Surat : ધોરણ 8 પછી લઘુમતીના વિદ્યાર્થીઓ માટે સુમન શાળા શરૂ કરવાની માંગ સાથે મનપા કમિશ્નરને રજુઆત

|

May 07, 2022 | 5:34 PM

સુરતમાં ધોરણ 8 પછી લઘુભાષી (ઉર્દુ માધ્યમ ) વ્યવસ્થા ન હોવાથી આ બાળકો મજબૂરીમાં અભ્યાસ છોડી દેતા હોય છે.કેમ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં લઘુભાષી માટે ધોરણ 9 માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી

Surat : ધોરણ 8 પછી લઘુમતીના વિદ્યાર્થીઓ માટે સુમન શાળા શરૂ કરવાની માંગ સાથે  મનપા કમિશ્નરને રજુઆત
Surat Suman School Demand By Minority Student

Follow us on

સુરત (Surat)  મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની(Education Committee)  શાળામાં વિવિધ 8 જેટલી ભાષાઓમાં શિક્ષણ આપવામાં આવે છે. સુરત એ ગુજરાતનું મીની ભારત કહેવાય છે. કારણ કે અહીં અલગ અલગ રાજ્ય અને પ્રાંતના લોકો આવીને વસ્યા છે. જેથી તેઓને તેમની ભાષામાં જ શિક્ષણ મળી રહે તેવા તંત્રના પ્રયાસો છે.ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ધોરણ 8 પછી વ્યવસ્થા ન હોવાથી મજબૂરીમાં બાળકોને અભ્યાસ છોડી દેવો પડે છે. સુરત મહાનગર પાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં લઘુમતીના બાળકો માટે ધોરણ 8 પછી સુમન શાળા(Suman School)  શરૂ કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી હતી.

સુરત મનપાની સરકારી શાળાઓમાં અભ્યાસનું સ્તર સુધરી રહ્યું છે. જેના કારણે ખાનગી શાળાઓમાંથી પણ હવે વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. જોકે સુરત મનપા દ્વારા જે વિવિધ માધ્યમની શાળાઓ ચાલી રહી છે, તેમાં સુધારો લાવીને અભ્યાસને વધુ સુગમ કરવાની માંગ ઉઠી રહી છે. સુરતમાં ચાલતી ઉર્દુ માધ્યમની શાળાઓ માટે પણ આવી જ માંગણી થઈ છે. જેમાં હવે ધોરણ 8 પછીના વર્ગો શરૂ કરવા રજૂઆતો કરવામાં આવી રહી છે.

ધોરણ 8 પાસ કર્યા પછી બાળકો વધુ અભ્યાસ માટે અન્ય સ્કૂલોમાં ધક્કા ખાતા હોય છે

ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી ખુરશીદ અલી સૈયદ દ્વારા પાલિકા કમિશનરને આવેદનપત્ર પાઠવી એવી રજુઆત કરવામાં આવી હતી કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સઁચાલીત કેટલીક શાળાઓમાં લઘુમતી સમાજના બાળકો કુલ્લે 30 ક્લાસમાં અભ્યાસ કરે છે.ગરીબ બાળકો ખાનગી તેમજ મોંઘી સ્કૂલમાં ભણવા માટે જઈ સકતા નથી. અને ધોરણ 8 પાસ કર્યા પછી બાળકો વધુ અભ્યાસ માટે અન્ય સ્કૂલોમાં ધક્કા ખાતા હોય છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

ધોરણ 8 પછી લઘુભાષી (ઉર્દુ માધ્યમ ) વ્યવસ્થા ન હોવાથી આ બાળકો મજબૂરીમાં અભ્યાસ છોડી દેતા હોય છે.કેમ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં લઘુભાષી માટે ધોરણ 9 માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.જેથી સુમન શાળા શરૂ કરવાની તાતી જરૂરિયાત છે.જેથી આ બાળકો આગળ અભ્યાસ કરી શકે. ગરીબ બાળકો ખાનગી તેમજ મોંઘી સ્કૂલમાં ભણવા માટે જઈ સકતા નથી. અને ધોરણ 8 પાસ કર્યા પછી બાળકો વધુ અભ્યાસ માટે અન્ય સ્કૂલોમાં ધક્કા ખાતા હોય છે.

 

Published On - 4:49 pm, Sat, 7 May 22

Next Article