SURAT : મોંઘવારીના કારણે પતંગની ખરીદીના ઉત્સાહમાં ઓટ, પતંગ બજારમાં ગ્રાહકોની સંખ્યા નહિવત

|

Dec 28, 2021 | 5:08 PM

હવે આ વખતે ઉતરાયણમાં પતંગ ચગાવવા સુરતીઓને મોંઘા પડશે. કારણ કે જે રીતે રો- મટિરિયલ્સના ભાવ વધતા પતંગ દોરાના ભાવ વધ્યા છે, તે જોતા હવે પતંગનો શોખ પૂરો કરવું લોકોએ વધુ રૂપિયા ખર્ચવા પડશે એ નક્કી છે.

SURAT : મોંઘવારીના કારણે પતંગની ખરીદીના ઉત્સાહમાં ઓટ, પતંગ બજારમાં ગ્રાહકોની સંખ્યા નહિવત
સુરત- પતંગોની ખરીદીમાં ઓટ

Follow us on

સુરતીઓના મનપસંદ મકરસંક્રાંતિના (Kite Festival) તહેવારને હવે 22 દિવસ બાકી છે. શહેરમાં પતંગ (Kite) બજારો શરૂ થઈ ગયા છે. જોકે આ વખતે પતંગ (kite) 30 ટકા જેટલી મોંઘી થઈ ગઈ છે. જેની પાછળ રો-મટિરિયલ્સના વધતા ભાવ, અતિવૃષ્ટિને કારણે વાંસના પાકને થયેલ મોટું નુકસાન, કાગળના વધતા ભાવ, મજૂરોની અછત તેમજ ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગત વર્ષે 100 પતંગનો જથ્થાબંધ ભાવ 100 થી105 રૂપિયા હતો. જે આ વર્ષે વધીને 135 રૂપિયા સુધી પહોંચી ગયો છે. એ જ રીતે, ગયા વર્ષે ઓછા ભાવની 100 પતંગો હોલસેલમાં 80-90 રૂપિયામાં મળતી હતી, હવે તે આ વર્ષે 120 રૂપિયામાં મળી રહી છે. આ વખતે પતંગ અને માંજામાં વપરાતા દોરાના પ્રોડક્શનમાં પણ મોટો ઘટાડો થયો છે. બજારમાં પહેલાથી યાર્નની અછત છે, માંજા યાર્નના જથ્થાબંધ વેપારીના જણાવ્યા પ્રમાણે યાર્ન માટે એક વર્ષ પહેલા ઓર્ડર આપવો પડે છે.

કંપનીઓ માર્ચથી જૂન દરમિયાન યાર્નનું ઉત્પાદન કરે છે, આ વર્ષે માર્ચથી જૂન દરમિયાન કોરોનાના કારણે યુનિટ્સ બંધ થઈ ગયા હતા. છેલ્લા ત્રણ ચાર મહિનાથી ઉત્પાદન શરૂ થઈ ગયું છે. તે સિવાય મજૂરી અને પરિવહન ખર્ચમાં 10% વધારો થવાને કારણે દોરો પણ 25% મોંઘો થયો છે. ગયા વર્ષે 1 હજાર મીટર દોરાનો જથ્થાબંધ ભાવ જે રૂ. 110-115 હતો, જે હવે આ વર્ષે વધીને રૂ. 140-150 થયો છે. 2000 મીટર દોરાની કિંમત 250-260 રૂપિયા હતો, હવે તે વધીને 300-310 રૂપિયા છે. એ જ રીતે, ગયા વર્ષે 5000 મીટર દોરાની કિંમત 490 રૂપિયા હતી, તે હવે વધીને 570 રૂપિયા થઈ છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

આમ, હવે આ વખતે ઉતરાયણમાં પતંગ ચગાવવા સુરતીઓને મોંઘા પડશે. કારણ કે જે રીતે રો- મટિરિયલ્સના ભાવ વધતા પતંગ દોરાના ભાવ વધ્યા છે, તે જોતા હવે પતંગનો શોખ પૂરો કરવું લોકોએ વધુ રૂપિયા ખર્ચવા પડશે એ નક્કી છે. નોંધનીય છેકે મોંઘવારીનો માર દરેક સામાન્ય જનતાને સતાવી રહ્યો છે. અને દરેક તહેવારમાં મોંઘવારીને કારણે લોકો પરેશાન થઇ જાય છે.


 

આ પણ વાંચો : Gandhinagar: ભરતીના મુદ્દે સચિવાલય બહાર વિદ્યા સહાયકોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન, રાજ્ય સરકારે ઠાલા વચન આપ્યાનો કર્યો આક્ષેપ

આ પણ વાંચો : 11,040 કરોડ રૂપિયાનું ‘ઓઇલ પામ મિશન’ દેશને ખાદ્ય તેલમાં આત્મનિર્ભર બનાવશેઃ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર

 

Next Article