Gujarat : આજે “વિશ્વ મચ્છર દિવસ”, રાજયમાં મચ્છરજન્ય રોગનું પ્રમાણ ચિંતાજનક

ગુજરાતમાં મેલેરિયા કરતા ડેન્ગ્યુથી વધારે લોકો મૃત્યુ પામ્યા છે. 2016થી જૂન 2021 સુધી મેલેરિયા અને ડેન્ગ્યુથી 16-16ના મૃત્યુ થયા છે. બાળકોમાં પણ મચ્છરજન્ય રોગના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે.

Gujarat : આજે વિશ્વ મચ્છર દિવસ, રાજયમાં મચ્છરજન્ય રોગનું પ્રમાણ ચિંતાજનક
Today is "World Mosquito Day"
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 1:03 PM

Gujarat : 20 ઓગસ્ટ એટલે કે આજે ‘વિશ્વ મચ્છર દિવસ’ છે. ત્યારે રાજ્યમાં વધતા મચ્છરજન્ય રોગનું પ્રમાણ ચિંતા સમાન છે. જો ભૂતકાળની અને આજની મચ્છજન્ય રોગની સ્થિતિ પર વિશ્લેષણ અને નજર કરીએ તો, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન જ રાજ્યમાંથી 1.24 લાખ લોકો મેલેરિયા, 40 હજાર લોકો ડેન્ગ્યુ જ્યારે 40 હજાર 500થી વધુ લોકો ચિકનગુનિયાની ઝપેટમાં આવી ચૂક્યા છે.

મચ્છરજન્ય રોગથી રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં 61 વ્યક્તિના મૃત્યુ થયા છે. વર્ષ પ્રમાણે આંકડાવાર સ્થિતિ પર નજર કરીએ તો ગુજરાતમાં મેલેરિયાના 2016માં 44 હજાર 786 કેસ, 2017માં 38 હજાર 588, વર્ષ 2018માં 22 હજાર 114 અને 2019માં મેલેરિયાના 13 હજાર 883 નવા કેસ સામે આવ્યા હતા. એટલે કે મેલેરિયાના કેસમાં તબક્કાવાર ઘટાડો નોંધાઇ રહ્યો છે.

જેની સરખામણીએ ડેન્ગ્યુના કેસમાં ઉતાર-ચઢાવ રહ્યો છે. 2016માં ડેન્ગ્યુના 8 હજાર 28 કેસ, 2017માં 4 હજાર 533 કેસ, 2018માં 7,579; જ્યારે 2019માં ડેન્ગ્યુના 18 હજાર 219 કેસ નોંધાયા હતા. બીજી તરફ ચિકનગુનિયાના કેસમાં હજુ ખાસ ઘટાડો જોવા મળ્યો નથી. 2016માં ચિકનગુનિયાના 3285 તો 2020માં 8120 નવા કેસ સામે આવ્યા હતા.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ગુજરાતમાં મેલેરિયા કરતા ડેન્ગ્યુથી વધારે લોકો મૃત્યુ પામ્યા છે. 2016થી જૂન 2021 સુધી મેલેરિયા અને ડેન્ગ્યુથી 16-16ના મૃત્યુ થયા છે. બાળકોમાં પણ મચ્છરજન્ય રોગના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. આ સ્થિતિએ રાજ્યમાં પ્રતિ મહિને સરેરાશ 3622 લોકો મચ્છરજન્ય રોગનો સામનો કરે છે. ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે જ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગના કેસના પ્રમાણમાં પણ સતત વધારો થઇ રહ્યો છે.

‘મચ્છરજન્ય રોગ’નો કહેર ગુજરાતમાં પ્રતિ મહિને 3,600થી વધુ લોકો મચ્છરજન્ય રોગોની ઝપેટમાં છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં મેલેરિયાના 1.24 લાખ કેસ નોંધાયા છેલ્લા 5 વર્ષમાં ડેન્ગ્યૂના 40 હજાર, જ્યારે ચિકનગુનિયાના 41 હજારથી વધુ કેસ નોંધાયા મચ્છરજન્ય રોગથી રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં 61 વ્યક્તિના મૃત્યુ થયા 2016થી જૂન 2021 સુધી મેલેરિયા અને ડેન્ગ્યુથી 16-16 દર્દીના મૃત્યુ બાળકોમાં પણ મચ્છરજન્ય રોગના પ્રમાણમાં સતત વધારો

ગુજરાતમાં ‘મેલેરિયા’નો કહેર

વર્ષ 2016માં મેલેરિયાના 44,786 કેસ નોંધાયા 2017માં મેલેરિયાના 38,588 કેસ નોંધાયા 2018માં મેલેરિયાના 22,118 કેસ નોંધાયા 2019માં મેલેરિયાના 13,883 નવા કેસ સામે આવ્યા મેલેરિયાના કેસમાં છેલ્લા કેટલાક વર્ષથી તબક્કાવાર ઘટાડો નોંધાઈ રહ્યો છે

ગુજરાતમાં ‘ડેન્ગ્યુ’નો કહેર ગુજરાતમાં 2016માં ડેન્ગ્યુના 8028 કેસ નોંધાયા વર્ષ 2017માં ડેન્ગ્યુના 2017માં 4573 કેસ નોંધાયા 2018માં ડેન્ગ્યુના 7579 નવા કેસ સામે આવ્યા 2019માં રાજ્યમાં ડેન્ગ્યુના 18,219 કેસ નોંધાયા ગુજરાતમાં મેલેરિયા કરતા ડેન્ગ્યુથી વધારે લોકોના મોત થયા

આમ, છેલ્લા કેટલાક વર્ષોથી રાજયમાં મચ્છરજન્ય રોગચાળાએ રાજયમાં ચિંતાજનક સ્થિતિ સર્જી છે. જે અંગે લોકજાગૃતિની સાથેસાથે તંત્ર પણ જાગૃત બને તે અનિવાર્ય છે. લોકોએ પોતાની આસપાસ ગંદકી ન થાય અને મચ્છરનો ઉપદ્રવ ન વધે તે મામલે સાવચેત રહેવું જોઇએ.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">