AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ભાજપના કોર્પોરેટરોના બૂમરાણ બાદ સ્થાયી સમિતિનો નિર્ણય, ચોમાસા પહેલા સેન્ટ્રલ ઝોનના જર્જરિત રસ્તાઓનું કરોડોના ખર્ચે સમારકામ કરાશે

સુરતમાં (Surat) દર વર્ષે ચોમાસામાં જર્જરિત રસ્તાઓના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે આ વર્ષે પહેલેથી જ સ્થાયી સમિતિ અને સામાન્ય સભાના સંકલનમાં ભાજપના કોર્પોરેટરો દ્વારા રોડ બાબતે બૂમરાણ મચાવવામાં આવી હતી.

Surat : ભાજપના કોર્પોરેટરોના બૂમરાણ બાદ સ્થાયી સમિતિનો નિર્ણય, ચોમાસા પહેલા સેન્ટ્રલ ઝોનના જર્જરિત રસ્તાઓનું કરોડોના ખર્ચે સમારકામ કરાશે
Surat Standing committee decides to repaired dilapidated roads before monsoon
Parul Mahadik
| Edited By: | Updated on: May 07, 2022 | 2:00 PM
Share

સુરતમાં (Surat) પ્રિ-મોન્સૂન કામગીરી (Pre-monsoon  Works) માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ચોમાસામાં જર્જરિત રસ્તાઓને પગલે લોકોને હાલાકી ન ભોગવવી પડે તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. જો કે સુરતમાં સમગ્ર સેન્ટ્રલ ઝોન (Central Zone) વિસ્તાર પૈકી મોટાભાગના વિસ્તારોમાં વર્ષો જૂની હાઇડ્રોલિક ડ્રેનેજ લાઇનના અપગ્રેડેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને કારણે સેન્ટ્રલ ઝોનમાં રસ્તાઓની હાલત જર્જરિત થઈ ગઇ છે. ડ્રેનેજ અને હાઇડ્રોલિક વિભાગની સતત કામગીરીને પગલે સેન્ટ્રલ ઝોન દ્વારા રસ્તાઓનું રીપેરિંગ (roads Repairing) પણ કરી શકાતું નથી. પરિણામે સ્થાનિક કોર્પોરેટરો દ્વારા ભારે બૂમો પડી રહી છે.

ભાજપના કોર્પોરેટર્સના બૂમરાણ બાદ નિર્ણય

સુરતમાં દર વર્ષે ચોમાસામાં જર્જરિત રસ્તાઓના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે આ વર્ષે પહેલેથી જ સ્થાયી સમિતિ અને સામાન્યસભાના સંકલનમાં ભાજપના કોર્પોરેટરો દ્વારા રોડ બાબતે બૂમરાણ મચાવવામાં આવી હતી. પરિણામે સ્થાયી સમિતિએ વધારાના કામ તરીકે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 24 મીટરથી ઓછી પહોળાઇના રસ્તાઓને કાર્પેટ-રીકાર્પેટ અને ટ્રેન્ચલાઇન રીપેરિંગ માટે 15.92 કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટ સોંપવાનો નિર્ણય કર્યો છે. ચોમાસા પહેલા તેની કામગીરી પૂર્ણ કરાશે તેની પણ ખાતરી કરવામાં આવશે.

જર્જરિત રસ્તાઓનું 15.92 કરોડના ખર્ચે સમારકામ કરાશે

સુરતમાં સેન્ટ્રલ ઝોનના રોડ વિભાગ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ ટેન્ડર અંતર્ગત બે એજન્સીઓની ઓફર આવી હતી. જે પૈકી લોએસ્ટ એજન્સીનું ટેન્ડર 15.92 કરોડના ખર્ચે કામ કરવાની ઓફર આપી હતી. જે સ્થાયી સમિતિ દ્વારા વધારાના કામ તરીકે એજન્ડામાં સામેલ કરી મંજૂર કરવામાં આવી.

ઓગમેન્ટેશનની કામગીરી પૂર્ણ કરવાનું આયોજન

સુરત  મહાનગરપાલિકાના સૂત્રો મુજબ, હાલ ડ્રેનેજ, હાઇડ્રોલિક વિભાગની કામગીરીને પગલે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 2.5 કિ.મી. જેટલાં અલગ-અલગ પોકેટોમાં રસ્તા ખોદાયેલા છે અને ચોમાસા પહેલાં અન્ય 14 કિ.મી. રસ્તા ખોદાણ તથા ઓગમેન્ટેશનની કામગીરી પૂર્ણ કરવાનું બન્ને વિભાગનું આયોજન છે. કોન્ટ્રાક્ટર દ્વારા ચોમાસા પહેલાં કુલ 16.5 કિ.મી. વિસ્તારમાં ટ્રેન્ચ રીપેરિંગની કામગીરી પૂર્ણ કરવાની રહેશે અને ચોમાસા બાદ રસ્તા કાર્પેટ-રીકાર્પેટની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કોન્ટ્રાક્ટ આપવાને પગલે હવે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં જર્જરિત રોડની લોકોની વ્યાપક ફરિયાદો સામે કોર્પોરેટરો કંઇક જવાબ આપી શકવાની સ્થિતિમાં ઊભા રહી શકે તેમ છે.

Follow Us
આધ્યાત્મિક આંતરિક શાંતિ, રોગમુક્તિ અને કારકિર્દીની નવી ઉત્તમ તકો
આધ્યાત્મિક આંતરિક શાંતિ, રોગમુક્તિ અને કારકિર્દીની નવી ઉત્તમ તકો
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
g clip-path="url(#clip0_868_265)">