અમદાવાદ ભાવનગર બાદ વડોદરામાં CBNનો સપાટો, પ્રતિબંધિત દવાઓના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યુ આખેઆખુ ગોડાઉન

અમદાવાદ અને ભાવનગર બાદ હવે વડોદરામાં પણ સેન્ટ્રલ બ્યૂરો ઓફ નાર્કોટિક્સ વિભાગે સપાટો બોલાવ્યો છે. CBNએ વડોદરામાં દરોડા કરી મોટી માત્રામાં પ્રતિબંધિત દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે. જેમા તપાસ દરમિયાન પ્રતિબંધિત દવાઓનું આખુ ગોડાઉન મળી આવ્યુ છે. ટ્રામાડોલની 15,300 ટેબ્લેટ અને કોડેઈન ફોસ્ફેટ સીરપની 850 બોટલોનો જથ્થો મળી આવ્યો છે.

અમદાવાદ ભાવનગર બાદ વડોદરામાં CBNનો સપાટો, પ્રતિબંધિત દવાઓના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યુ આખેઆખુ ગોડાઉન
Follow Us:
Anjali oza
| Edited By: | Updated on: Sep 21, 2024 | 5:37 PM

MP માંથી પકડાયેલી નશીલી દવાઓનો રેલો અમદાવાદ – ગાંધીનગર અને ભાવનગર થઇ વડોદરા સુધી પહોંચ્યો છે. Central Bureau of Narcotics) એ ડ્રગ વિભાગના સ્થાનિક અધિકારીને સાથે રાખી રાવપુરા વિસ્તારમાં આવેલા ઘી કાંટા રોડ પરના KHLOROPHYLLS Biotech pt. Ltd કંપનીના ગોડાઉનમાં દરોડો પાડી H1 શિડ્યુલની ટ્રમાડોલની 15300 ટેબ્લેટ અને કોડેઇન ફોસ્ફેટ સીરપની 850 બોટલનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.

ફાર્મા કંપનીમાં આખી રાત સર્ચ ઓપરેશન ચાલ્યું.

CBN ના ઇન્સ્પેક્ટર પ્રવિણ ધુલે જણાવ્યું હતું કે, શુક્રવારે બપોર બાદ CBN ની ટીમ દ્વારા સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેક્ટર સંજય પટેલને સાથે રાખી વડોદરા રાવપુરા ખાતે આવેલી KHLOROPHYLLS Biotech pt. Ltd કંપનીના ગોડાઉનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન પ્રતિબંધિત દવાઓનું ગોડાઉન ઝડપાયું, ટ્રામાડોલની 15300 ટેબ્લેટ અને કોડેઈન ફોસ્ફેટ સીરપની 850 બોટલોનો જથ્થો મળી આવ્યો છે. જે જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવશે.

વડોદરાના પણ એક વ્યક્તિની અટક કરી તપાસ શરૂ કરી

ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાંથી પ્રતિબંધિત જથ્થો મળી આવ્યો હતો. તેની તપાસમાં અમદાવાદ -ગાધીનગર અને ભાવનગરમાં પ્રતિબંધિત દવાઓ અંગેની વિગતો બહાર આવી હતી. જે તપાસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેઓની સઘન પૂછપરછ દરમિયાન વડોદરામાં રાવપુરા રોડ ઉપર KHLOROPHYLLS Biotech pvt. Ltd. કંપનીનું ગોડાઉન હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે તપાસ કરવામાં આવતા પ્રતિબંધિત દવાઓનો જથ્થો મળી આવ્યો છે. આ કાર્યવાહીમાં એક વ્યક્તિની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. તપાસ દરમિયાન અન્ય વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી
ભારતના આ 7 સ્ટેશન પરથી વિદેશ જાય છે ટ્રેન, જાણો નામ

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ
સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના
બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના
ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો
ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો
g clip-path="url(#clip0_868_265)">