રાહતના સમાચાર : ગુજરાતમાં સપ્ટેમ્બરમાં માસમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

રાજયમાં વરસાદની ઘટની વાત કરીએ તો અત્યાર સુધી 48 ટકા વરસાદની ઘટ છે.  તેમજ આગામી 30 અને 31 ઓગષ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં  સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.

રાહતના સમાચાર : ગુજરાતમાં સપ્ટેમ્બરમાં માસમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી
Gujarat Meteorological Department forecasts rains in September (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 6:55 PM

ગુજરાત(Gujarat ) માં પ્રથમ રાઉન્ડના વરસાદ બાદ  બીજા રાઉન્ડના વરસાદ(Rain)ની લોકો રાહ જોઇ રહ્યા છે. તેમજ વરસાદ ખેંચાતા અનેક જિલ્લાના ખેડૂતો વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. તેવા સમયે હવામાન વિભાગે સપ્ટેમ્બર માસમા સારા વરસાદની આગાહી કરી છે.

આ અંગે હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ  જણાવ્યું છે કે રાજયમાં અત્યાર સુધી સરેરાશ 11. 25 ઇંચ વરસાદ પડ્યો છે. જયારે રાજયમાં વરસાદની ઘટની વાત કરીએ તો અત્યાર સુધી 48 ટકા વરસાદની ઘટ છે.  તેમજ આગામી 30 અને 31 ઓગષ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં  સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત રાજયમાં વરસાદ ખેંચાતા  ખેડૂતોની હાલત કફોડી બની છે. તેમજ રાજ્યમાં ડેમોમાં પાણીની સ્થિતિ પણ ચિંતાજનક છે. જેમાં રાજયમાં 198 ડેમોમાં માત્ર 25 ટકા જેટલું  જ પાણી છે.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

રાજ્યના ડેમની સ્થિતિ પર નજર કરીએ તો, 207 ડેમમાંથી માત્ર ત્રણ જ ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. રાજ્યના 7 ડેમમાં 90 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. રાજ્યના 185 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી પાણી છે. જ્યારે ઉત્તર ગુજરાતના 15 અને કચ્છના 20 ડેમોમાં પાણીની સ્થિતિ તળિયા ઝાટક છે.

આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના અધિકારી દ્વારા જણાવાયુ છે કે, સરદાર સરોવર જળાશયમાં હાલ ૧,૫૨,૫૪૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૫.૬૬ ટકા છે.

સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, રાજયના ૨૦૬ જળાશયોમાં ૨,૮૨,૪૮૯ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૫૦.૬૮ ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૦૭ જળાશય, એલર્ટ ૫ર કુલ-૦૮ જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર-૦૬ જળાશય છે.

આ દરમ્યાન દુષ્કાળના ડાકલા વચ્ચે ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. તેવા સમયે ગુજરાતના ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. સરકારે કહ્યું દીધું કે, હાલ રાજ્યમાં સિંચાઈનું નવું પાણી નહિ છોડવામાં આવે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, હાલ નર્મદાનું પાણી આપવાનું ચાલુ છે. પીવાના પાણીની વ્યવસ્થા આપણી અગ્રીમતા છે.

સિંચાઈ માટે પાણી છોડવા અંગે એક નિવેદનમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં સિંચાઈનું નવું પાણી હાલ નહિ છોડવામાં આવે. નર્મદાનું પાણી હાલ અપાય છે, તે વિતરણ ચાલુ છે. સિંચાઈનું નવું પાણી હાલ નહિ છોડવામાં આવે. પીવાના પાણીનો પુરતો જથ્થો છે. પીવાના પાણીની વ્યવસ્થા કરવી આપણી અગ્રીમતા છે.

આ પણ વાંચો : Banaskantha : પોલીસે થરાદના ડુંવા ગામેથી નકલી નોટો સાથે બે આરોપીની ધરપકડ કરી

આ પણ વાંચો : Syndicate Bank Scam: 209 કરોડના સિન્ડિકેટ બેંક કૌભાંડમાં CBIએ ચાર્જશીટ કરી દાખલ, જાણો સમગ્ર મામલો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">