિવર્સિટી (MS university)માં પરંપરાગત અભ્યાસક્રમોથી અલગ પડતો ડિગ્રી કોર્સ શરુ કરવામાં આવશે. આ ડિગ્રી કોર્સને બીએ ઓનર્સ ઈન ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યુરિટી સ્ટડીઝ  (defence and national security studies) નામ આપવામાં આવ્યું છે.

Vadodara : વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ડિફેન્સને લગતો કોર્સ શરુ થશે, ધોરણ 12ના પરિણામ બાદ પ્રવેશ શરુ
MS યુનિવર્સિટી
Nirupa Duva
| Edited By: | Updated on: Jun 13, 2021 | 6:31 PM
Share

Vadodara : એમ.એસ.યુનિવર્સિટી (MS university)માં પરંપરાગત અભ્યાસક્રમોથી અલગ પડતો ડિગ્રી કોર્સ શરુ કરવામાં આવશે. આ ડિગ્રી કોર્સને બીએ ઓનર્સ ઈન ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યુરિટી સ્ટડીઝ  (defence and national security studies)નામ આપવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ ડિફેન્સમાં કેરિયર બનાવવા માંગતા હોય તેમના માટે આ કોર્સ ઉપયોગી પુરવાર થશે.

ગુજરાતના યુવાનોને સંરક્ષણ ક્ષેત્રમાં કેરિયર બનાવવા માટે આ કોર્સ ઉપયોગી પુરવાર થશે. દેશની સુરક્ષા અને સંરક્ષણ નીતિ પરનો આ ગુજરાતનો પ્રથમ અભ્યાસક્રમ શરુ થવા જઈ રહ્યો છે. ધોરણ 12ના પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને તેમા પ્રવેશ આપવામાં આવશે.

સિન્ડિકેટમાં આ કોર્સને ઔપચારિક રીતે મંજુરી આપવામાં આવી છે. આ 3 વર્ષના ડિગ્રી કોર્સમાં 6 સેમેસ્ટરમાં કુલ 36 વિષયો ભણાવવામાં આવશે. આ પૈકીના 32 પેપર રાષ્ટ્રીય સુરક્ષા (National security) અને સંરક્ષણને લગતા રહેશે. તમામ વિષયો વિદ્યાર્થીઓ માટે ફરજિયાત રહેશે. આ કોર્સનું કન્ટેન તૈયાર કરવા માટે દેશના સંરક્ષણ નિંષ્ણાંતો (Defense experts) પાસે તેમજ આર્ટસ ફેકલ્ટીના અલગ-અલગ અધ્યાપકોની મદદ લેવામાં આવી હતી.

વિદ્યાર્થીઓ ગ્રેજ્યુઅટ (Graduate) થઈને દેશની કોઈ પણ સંરક્ષણ પાંખોમાં જોડાવા માટે પરિક્ષા આપતા હોય છે. તેમના માટે આ કોર્સ પૂર્વ તૈયારી સમાન સાબિત થશે. કોર્સના વિદ્યાર્થીઓને કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસની પરીક્ષાની તાલીમ પણ આપવામાં આવશે. ભારતીય સેનાના નિવૃત અધિકારીઓ પણ વિદ્યાર્થીઓને ભણાવશે. છેલ્લા વર્ષમાં વિદ્યાર્થીઓને આર્મી ટ્રેનિંગ પણ આપવામાં આવશે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">