Surat : કોર્પોરેશને ત્રણ વર્ષમાં 13 હજારથી વધુ રખડતા ઢોરોને પકડીને સવા કરોડથી વધુનો દંડ વસુલ્યો

મહાનગરપાલિકા (SMC) દ્વારા પ્રથમ વખત અને બીજી વખત પકડાતા રખડતા ઢોરના માલિક પાસેથી 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. આ પછી જો બેવાર પકડાઈ ગયેલ ત્રીજીવાર ઢોર પકડાય તો તેને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવે છે.

Surat : કોર્પોરેશને ત્રણ વર્ષમાં 13 હજારથી વધુ રખડતા ઢોરોને પકડીને સવા કરોડથી વધુનો દંડ વસુલ્યો
Stray Cattles Problem in Surat (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2022 | 2:49 PM

ગુજરાતના (Gujarat ) લગભગ તમામ શહેરોમાં રસ્તાઓ પર મુક્તપણે રખડતા ઢોરની મોટી સમસ્યા છે. જેના કારણે અનેક લોકો અકસ્માતનો (Accident ) ભોગ પણ બને છે. આવી સ્થિતિમાં ગુજરાત હાઈકોર્ટ(High Court )ની સૂચના પર રાજ્ય સરકારે કડક કાયદો બનાવ્યો, પરંતુ વિરોધના કારણે તેનો અમલ કરી શક્યો નહીં. જોકે મ્યુનિસિપલ કક્ષાએ આ માટેના નિયમો છે. આવી સ્થિતિમાં સુરત મહાનગરપાલિકાએ આ સમસ્યાના નિરાકરણ માટે કાર્યવાહી હાથ ધરી ત્રણ વર્ષમાં સાડા તેર હજારથી વધુ પશુઓને રસ્તા પરથી પકડીને સવા કરોડથી વધુનો દંડ વસૂલ્યો હતો.

મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર શહેરના પાલનપોર, અડાજણ, પાલ, ભટાર, મોટા વરાછા, કાપોદ્રા, કતારગામ, કોઝવે રોડ અને પાંડેસરા વિસ્તારમાં પશુપાલકો તેમના પશુઓને રસ્તા પર ખુલ્લા મુકી દે છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા તો સર્જાય છે સાથે જ લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. માર્ગો પર રખડતા પશુઓને જપ્ત કરવા અને માલિકોને દંડ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. મહાનગરપાલિકાએ પ્રાણીઓને પકડવા અને તેના માલિકો સામે કાર્યવાહી કરવાના ત્રણ વર્ષનો ડેટા જાહેર કર્યો છે.

આ આંકડાઓ મુજબ વર્ષ 2019-20 માં મહાનગરપાલિકાની ટીમ દ્વારા 5438 પશુઓ પકડાયા હતા અને માલિકો પાસેથી 41.56 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. તે જ સમયે, વર્ષ 2020-21 માં, 2939 પશુઓને પકડીને 31 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે ગત વર્ષ 2021-22માં સૌથી વધુ સાડા છ હજાર પશુઓ પકડીને પશુ માલિકો પાસેથી રૂ. 68 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

6 હજાર પશુઓ પાંજરાપોળમાં મોકલાયા

મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત અને બીજી વખત પશુના માલિક પાસેથી 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. આ પછી જો તે જ પ્રાણી પકડાય તો તેને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવે છે. ત્રણ વર્ષ દરમિયાન મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાંથી કુલ 14,792 પશુઓ પકડાયા હતા. તેમાંથી 6 હજાર પશુઓને પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા હતા. તે જ સમયે, લગભગ 9 હજાર પ્રાણીઓ તેમના માલિકો લઈ ગયા હતા

ચાર હજારથી વધુ શ્વાન પકડ્યા

રસ્તાઓ પર રખડતા પશુઓની સમસ્યાની સાથે શહેરના લોકો રખડતા કૂતરાઓથી પણ પરેશાન છે. આવા સંજોગોમાં શ્વાનની સંખ્યાને અંકુશમાં લેવા માટે પાલિકા દ્વારા નસબંધીનું આયોજન ચાલી રહ્યું છે. જે અંતર્ગત છેલ્લા સાત મહિનામાં નગરપાલિકાએ 4373 કૂતરાઓને પકડી તેમાંથી 4000 ની નસબંધી કરી હતી.માર્કેટ વિભાગના જણાવ્યા અનુસાર, કૂતરાની નસબંધી માટે 1,450 રૂપિયાનો ખર્ચ થાય છે. એટલે કે સાત મહિનામાં કૂતરાઓની નસબંધી માટે મહાનગરપાલિકાની તિજોરીમાંથી રૂ.58 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :

જુઓ આ ગુંડાઓ ખુલ્લેઆમ મારામારી કરી રહ્યા છે, સુરતમાં AAP કાર્યકરોની મારપીટથી ગુસ્સે ભરાયેલા અરવિંદ કેજરીવાલે બળાપો ઠાલવ્યો

Surat: બેદરકારીએ શ્રમજીવી પરિવારના એકના એક બાળકનો ભોગ લીધો, ઘર પાસે ખોદેલા ખાડામાંથી વીજ વાયરને અડી જતા બાળકનું કરૂણ મોત

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">