અમદાવાદના શિક્ષકનુ તલોદમાં હાર્ટએટકથી મોત નિપજ્યુ, ક્રિકેટ રમતા મેદાનમાં ઢળી પડ્યા

અમદાવાદના શિક્ષકનુ તલોદમાં હાર્ટએટકથી મોત નિપજ્યુ, ક્રિકેટ રમતા મેદાનમાં ઢળી પડ્યા

| Updated on: Nov 13, 2023 | 8:13 AM

રાજ્યમાં હાર્ટએટેકની ઘટનાઓ સતત વધી રહી છે. દિવાળીના તહેવારોમાં પરિવાર સાથે વતનમાં પહોંચેલ અમદાવાદના એક શિક્ષકનુ હાર્ટએટેકને કારણે મોત નિપજ્યુ છે. 36 વર્ષના યુવાન શિક્ષક પોતાના વતન સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ખેરોલ ગામે મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યા હતા. એ દરમિયાન જ અચાનક મેદાનમાં ઢળી પડીને બેહોશ થઈ જવા પામ્યા હતા. દિવાળીના તહેવારે જ આ ઘટનાથી ગામમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે.

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા ખેરોલમાં ક્રિકેટ રમવા દરમિયાન યુવાન શિક્ષકનુ મોત નિપજ્યુ છે. 36 વર્ષનો યુવક અમદાવાદથી વતનમાં દિવાળી વેકેશન માટે આવેલ હતો આ દરમિયાન ક્રિકેટ રમતા મોત નિપજ્યુ હતુ. યુવક અમદાવાદના વસ્ત્રાલમાં રહેતો હતો અને શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો.

આ પણ વાંચોઃ હિંમતનગરને રાજ્ય સરકારે દિવાળીની મોટી ભેટ આપી, અદ્યતન શહેર બનાવવા હુડા લાગુ કરાશે

પંકજ દશરથભાઈ પટેલ નામનો આ યુવક અમદાવાદથી પોતાના વતનમાં આવ્યો હતો. જ્યાં દિવાળીના દિવસે પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમતો હતો. એ દરમિયાન અચાનક જ તે મેદાનમાં ઢળી પડ્યો હતો. મેદાનમાં ક્રિકેટ રમવા દરમિયાન ઢળી પડવાને લઈ અન્ય ખેલાડીઓએ દોડી આવીને બેભાન થયેલા શિક્ષક પંકજ પટેલને સારવાર માટે તલોદ ખસેડ્યો હતો.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 12, 2023 02:22 PM
g clip-path="url(#clip0_868_265)">