Anand માંથી ઝડપાયું રાજયવ્યાપી ડુપ્લીકેટ આર.સી.બુક બનાવવાનું કૌભાંડ, બે આરોપીની ધરપકડ

પકડાયેલ બંન્ને ઇસમો પૈકી તારીફ અબ્દુલહમીદ માકણોજીયા બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જીલ્લામાં આર.ટી.ઓ. એજન્ટ તથા વાહન લે-વેચ તરીકેનું કામ કરતો હતો.

Anand માંથી ઝડપાયું રાજયવ્યાપી ડુપ્લીકેટ આર.સી.બુક બનાવવાનું કૌભાંડ, બે આરોપીની ધરપકડ
Statewide duplicate RC book making scam nabbed from Anand, two accused arrested
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Sep 09, 2021 | 1:48 PM

વાહનની બનાવટી 1252 આર.સી. બુકો સાથે બે ઇસમો ઝડપાયા, રાજયવ્યાપી ડુપ્લીકેટ આર.સી. બુક બનાવવાના કૌભાંડનો પર્દાફાશ 

આણંદ પોલીસને થોડા દિવસ પહેલા ગુલામ મોહંમદ ઉર્ફે ગુલો આદમભાઇ વ્હોરા (રહેવાસી-ઉમરેઠ) પાસેથી કુલ 16 આર.સી.બુકો મળી હતી. આ બાબતે આર.સી.બુક સેન્ટર, અમદાવાદ કચેરીમાં તપાસ દરમિયાન ખુલ્યું કે તમામ સ્માર્ટ કાર્ડ (આર.સી.બુક) ચિપમાં રહેલ માહીતી તથા કાર્ડ ઉપર છાપેલ માહીતી અલગ અલગ છે. તેમજ આર.સી. બુકો બનાવી આપનાર તારીફ અબ્દુલહમીદ માકણોજીયા (રહેવાસી. રજોસણા, જી.બનાસકાંઠા)ને બોલાવી પુછપરછ કરાઇ હતી. જેમાં આ તમામ સ્માર્ટ કાર્ડ પોતાના લેપટોપમાં છાપી પ્રિન્ટરથી કોપી કાઢી હોવાની હકીકત ખુલી હતી.

કેવી રીતે થયો પર્દાફાશ ?

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

આ તપાસના આધારે આણંદ ટાઉન પો.સ્ટે ઉપરોત બંન્ને ઇસમો વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ ગુનાની તપાસ દરમ્યાન બંન્ને ઇસમોની સઘન પુછપરછ કરતા ગુલામ મોહંમદ ઉર્ફે ગુલોને તારીફ માકણજીયા પાસેથી દરેક આર.સી.બુક 2500 થી 3000 રૂપિયામાં મેળવી હોવાનું સામે આવ્યું છે. તેમજ તારીફ માકણજીયાના છાપી ગામે (પાલનપુર) ગોલ્ડન પ્લાઝામાં રેઇડ દરમિયાન 999 નંગ છાપેલી આર.સી. બુક તથા 253 નંગ અડધી છાપેલી મળી હતી. આ ઉપરાંત, અડધી કોરી આર.સી. બુકો કુલ-1252 નંગ તેમજ પ્રિન્ટર, લેપટોપ, પેન ડ્રાઇવ તથા થીનરની બોટલ નંગ-6, પ્રિન્ટર રોલ નંગ-2, કાપડના ટુકડા નંગ-5 તથા મોબાઇલ-2 મળી કુલ રૂ 56 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

કેવી રીતે ચાલતું કૌભાંડ ?

પકડાયેલ બંન્ને ઇસમો પૈકી તારીફ અબ્દુલહમીદ માકણોજીયા બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જીલ્લામાં આર.ટી.ઓ. એજન્ટ તથા વાહન લે-વેચ તરીકેનું કામ કરતો હતો. જે જુની આર.સી.બુકો પોતે અથવા પોતાના ઓળખીતા એજન્ટો પાસેથી મેળવીને રાખી મુકતો હતો. એજન્ટોને જે નંબરની નવી આર.સી.બી. બુક જોઇતી હોય તે મુજબની વિગતો કાર્ડપ્રેસ સોફ્ટવેરની મદદથી પ્રિન્ટ કરતો હતો. અને દરેક આર.સી. બુક રૂ.3 હજારમાં પોતાના મળતિયાઓને આપતો હતો.

આજદિન સુધી આ ઇસમે બનાવેલ કોઇપણ આર.ટી.ઓની આર.સી. બુક પકડાયેલ નથી. અને ખોટી રીતે આર.સી. બુકો બનાવી ખરા તરીકે ઉપયોગ કરેલ છે જે અંગેની તપાસ ચાલુ છે. આ રાજય વ્યાપી બનાવટી આર.સી.બી. બુકો બનાવવાના કૌભાંડમાં અત્યાર સુધીમાં કેટલી આર.સી. બુક બનાવી છે અને કોને-કોને વેચવામાં આવી છે. તે બાબતની તપાસ હજુ ચાલુ છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">