Valsad : આજે વિશ્વ બાલિકા દિવસ, વલસાડ જિલ્લામાં 4547 દિકરીઓને મળ્યો ‘વ્હાલી દીકરી યોજના’નો લાભ

|

Oct 11, 2023 | 7:27 PM

આજે વિશ્વ બાલિકા દિવસ છે. ત્યારે આ દરમ્યાન વલસાડ જિલ્લામાં 4547 દિકરીઓને 'વ્હાલી દીકરી યોજના'નો લાભ મળ્યો છે. વલસાડમાં 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાન વેગવંતુ બન્યું છે. કારણ કે, જિલ્લામાં દર 1 હજાર દીકરા સામે 927 દીકરીઓનો રેશિયો છે. 

Valsad : આજે વિશ્વ બાલિકા દિવસ, વલસાડ જિલ્લામાં 4547 દિકરીઓને મળ્યો વ્હાલી દીકરી યોજનાનો લાભ

Follow us on

સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા 5 વર્ષમાં કુલ 938 કિશોરીઓ અને મહિલાઓને કાયદાકીય, આશ્રય, તબીબી તેમજ પોલીસ મદદ મળી હોવાનું જણાવ્યુ હતું.  આ વર્ષ દરમ્યાન વિશ્વ બાલિકા દિવસની થીમ ‘સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત’ રાખવામા આવી.

આજના દિને સમગ્ર દુનિયાભરમાં તા.11  ઓક્ટોબરના દિને ‘વિશ્વ બાલિકા દિવસ’ની ઉજવણી કરવામાં આવી. સાથે આ દરમ્યાન કન્યાઓના શિક્ષણના અધિકાર, સલામતી અને તેના મહત્વ અંગે જાગૃત્તિ લાવવા માટે આ દિનની ઉજવણી કરવામાં આવે છે. મહત્વનુ છે કે  વલસાડ જિલ્લામાં બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન વેગવંતુ થયું હોય તે રીતે હાલમાં કુલ 1 હજાર જેટલા દીકરાઓ સામે 927 જેટલી દીકરીઓ છે.

આ સાથે જમહત્વનુ છે કે છેલ્લા 5 વર્ષમાં 4547 દીકરીઓએ આ લાભ પણ મેળવ્યો છે. મહત્વનુ છે કે આ વર્ષે દરમ્યાન બેટી બચાવો, બેટી પઢાવો સાથે પુર્ણા યોજના અંતર્ગત ગુજરાતમાં વિશ્વ બાલિકા દિવસ 2023 ની થીમ ‘સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત’ રાખવાના આવી છે. આ દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા દિકરીઓના ઉત્થાન, શિક્ષણ, સ્વરક્ષણ, અને સ્વાસ્થ્ય માટે વિવિધ યોજનાઓ અમલી છે.

Green Methi Leaves : શિયાળાની સિઝનમાં લીલી મેથીની લઈ લો મજા! વિટામીનથી ભરપૂર
આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?

ખાસ કરીને દીકરીઓના જન્મ દરમાં વધારો થાય તેમજ દીકરીના માતા -પિતાની સામાજિક સાથે આર્થિક સ્થિતિ પણ મજબૂત બને, બાળ લગ્ન પ્રથા અટકે તેમજ શિક્ષણમાં બાળકીઓનો ડ્રોપ આઉટનું પ્રમાણ ઓછું થાય તે માટે ‘‘વ્હાલી દીકરી યોજના’’ કાર્યરત કરાઇ છે. જે અંતર્ગત દીકરી ધો.1  માં આવે ત્યારે રૂપિયા 4000 , ધો.9  માં પ્રવેશ કરે ત્યારે રૂપિયા 6 હજાર તેમજ દીકરી 18 વર્ષની ઉંમરે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવે તેમજ લગ્ન સમયે સહાય તરીકે રાજય સરકાર તરફથી રૂપિયા 1 લાખ જેટલી સહાય આપવામાં આવે છે.

વલસાડમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા છેલ્લા 5 વર્ષ દરમ્યાન આ યોજના હેઠળ કુલ મંજૂર લાભાર્થીની સંખ્યા 4547 થઈ છે. આ સિવાય સખી વન સ્ટોપ સેન્ટર ખાતે છેલ્લા પાંચ વર્ષમાં કુલ 938 કિશોરીઓ, મહિલા-યુવતીઓને આશ્રય, કાયદાકીય મદદ, તબીબી અને પોલીસ સેવા તેમજ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે.

વિશ્વ બાલિકા દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ સમજાવતાં વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્વેતા દેસાઈએ જણાવ્યું કે, વિશ્વ બાલિકા દિવસની ઉજવણી બાલિકા-કિશોરીઓના સ્વરક્ષણ, અધિકારો અને તેમની સામે આવનારી મુશ્કેલીઓનો સામનો કરવાનો તથા સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહિત કરવાનો છે.

મહત્વનુ છે કે 11 ઓક્ટોબર, 2016 ના રોજ, યુનાઈટેડ નેશન્સ વિમેન્સ ગુડવિલ એમ્બેસેડર એમ્મા વોટસને વિશ્વભરના દેશો અને પરિવારોને બળજબરીથી બાળ લગ્ન સમાપ્ત કરવા વિનંતી કરી હતી. કિશોરીઓને શિક્ષિત કરવાથી બાળ લગ્ન દરને ઘટાડવામાં મદદ મળે છે. મહત્વનુ છે કે તેમને સુશિક્ષિત કરવાથી સમાજમાં, આર્થિક ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધારવામાં મદદ મળે છે.

આ પણ વાંચો : Tapi ખેતવાડી વિભાગ દ્વારા નિઝર અને કુકરમુંડા તાલુકામાં આંતરરાષ્ટ્રીય પોષણ અનાજ વર્ષ 2023 કાર્યક્રમ યોજાયો

વલસાડ જિલ્લામાં આજથી 3 દિન દરમ્યાન આ કિશોરી મેળા યોજાશે. આ વાતને લઈ વલસાડ જિલ્લા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી કમલેશ ગિરાસેએ જણાવ્યુ કે, વલસાડ જિલ્લા કક્ષાએ તા.11 થી 13 ઓક્ટોબર સુધી ધરમપુર, વલસાડ અને ઉમરગામમાં કિશોરી મેળાનું આયોજન કરાયું છે. જેમાં સાયબર ક્રાઈમ અને સ્વ-રક્ષણ તાલીમ વિશે જાગૃતિ, કિશોરીઓ માટે વિવિધ વિભાગો દ્વારા કાર્યરત યોજનાના સ્ટોલ, મેળાના કાર્યક્રમમાં દીકરીઓ દ્વારા એન્કરીંગ, મિલેટ્સ અને પૂર્ણા શક્તિમાંથી બનતી વિવિધ વાનગીનું નિદર્શન, દીકરીઓ માટે ખાસ પરામર્શ બુથ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે શોર્ટ ફિલ્મ, વિવિધ નિષ્ણાંતો દ્વારા જુદા જુદા વિષયો અંગે માર્ગદર્શન અને કિશોરીઓનું આરોગ્ય તપાસ અને પરામર્શ કરાશે.

તાપી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:26 pm, Wed, 11 October 23

Next Article