નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસ: DEOએ DPS સ્કૂલને ફટકારી નોટિસ, સ્કૂલ પાસે માંગ્યો રિપોર્ટ, જુઓ VIDEO

  અમદાવાદ નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસ ચર્ચામાં છે. ત્યારે DEOએ DPS સ્કૂલને નોટિસ ફટકારી છે અને આશ્રમને ફાળવેલી જમીન અંગે ખુલાસો માંગ્યો છે અને સાથે તેનો રિપોર્ટ પણ માંગ્યો છે. સ્કૂલ અને આશ્રમ વચ્ચે કેમ કમ્પાઉન્ડ વોલ નથી તે બાબતે પણ ખુલાસો કરવા માટે આદેશ કર્યો છે. ત્યારે આશ્રમને આપેલી જમીન અંગે દસ્તાવેજો રજૂ કરવા […]

નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસ: DEOએ DPS સ્કૂલને ફટકારી નોટિસ, સ્કૂલ પાસે માંગ્યો રિપોર્ટ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Nov 19, 2019 | 8:31 AM

અમદાવાદ નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસ ચર્ચામાં છે. ત્યારે DEOએ DPS સ્કૂલને નોટિસ ફટકારી છે અને આશ્રમને ફાળવેલી જમીન અંગે ખુલાસો માંગ્યો છે અને સાથે તેનો રિપોર્ટ પણ માંગ્યો છે. સ્કૂલ અને આશ્રમ વચ્ચે કેમ કમ્પાઉન્ડ વોલ નથી તે બાબતે પણ ખુલાસો કરવા માટે આદેશ કર્યો છે. ત્યારે આશ્રમને આપેલી જમીન અંગે દસ્તાવેજો રજૂ કરવા માટે પણ જણાવ્યું છે. ત્યારે DEO સ્કૂલ દ્વારા ખુલાસો કર્યા પછી રિપોર્ટ કરશે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે નિત્યાનંદ આશ્રમ સાથે DPS સ્કૂલની સાંઠગાંઠ હોવાનો પુરાવો સામે આવ્યો છે. અત્યાર સુધી નિત્યાનંદ આશ્રમ સાથે કોઈ જ લેવા દેવા ન હોવાનું ગાણું ગાનારા DPS સ્કૂલ સંકુલમાં જ નિત્યાનંદ આશ્રમની બસ છુપાવેલી હોવાનું સામે આવ્યું છે. નિત્યાનંદના ફોટો અને નામ સાથેની બસ DPS સ્કૂલના પાર્કિંગમાં મુકવામાં આવી હોવાનો જીવતો પુરાવો કેમેરામાં કેદ થયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો કે ટીવી9ની ટીમે જ્યારે હકીકત જાણવાનો પ્રયાસ કર્યો તો હાજર ગાર્ડ દ્વારા રોકવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો. એટલે કે સ્કૂલ સંચાલકો પોતાની આશ્રમ સાથેની સાંઠગાંઠ છૂપાવાનો પ્રયાસ કરતું હોય તેવુ લાગી રહ્યુ છે. ત્યારે અહીં સવાલ એ સર્જાય છે કે જો સ્કૂલને આશ્રમ સાથે કોઈ લેવા-દેવા ન હોય તો આશ્રમની બસ સ્કૂલમાં કેમ પાર્ક કરેલી છે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">