Gujarati NewsGujaratSuratSurat: Two employees of the municipality got trapped when the lift went wrong
સુરત : લિફ્ટ ખોટકાઈ જતાં પાલિકાના બે કર્મચારીઓ ફસાયા, ફાયર બ્રિગેડે સલામત બહાર કાઢ્યા
સુરતમાં લિફ્ટ બંધ પડી જતા બે સરકારી કર્મચારીઓ ફસાઈ ગયા હતા. મોબાઈલ ફોનથી ઘટનાની જાણ બહારના લોકોને કરવામાં આવતા તાત્કાલિક ફાયરબ્રિગેડને મદદે બોલાવવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ લિફ્ટ ખોલી બંને કર્મચારીઓને સલામત બહાર કાઢયા હતા.
Follow us on
સુરતમાં લિફ્ટ બંધ પડી જતા બે સરકારી કર્મચારીઓ ફસાઈ ગયા હતા. મોબાઈલ ફોનથી ઘટનાની જાણ બહારના લોકોને કરવામાં આવતા તાત્કાલિક ફાયરબ્રિગેડને મદદે બોલાવવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ લિફ્ટ ખોલી બંને કર્મચારીઓને સલામત બહાર કાઢયા હતા.
મુગલસરાઇ રોડ ખાતે આવેલી પાલિકાની એનેક્સી બિલ્ડિંગમાં ઘટના બની હતી. બિલ્ડિંગના અચાનક ત્રીજા માળે લિફ્ટ ખોટકાઈ ગઇ હતી. લિફ્ટ ખોટકાઈ તે સમયે લિફ્ટમાં પાલિકાના 26 વર્ષીય મહિલા કર્મચારી નિકીતાબેન અને 56 વર્ષીય અશ્વિન પટેલ લિફ્ટમાં હતા. આ બંને સવારે એનેક્સી બિલ્ડિંગમાં કામ અર્થે ગયા હતા. પાલિકા કર્મચારીઓ જ્યારે લિફ્ટમાં નીચે તરફ ઉતરી રહ્યાં હતા ત્યારે જ અચાનક પાવર કટ થઇ ગયો હતો. લિફ્ટ ત્રીજા માળે બંધ રહી હતી. બંનેના શ્વાસ રૂંધાવા લાગતા તેમણે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતીના પગલે તરત ફાયરના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા . ફાયરબ્રિગેડે લિફ્ટમાં ફસાયેલા નિકીતાબેન અને અશ્વિનભાઇ પટેલને સલામત રીતે લિફ્ટમાંથી બહાર કાઢ્યા હતા.
તમારા મનને શાંત રાખો : જો લિફ્ટ અચાનક બંધ થઈ જાય તો બિલકુલ ગભરાશો નહીં. પ્રથમ તમારે શાંત રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. ચિંતા અને ગભરાટને બદલે શાંત રહેવાથી તમને યોગ્ય દિશામાં પગલાં લેવામાં મદદ મળી શકે છે.
મોબાઈલથી મદદ માટે સંપર્ક કરો : જો લિફ્ટમાં નેટવર્ક આવતું હોય તો તમારા નજીકના કોઈને અથવા ગાર્ડ ને ફોન કરો અને તેમને લિફ્ટ બંધ હોવાની જાણ કરો. આની મદદથી તમને ઝડપથી બચાવી શકાય છે.
ઇન્ટરકોમ અથવા ઇમરજન્સી બટનનો ઉપયોગ કરો : લિફ્ટમાં સામાન્ય રીતે ઇન્ટરકોમ અથવા ઇમરજન્સી બટન હોય છે. જો મોબાઈલ કામ ન કરતો હોય તો બટન દબાવો અથવા ઈન્ટરકોમ ગાર્ડનો સંપર્ક કરવાનો પ્રયાસ કરો.
મદદની રાહ જુઓ : લિફ્ટની ટેકનિકલ ખામીઓ ઘણી વાર ટૂંકા ગાળામાં સુધારી લેવામાં આવે છે. તેથી ધીરજ રાખો અને રાહ જુઓ.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો