AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

11,040 કરોડ રૂપિયાનું ‘ઓઇલ પામ મિશન’ દેશને ખાદ્ય તેલમાં આત્મનિર્ભર બનાવશેઃ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર

કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક (Farmers Income) વધારવા માટે સર્વાંગી પ્રયાસો કરી રહી છે. કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવું એ મોદી સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

11,040 કરોડ રૂપિયાનું 'ઓઇલ પામ મિશન' દેશને ખાદ્ય તેલમાં આત્મનિર્ભર બનાવશેઃ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર
National Mission on Edible Oils – Oil Palm
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 4:34 PM
Share

હૈદરાબાદમાં (Hyderabad) મંગળવારે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરની (Narendra Singh Tomar) અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ખાદ્ય તેલ-ઓઈલ પામ મિશન (National Mission on Edible Oils – Oil Palm) બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક (Farmers Income) વધારવા માટે સર્વાંગી પ્રયાસો કરી રહી છે. કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવું એ મોદી સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે. જેના કારણે વિશ્વમાં ભારતની તાકાત વધુ વધશે.

ઓઈલ પામ મિશન ખાદ્યતેલોની આયાત નિર્ભરતા ઘટાડશે અને દેશને ખાદ્ય તેલમાં આત્મનિર્ભર બનાવશે, જેના માટે કેન્દ્ર સરકાર દરેક પગલા પર રાજ્યોની સાથે ઉભી છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમરના જણાવ્યા અનુસાર દેશમાં કૃષિ ક્ષેત્રે જાગૃતિ ઘણી વધી રહી છે. જ્યારથી પીએમ મોદીએ (PM Narendra Modi) કહ્યું કે ખેડૂતોની આવક બમણી કરવી જોઈએ, ત્યારથી દરેક વ્યક્તિ, સરકાર, સંસ્થાઓ તેમા લાગેલી છે. રાજ્ય સરકારો તેમની સૌથી સફળ ભૂમિકા નિભાવી રહી છે.

10 હજાર FPO બનાવવાનું શરૂ કર્યું કૃષિ મંત્રીએ કહ્યું કે આપણે અનાજમાં સરપ્લસ દેશ છીએ, બાકીની કૃષિ પેદાશોમાં પણ ભારત નંબર વન કે બીજા ક્રમે છે, તે આપણા ખેડૂતોની મહેનત, સરકારોની કૃષિલક્ષી નીતિઓ, વૈજ્ઞાનિકોનું સંશોધન અને વધતી જાગૃતિનું પરિણામ છે. દેશમાં 86 ટકા નાના ખેડૂતો છે, તેમની તાકાત વધારવા માટે 6,850 કરોડ રૂપિયાના ખર્ચ સાથે 10 હજાર FPO શરૂ કરવામાં આવ્યા છે.

ખેડૂતોને વાજબી ભાવ આપવા, તેમની આર્થિક સ્થિતિમાં સુધારો કરવા અને તમામ સુવિધાઓ સરળતાથી પૂરી પાડવા માટે એક લાખ કરોડ રૂપિયાના ભંડોળ સાથે કૃષિ માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે સરકાર ઈચ્છે છે કે ખેડૂતોની આવક વધવાની સાથે ખેતીનો ખર્ચ ઘટવો જોઈએ અને કૃષિ ઈનપુટ્સની આયાત કરવાને બદલે તે આત્મનિર્ભર બને.

અન્ય રાજ્યોમાં તેલ પામનું મોટું ઉત્પાદન કેન્દ્રીય મંત્રી તોમરના જણાવ્યા અનુસાર, પૂર્વોત્તર રાજ્યોની સાથે અન્ય રાજ્યોમાં પણ પુષ્કળ તેલ પામનું ઉત્પાદન થઈ શકે છે, જેથી કોઈને આયાત પર નિર્ભર ન રહેવું પડે. આ યોજનાથી દેશમાં વધારાની સાડા છ લાખ હેક્ટર ઓઇલ પામ પ્લાન્ટેશન હેઠળ આવશે. ઓઇલ પામનો વિસ્તાર વર્ષ 2025-26 સુધીમાં 10 લાખ હેક્ટર અને 2029-30 સુધીમાં 16.71 લાખ હેક્ટર સુધી વધી જશે.

3.25 લાખ હેક્ટર ઓઇલ પામના વાવેતરનો લક્ષ્યાંક ક્રૂડ પામ ઓઇલનું ઉત્પાદન 2025-26માં વધીને 11.20 લાખ ટન અને 2029-30માં 28.11 લાખ ટન થવાની ધારણા છે. હૈદરાબાદમાં યોજાનારી બીજી બિઝનેસ સમિટમાં ભારતના બાકીના રાજ્યોને આવરી લેવામાં આવશે કે જ્યાં ઓઇલ પામની ખેતીની નોંધપાત્ર સંભાવના છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ઓડિશા, ગોવા, ગુજરાત અને છત્તીસગઢ માટે 3.25 લાખ હેક્ટર ઓઇલ પામ પ્લાન્ટેશનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Banana Farming : ખેડૂતોની મુશ્કેલી વધી, કેળાના ઉત્પાદનમાં થયો ધરખમ ઘટાડો, શું ઓમિક્રોનની અસર છે ?

આ પણ વાંચો : Poplar Tree Farming: આ વૃક્ષની છે ખુબ જ ડિમાન્ડ, એક હેક્ટરમાં ખેતીથી થશે 7 લાખ સુધીની કમાણી !

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">