Tapi : સખી મંડળની બહેનો બની આત્મનિર્ભર, ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવી થઇ પગભર

|

Aug 23, 2022 | 9:58 AM

વે અમને વન વિભાગ તરફથી મૂર્તિના (Idols )વેચાણ અને બનાવટ માટે સ્ટોલ ફાળવવામાં આવે છે. જેથી અમે અમારું કામ વધુ સારી રીતે કરી શકીએ છીએ. 

Tapi : સખી મંડળની બહેનો બની આત્મનિર્ભર, ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવી થઇ પગભર
Sisters of Sakhi Mandal became self-sufficient, eco-friendly Ganesha idol became a foothold.

Follow us on

ગુજરાતના છેવાડે આવેલ તાપી(tapi ) જિલ્લો આત્મનિર્ભર(Self Reliant ) બનવામાં ક્યાય પાછળ નથી રહ્યો, જેનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતી તાપી જિલ્લાની સખી મંડળની બહેનો છે. આજે ઘર હોય કે ખેતી કોઈ ક્ષેત્ર એવું બાકી નથી રહ્યું જ્યાં મહિલાઓ આગળ ન હોય. તમામ ક્ષેત્રે મહિલાઓ આગળ વધી રહી છે. મહિલાઓ પુરુષ ના ખભે ખભા મેળવી કામ કરી શકે તે માટે ગુજરાત સરકાર હરહંમેશ મહિલાઓની સુરક્ષા,સન્માન અને મહિલા સશક્તિકરણ ને પ્રોત્સાહન આપવા અડિખમ રહેતી હોય છે, જેનો લાભ લઈ તાપી જિલ્લાની મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે.

આવનારા થોડા દિવસોમાં જેમની સૌ કોઇ આતુરતાથી રાહ જોતા હોય છે, એવા ગણપતિ બાપ્પાનું આગમન થવાનું છે. ત્યારે તેમના આગમન અને સ્વાગત માટે સૌ કોઇ તૈયારીમાં લાગી ગયા છે, તેવામાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બોરખડી ગામના સ્નેહા સખી અને કૈવલ સખી મંડળની 15 જેટલી બહેનો નારિયેળના રેસા માંથી વિવિધ પ્રકારના સુશોભનની વસ્તુઓ અને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવી એક અનોખું વાતાવરણ ઉભુ કર્યું છે, અને લોકો આ કલાને પંસદ પણ કરી રહ્યા છે.

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બોરખડી ગામના સ્નેહા સખી મંડળના પ્રમુખ જયશ્રીબેન ચૌધરી જણાવે છે કે, અમે નારિયેળના રેસા માંથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવીએ છીએ. આ મૂર્તિ બનાવવા પાછળનો મુખ્ય હેતુ એ જ છે કે, આવી પ્રતિમાઓનું ઓછા પાણીમાં વિસર્જન થાય અને તેનાથી કોઈ પણ જાતનું પ્રદૂષણ પણ ન ફેલાય.

Islamic Rules : મુસ્લિમોમાં કયા કાર્યોને પાપ માનવામાં આવે છે? જાણો
Ganesh Puja : ભગવાન ગણેશને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ? જાણી લો
આયોડીનની ઉણપથી કયા રોગો થાય છે?
ભારતનો સૌથી મોંઘો કોમેડિયન રજનીકાંતથી પણ વધારે પૈસાદાર છે , જુઓ ફોટો
One Day Marriage : અહીં ફક્ત એક દિવસ માટે થાય છે લગ્ન ! બીજા દિવસે પતિ-પત્ની અલગ
Jioએ લોન્ચ કર્યા ડેટા વગરના બે સસ્તા પ્લાન ! મળશે 365 દિવસની વેલિડિટી, જાણો કિંમત

જયશ્રીબેન વધુમાં ઉમેરે છે કે, ગયા વર્ષે અમે જ્યારે કામ શરૂ કર્યું ત્યારે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા અમારા બોરખડી ગામની મુલાકાત લીધી હતી અને તે દરમિયાન તેમણે મારા ઘરની પરિસ્થિતિ જોઈ અને એમણે જોયું કે અમને ઘણી બધી તકલીફો પડી રહી હતી અમને મૂર્તિ વેચવા માટે પૂરતી જગ્યા પણ ન હતી. બધું જોયા પછી તેમણે આ બાબતે ચર્ચા કરી હતી. અને હવે અમને વન વિભાગ તરફથી મૂર્તિના વેચાણ અને બનાવટ માટે સ્ટોલ ફાળવવામાં આવે છે. જેથી અમે અમારું કામ વધુ સારી રીતે કરી શકીએ છીએ.

આવતા વર્ષે અમે આના કરતા પણ વધુ સારું કામ કરીશું. બહેનોને આત્મનિર્ભર બનવાની દિશામાં મદદ કરવા માટે સખી મંડળની બહેનોએ તાપી વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

Next Article