Surat: વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સમાં પણ ઝળક્યા, નેશનલ ખો ખો સ્પર્ધા માટે થઈ પસંદગી

સુરતના વિદ્યાર્થીઓ હવે રમતગમત ક્ષેત્રમાં નામ ઉજળું કરી રહ્યા છે. સુરતના બે વિદ્યાર્થીઓ નેશનલ ખો ખો ટીમમાં રમવા માટે પસંદગી પામ્યા છે.

Surat: વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સમાં પણ ઝળક્યા, નેશનલ ખો ખો સ્પર્ધા માટે થઈ પસંદગી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 7:22 PM

અત્યાર સુધી સુરત (Surat) ડાયમંડ અને ટેક્સ્ટાઈલ સીટી તરીકે જાણીતું હતું. પરંતુ હવે ધીમે ધીમે સુરત શહેરનું નામ શિક્ષણ ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યું છે. તે જ પ્રમાણે હવે સુરતના વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રમાં પણ સારી એવી નામના મેળવીને સુરતનું ગૌરવ વધારી રહ્યા છે.

સુરતની એમ.પી.લીલીયાવાળા વિદ્યાભવનના ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ અનિલ તડવી (Anil Tadvi) અને રામપ્રકાશ બિંદ (Ramprakash Bind). આ બંને વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યના ભાવનગર ખાતે યોજાયેલ અંડર 19 ખો ખો નેશનલ રમતની ટીમમાં પસંદગી પામ્યા હતા અને ગૌરવની વાત તો એ છે કે હવે આગામી દિવસોમાં તેઓ ઓરિસ્સા ખાતે યોજાનાર ખો ખોની ટીમમાં ગુજરાત તરફથી રમવાના છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

લાંબા સમય બાદ સુરતમાંથી ગુજરાતનું પ્રતિનિધિત્વ સુરતના વિદ્યાર્થીઓ કરવા જઈ રહ્યા છે. ગુજરાતની ટીમમાં સુરતના બે વિદ્યાર્થીઓની પસંદગી થતા શાળા અને પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. કારણ કે શાળામાંથી પહેલીવાર વિદ્યાર્થીઓને ગુજરાતની આગેવાની કરવાનો મોકો મળ્યો છે.

બંને વિદ્યાર્થીઓ પણ ખુબ ખુશ છે તેમનું કહેવું છે કે તેમના માટે અને તેમના પરિવાર માટે આ ખુબ ગૌરવની  વાત છે. કારણ કે ખો ખો એક એવી રમત છે જે ખુબ ચપળતા માંગી લે છે. અમે નાનપણથી આ રમત રમતા આવ્યા છે. શાળા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ અમે ઘણી વાર રમ્યા છે પણ અમને ખબર નહોતી કે અમે નેશનલ પણ રમવા જઈશું અને ગુજરાતને રિપ્રેઝન્ટ કરીશું પણ  કહેવાયું છે ને કે મહેનત અને ધીરજના ફળ મીઠા હોય છે. અમે હવે નેશનલમાં પણ ગુજરાતનું નામ રોશન થાય તે રીતે જ રમીશું.

અત્યાર સુધી સુરતનું નામ બોર્ડના પરિણામોમાં પણ અગ્રેસર આવી રહ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રમતગમત ક્ષેત્રમાં પણ સુરતના વિદ્યાર્થીઓ કાઠું કાઢી રહ્યા છે. આ પહેલા પણ સુરતના બે રમતવીર વેઈટલિફ્ટિંગ કોમ્પિટિશનમાં રાષ્ટ્રીય લેવલે સુરતનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે અને હવે સુરતના આ બે ખેલાડીઓ નેશનલ ખો ખો સ્પર્ધામાં પસંદગી પામતા સુરતનું નામ રોશન થયું છે. નેશનલમાં રમવા જનાર વિદ્યાર્થીઓ અને તેમના પરિવારને વિશ્વાસ છે કે રાષ્ટ્રીય લેવલ પર રમાનારી આ ખો ખોની રમતમાં તેઓ સારું પ્રદર્શન કરશે અને સુરતને ગૌરવ અપાવશે.

આ પણ વાંચો: AHMEDABAD : કેન્સરની સારવાર માટેનું આધુનિક મશીન દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં, 75 કરોડના ખર્ચે લવાયા 5 આધુનિક મશીનો

આ પણ વાંચો: રાહતના સમાચાર : ગુજરાતમાં સપ્ટેમ્બરમાં માસમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">