AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરેન્દ્રનગરથી ભાજપે 27 વર્ષથી કાર્યકર્તા તરીકે સેવા બજાવતા ચંદુભાઈ શિહોરાને આપી ટિકિટ, ચુંવાળીયા કોળી સમાજમાંથી આવે છે શિહોરા

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપે નવા ચહેરા પર પસંદગી ઉતારતા ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે. જેઓ છેલ્લા 27 વર્ષથી ભાજપના સક્રિય કાર્યકર્તા છે અને ચુંવાળિયા કોળી સમાજમાંથી આવે છે ત્યારે ભાજપે વધુ એકવાર અહીંથી કોળી ઉમેદવાર પર પસંદગી ઉતારી છે.

સુરેન્દ્રનગરથી ભાજપે 27 વર્ષથી કાર્યકર્તા તરીકે સેવા બજાવતા ચંદુભાઈ શિહોરાને આપી ટિકિટ, ચુંવાળીયા કોળી સમાજમાંથી આવે છે શિહોરા
| Updated on: Mar 25, 2024 | 8:28 PM
Share

લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપે તેમના ઉમેદવારો જાહેર કરી દીધા છે. મુરતીયાઓ તૈયાર છે અને બસ હવે જંગની ઘડીઓ ગણાઈ રહી છે. ગુજરાતની જે 6 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરવાની બાકી હતી. તે પૈકી સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી ભાજપે સાવ નવા ચહેરા તરીકે ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે.

કોણ છે ચંદુભાઈ શિહોરા?

ચંદુભાઈ શિહોરા છેલ્લા 27 વર્ષથી ભાજપના સક્રિય કાર્યકર્તા છે. શિહોરા ચુવાળિયા કોળી સમાજમાંથી આવે છે. આથી આ વખતે પણ ભાજપે કોળી ઉમેદવાર પર પસંદગી ઉતારી છે. અહીથી ભાજપે ગત ટર્મમાં ડૉક્ટર મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપી હતી, જેઓ પણ કોળી સમાજમાંથી આવે છે. ત્યારે વધુ એકવાર ભાજપે કોળી ઉમેદવારને ટિકિટ આપી છે. ચંદુભાઈ શિહોરા હળવદ તાલુલાકના કેદારીયા ગામના રહેવાસી છે અને ટિકિટ મળતા ઘણા ખુશ છે. તેમને લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા અને પ્રદેશ પ્રમુખનો આભાર માન્યો હતો. અને હું જીતીશ તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને પ્રજાના સેવક બનીને કામ કરવાની હામી ભરી છે

લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવાની આપી ખાતરી

લોકસભાની ટિકિટ મળતા ચંદુભાઈએ જણાવ્યુ કે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરીશ અને જીલ્લાના સંગઠનને સાથે રાખીને લોકો વચ્ચે જશુ. ઉમેદવાર તરીકે નામ જાહેર થતાં જ સુરેન્દ્રનગર નમો કમલમ કાર્યાલય ખાતે ઉમેદવાર ચંદુભાઈ શિહોરા ઉપસ્થિત રહ્યા હતા સાથે જીલ્લા ભાજપના આગેવાનો હોદેદારો, ધારાસભ્યો, સુધરાઇ સભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવારને અભિનંદન આપ્યા હતા. જયારે ઉમેદવારે આગામી ચુંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને આ વિસ્તારના લોકોના પ્રશ્નો નો ઉકેલ લાવવા માટે આગળ કાર્ય કરવા માટેની ખાતરી આપી હતી.

આ પણ વાંચો: અમરેલીથી ભાજપે તદ્દન નવા ચહેરા પર ઉતારી પસંદગી, જિલ્લા પંચાયતના વર્તમાન પ્રમુખ ભરત સુતરીયાને આપી ટિકિટ

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">