Vadodara : દયાની દેવીના હુલામણા નામે જાણીતા ભાનુમતી ઘીવાલાની રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ માટે પસંદગી

વડોદરા( Vadodara)ની સયાજી હોસ્પિટલ(Sayaji Hospital)  અને ખાસ કરીને સ્ત્રીરોગ અને પ્રસૂતિ વિભાગમાં દર્દીઓ અને સ્ટાફમાં તેઓ ભાનુ સિસ્ટરના હુલામણા નામે જાણીતાં છે. તેમનેભારતીય ઉપચર્યા પરિષદ એટલે કે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલે નર્સિંગના ક્ષેત્રમાં પદમશ્રી ગણાય તેવા ૨૦૨૦ના ફ્લોરેન્સ નાઇટિંગેલ (Florence Nightingale)રાષ્ટ્રીય એવોર્ડ માટે તેમની પસંદગી કરી છે. તેમનું આખું નામ ભાનુમતી સોમાભાઈ ઘીવાલા( Bhanumati Ghiwala)છે.જેનાથી સયાજી […]

Vadodara : દયાની દેવીના હુલામણા નામે જાણીતા ભાનુમતી ઘીવાલાની રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ માટે પસંદગી
Vadodara Sayaji Hospital Nurse Bhanumati Ghiwala selected for National Florence Nightingale Award (File Photo)
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Sep 09, 2021 | 6:49 PM

વડોદરા( Vadodara)ની સયાજી હોસ્પિટલ(Sayaji Hospital)  અને ખાસ કરીને સ્ત્રીરોગ અને પ્રસૂતિ વિભાગમાં દર્દીઓ અને સ્ટાફમાં તેઓ ભાનુ સિસ્ટરના હુલામણા નામે જાણીતાં છે. તેમનેભારતીય ઉપચર્યા પરિષદ એટલે કે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલે નર્સિંગના ક્ષેત્રમાં પદમશ્રી ગણાય તેવા ૨૦૨૦ના ફ્લોરેન્સ નાઇટિંગેલ (Florence Nightingale)રાષ્ટ્રીય એવોર્ડ માટે તેમની પસંદગી કરી છે.

તેમનું આખું નામ ભાનુમતી સોમાભાઈ ઘીવાલા( Bhanumati Ghiwala)છે.જેનાથી સયાજી હોસ્પિટલ અને આખા ગુજરાતના નર્સિંગ પરિવારનું ગૌરવ વધ્યું છે.

આ એવોર્ડ કરુણા અને માનવતા સમર્પિત દર્દી સેવા માટે આપવામાં આવે છે

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

નર્સિંગ પ્રોફેશનના આદ્ય સ્થપાક ગણાય તેવા અને જેમને આખી દુનિયા દયાની દેવી કે લેડી વિથ ધી લેમ્પ ના નામે ઓળખે છે તેવા ફ્લોરેન્સ નાઈટિંગેલનું નામ જેની સાથે જોડાયેલું છે તેવો આ એવોર્ડ કરુણા અને માનવતા, સહૃદયતા અને સંવેદનાથી મઘમઘતી સમર્પિત દર્દી સેવા માટે આપવામાં આવે છે.તેની પસંદગી રાષ્ટ્રીય સ્તરે થાય છે.

ભાનુબેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નર્સિંગની તાલીમ પૂરી કરીને રાજ્યની આરોગ્ય સેવામાં રાપર થી કારકિર્દી શરૂ કરી હતી.તે પછી પાલનપુર અને ૨૦૦૦ ની સાલ થી વડોદરામાં સેવા આપી રહ્યાં છે.ચંદીગઢમાં ગાયનેક નર્સિંગની વિશેષ તાલીમ મેળવી: તેમણે સરકારી આરોગ્ય સેવામાં રહીને ચંદીગઢમાં ગાયનેક નર્સિંગની વિશેષ તાલીમ મેળવી છે અને તે પછી એન.પી.એમ.ની લાયકાત પ્રાપ્ત કરી છે.

નવજાત શિશુની સ્નેહ સાથે સારસંભાળ લેવાની ધગશ

તેમની પ્રસુતિને લગતી નર્સિંગ સેવાઓમાં નિપુણતા સલામત પ્રસૂતિ અને માતા અને નવજાત શિશુની સ્નેહ સાથે સારસંભાળ લેવાની ધગશને પગલે તેમને મોટેભાગે લેબર રૂમની ફરજો સોંપવામાં આવે છે.તેઓ કહે છે કે આ એક એવી ફરજ છે જે તબીબો, નર્સિંગ અને સહાયક સ્ટાફના સંપૂર્ણ સંકલન અને સહયોગથી સફળ થાય છે.સયાજીમાં અમે એક ટીમ તરીકે કાર્ય કરીને અઘરામાં અઘરી પ્રસૂતિ અને બાળ સંભાળના પડકારોનો સફળ સામનો કરી શકીએ છે.

