Surat : શહેરમાં અક્ષયતૃતીયા પર ધનતેરસ જેવી ખરીદી થતા જવેલર્સ ખુશખુશાલ

જયારે યંગસ્ટર્સની (youngsters ) પસંદગીનું આર્ટીકલ ખરીદવાનું ધ્યેય ત્યારે તેઓ જવેલરી શો રૂમ પર જઈને પ્લેટીનમ પર પસંદગી ઉતારતા હોય છે. અખાત્રીજેપણ યંગસ્ટર્સે પ્લેટીનમ ગોલ્ડમિક્સ આર્ટીકલ્સની સારી એવી ખરીદી કરી છે.

Surat : શહેરમાં અક્ષયતૃતીયા પર ધનતેરસ જેવી ખરીદી થતા જવેલર્સ ખુશખુશાલ
Jewelers are happy with buying of gold on Akshay Tritaya (Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2022 | 10:14 AM

ગુજરાતમાં (Gujarat ) અખાત્રીજ એટલે વણજોયા મુહૂર્તનો દિવસ મનાતો હોવાથી અખાત્રીજે હીરા ઝવેરાતની ખરીદી માટે સૌથી ઉત્તમ (Best ) દિવસ ગણાય છે. સુરતીઓએ કોરોના (Corona ) કાળમાં વીતેલા બે વર્ષની કસર કાઢતા હોય તે રીતે સોના, ચાંદી, હીરા ઝવેરાતની ધૂમ ખરીદી કરી હતી. સુરતના અગ્રગણ્ય જવેલર્સે આપેલા અંદાજ મુજબ આજે એક જ દિવસમાં સુરતીઓએ જુદા જુદા જવેલરી શોરૂમો, ઝવેરીઓ પાસેથી 115 કરોડથી વધુ જંગી રકમનું સોનું કે દાગીના ખરીદ્યા હોવાનો અંદાજ માંડવામાં આવી રહ્યો છે. જો કે વાસ્તવિક આંકડો એકાદ બે દિવસ બાદ જ જાણી શકાશે.

મોટાભાગે ગ્રામિણ વિસ્તારોના લોકોએ લગ્નસરા માટે ખરીદી કરી

અક્ષયતૃતિયાનો દિવસ સુરતના ઝવેરીઓ,જવેલરી શો રૂમો માટે ઘરાકીથી ભરપૂર રહ્યો હતો. શહેરના જવેલરી શો રૂમો પર આજે સવારથી જ સોનું કે ઝવેરાત ખરીદવા માટે લોકોની અવરજવર જોવા મળતી હતી. છેલ્લા આઠેક વર્ષ બાદ આજનાં અક્ષય તૃતિયાએ સુરતમાં ઝવેરાત ખરીદીમાં ફુલ ઘરાકી મળી રહી છે. સારામાં સારી અક્ષય તૃતિયાની ખરીદી 2013માં જોવા મળી હતી. છેલ્લા બે વર્ષમાં તો કોરોનાકાળને કારણે આમ પણ ખરીદી નીકળી ન હતી પરંતુ, તમામ કસર કાઢી નાંખતા સુરતના લોકોએ ધૂમ ખરીદી કરી છે.

બુલિયન માર્કેટનાં જાણકાર નૈનેશ પચ્ચીગરે જણાવ્યું હતું કે અખાત્રીજ અને એમાં સોનાના ભાવમાં ઘટાડો પછી તો પૂછવાનું જ શું. સુરતના લોકોએ યથાશક્તિ પણ સારું એવું સોનું પર્વને અનુલક્ષીને શુકનવંતી ખરીદ કર્યું છે. સામાન્ય મિડલ ક્લાસ પરિવારે પણ એક ગ્રામની લગડીથી લઇને પાંચ ગ્રામ સુધીના વજનની લગડી, વીંટી કે ચેઈન, બજેટ પ્રમાણે આજે ખરીદ કરી છે. સુરત શહેરમાં આજના દિવસે અંદાજે 115 કરોડ થી વધુ જેટલું ટર્નઓવર સોના, ચાંદી, પ્લેટીનમ, હીરા ઝવેરાત વગેરેની ખરીદીમાં થવાનો અંદાજ છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

લગ્નસરાની સીઝનને અનુલક્ષીને મોટાપાયે ખરીદી

એક જાણીતા જવેલર્સે જણાવ્યું હતું કે અક્ષયતૃતિયાએ એવું નથી કે સુરતમાં પણ સમગ્ર ગુજરાતમાં જે પણ ખરીદી થઇ છે એ મોટા ભાગે આગામી લગ્નસરાની સીઝનને અનુલક્ષીને થઇ છે. આ વર્ષે પુષ્કળલગ્નો છે અને લોકો લગ્નની શુકનવંતી ખરીદી પુષ્ય નક્ષત્ર કે અખાત્રીજ જેવા પર્વે કરવાનો આગ્રહ રાખતા હોય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગ્રામિણ વિસ્તારમાંથી મોટાપાયે લોકોએ સોના ચાંદી ઝવેરાતની ખરીદી આજના પ્રસંગે કરી હોવાનું જણાય રહ્યું છે. કોરોનકાળમાં અક્ષયતૃતિયાની ખરીદી સાવ બંધ હતી પરંતુ આ વર્ષેધૂમખરીદી નીકળી છે. ગોલ્ડ, ડાયમંડ અને જડાઉમાં વેરાયટીની તેમજ પ્લેટિનમ જવેલરીની માંગ વધારે છે.

યંગસ્ટર્સપ્લેટીનમ આર્ટીકલ્સ પાછળ ઘેલા

કોરોના કાળમાં છેલ્લા બે વર્ષમાં સરકારની પ્રતિબંધિત ગાઇડલાઇનને કારણે મોલ તેમજ ક્વેલરીનાં શો રૂમો બંધ રહ્યાં હોવાને કારણે અક્ષયતૃતિયા તેમજ દિવાળીનાં તહેવારોમાં પણ લોકો સોના-ચાંદીનાં દાગીનાની મનમૂકીને ખરીદી કરી શક્યાં નહતાં. હાલમાં સોના ચાંદીના ઝવેરાતની સાથે પ્લેટિનમનું ચલણ પણ વધ્યું છે. ખાસ કરીને જયારે યંગસ્ટર્સની પસંદગીનું આર્ટીકલ ખરીદવાનું ધ્યેય ત્યારે તેઓ જવેલરી શો રૂમ પર જઈને પ્લેટીનમ પર પસંદગી ઉતારતા હોય છે. અખાત્રીજેપણ યંગસ્ટર્સે પ્લેટીનમ ગોલ્ડમિક્સ આર્ટીકલ્સની સારી એવી ખરીદી કરી છે એસિવાય ટ્રેડિશનલ મેરેજ ફંકશન માટેના દાગીનાઓ પણ વેચાયા છે.

આ પણ વાંચો :

Surat : કોર્પોરેશને ત્રણ વર્ષમાં 13 હજારથી વધુ રખડતા ઢોરોને પકડીને સવા કરોડથી વધુનો દંડ વસુલ્યો

પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા રાખવાનો આવ્યો કરુણ અંજામ, પતિએ તીક્ષણ હથિયારો વડે કરી નાખી પત્નીની હત્યા, જાણો સમગ્ર મામલો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">