સુરેન્દ્રનગર -વિરમગામ હાઇવે (Surendranagar- Viramgam highway) પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બાઈક પર સવાર ત્રણેય યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.કડુ ગામના પાટીયા પાસે આગળ જતા ટ્રક પાછળ બાઇક (Bike Accident) ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હતો.પોલીસની (Surendranagar Police) પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે એક યુવકને તાવ આવતો હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં લઇ જઇ રહ્યા હતા તે દરમિાન આ અકસ્માત સર્જાયો હતો..હાલ પોલીસે ત્રણેય યુવકના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે લખતર હોસ્પિટલમાં (lakhtar Hospital) મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
Three youths killed in bike accident in #Surendranagr #Gujarat #TV9News pic.twitter.com/SH16FsBisB
— Tv9 Gujarati (@tv9gujarati) August 22, 2022
થોડા દિવસો અગાઉ લીંબડી– રાણપુર હાઇવે (Limbadi Ranpur Highway) પર વેજલકા ગામના પાટીયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. વેજલકા નજીક પીકઅપ વાન પલ્ટી મારી જતા એક બાળક સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જેમાં બે પુરૂષ અને એક આઠ વર્ષના બાળક સહિત ત્રણ લોકો મોતને ભેટ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ માલવાહક પીકઅપ વાહનમાં પુસ્તકો ભરેલા હતા. આ અકસ્માતમાં અન્ય બે વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા જ ચુડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
Published On - 6:47 am, Mon, 22 August 22