અલ્ટરનેટીવ બર્થીંગ પોઝિશનની તાલીમ મેળવી

ભાનુબેન જણાવે છે કે અમે મનમાં દૃઢ થઈ ગયેલી પરંપરાગત રીતે પ્રસૂતિ કરાવતા. આગે સે ચલી આતીની પ્રથાને અનુસરતા.જો કે ૨૦૧૯ માં અલ્ટરનેટિવ બર્થિંગ પોઝિશનની તાલીમ લીધા પછી સગર્ભા/ પ્રસૂતાને ચલાવવી,બેસાડવી, લિકવિડ ખોરાક આપવો,કસરત કરાવવી જેવી બાબતોને અમારી કામગીરીમાં વણી લીધી છે.

પ્રસૂતિ વોર્ડના ચારે તરફ ભરાયેલા પાણી વચ્ચે સતત ત્રણ દિવસ ફરજ બજાવી: બે વર્ષ અગાઉ વિશ્વામિત્રીમાં આવેલા ઘોડાપૂર વખતે વોર્ડની ચારે તરફ પાણી ફરી વળ્યા હતા. મગરોને ફરતા જોઈ શકાતા.તે વખતે સતત ત્રણ દીવસ રેસીડેન્ટ તબીબો અને સહાયક સ્ટાફ સાથે બજાવેલી ફરજો આજે પણ યાદ આવે છે.

પ્રથમ કોરોનાગ્રસ્ત સગર્ભાની પ્રસૂતિ 

સયાજી હોસ્પિટલમાં કોરોનાથી ચેપગ્રસ્ત પ્રથમ સગર્ભાની પ્રસૂતિની પડકારજનક કામગીરી સાથે તેઓ જોડાયેલા હતા.તે સમયે આ રોગ અંગે આખા રુક્મિણી ચેનાની પ્રસૂતિ ગૃહમાં ભયની લાગણી વ્યાપેલી હતી.માતા અને નવજાત બાળકને અલગ રાખવા પડ્યા ત્યારે માતાનું કલ્પાંત જોઈને ભાનુબેન નું હૃદય દ્રવી ઉઠ્યું હતું.

તેઓ બીજા દિવસે વહેલા હોસ્પિટલ પહોંચી ગયાં nicu માં રાખવામાં આવેલા બાળકનો વિડિયો ઉતારી,માતાને મોબાઈલ કરી તેને આશ્વસ્ત કરી હતી.આ ઘટના પછી તેમણે સામે ચાલીને પ્રસુતાઓ માટેના કોરોના વોર્ડમાં ફરજો માંગી લીધી હતી.

રામકૃષ્ણ મિશનના કલાલી કેન્દ્રમાં ત્રણ કલાક બાળ આરોગ્ય સંભાળની સેવાઓ આપે છે

ભાનુબેન અઠવાડિયાના ૬ દિવસની સરકારી ફરજો પછી રવિવારે રામકૃષ્ણ મિશનના સેવક તરીકે કલાલી કેન્દ્રમાં ત્રણ કલાક બાળ આરોગ્ય સંભાળની સેવાઓ આપે છે.આમ,તેઓ લગભગ સપ્તાહના સાતેય દિવસ દર્દીઓની પરિચર્યામાં વ્યસ્ત રહેવાની સાથે પારિવારિક સારસંભાળ ની કાળજી સુપેરે લે છે.

ભાનુબેને કોરોનાથી જરાય ડર્યા વગર કોરોના કાળમાં જે ફરજો અદા કરી તેની પ્રશંસા કરતાં વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે,કોરોના સંક્રમિત સગર્ભાની સામાન્ય પ્રસૂતિ હોય કે સિઝરિયન હોય,પ્રસૂતિ પહેલા ચેપ લાગ્યો હોય કે પ્રસૂતિ પછી કોરોના થયો હોય, ભાનુબેને આવી માતાઓ અને તેમના બાળકોની સારસંભાળ લીધી છે.

તેમની કોરોના વિભાગમાં ફરજ હોય કે ના હોય તેમણે દિવસમાં ઓછામાં ઓછું એકવાર તો આ લોકોની ભાળ લીધી જ છે.

તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે તેમની આ એવોર્ડ માટે પસંદગીને સયાજી હોસ્પિટલ પરિવાર માટે ગૌરવપૂર્ણ ગણાવી છે. દર્દી સેવા માટેની તેમની આ કર્તવ્ય નિષ્ઠાની ઉપરોક્ત એવોર્ડ દ્વારા કદર થઈ છે.નર્સિંગ એવો વ્યવસાય છે.

જેમાં દર્દીઓના હિતમાં જરૂરી કડકાઈ અને શિસ્તનો આગ્રહ રાખીને ફૂલ જેવી કોમળતા સાથે કામ કરવું અને એ રીતે દર્દીનો વિશ્વાસ જીતવો જરૂરી છે.તેઓ આ તમામ કસોટીમાં ખરા ઉતર્યા છે.અને આ પ્રતિષ્ઠિત એવોર્ડને પાત્ર બન્યા છે.

આ પણ વાંચો : Mehsana : ઉંઝા અને બહુચરાજી તાલુકામાં ભારે વરસાદ, જળાશયોમાં નવા નીર આવ્યા

આ પણ વાંચો : Anand માંથી ઝડપાયું રાજયવ્યાપી ડુપ્લીકેટ આર.સી.બુક બનાવવાનું કૌભાંડ, બે આરોપીની ધરપકડ

Latest News Updates

ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
g clip-path="url(#clip0_868_265)">