Surat : જિલ્લામાં પાણી અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો, આરોગ્ય વિભાગની કામગીરી સામે પ્રશ્નાર્થ

|

Aug 22, 2022 | 8:41 AM

જિલ્લા આરોગ્ય (Health )વિભાગ દ્વારા વાયરલ બીમારીથી બચવા લોકોને અવારનવાર સાવધ રહેવા અપીલ કરાતી હોય છે. પરંતુ યોગ્ય કામગીરી કરાતી નથી અને પાણીજન્ય રોગચાળો ગ્રામ્ય વિસ્તારોમાં ઘર કરી રહ્યો છે.

Surat : જિલ્લામાં પાણી અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો, આરોગ્ય વિભાગની કામગીરી સામે પ્રશ્નાર્થ
રાજકોટ રોગચાળાના ભરડામાં (પ્રતિકાત્મક તસવીર)

Follow us on

ચોમાસાની (Monsoon ) ઋતુ દરમિયાન સુરત જિલ્લામાં ગ્રામ્ય(Rural ) વિસ્તારમાં પાણીજન્ય(Waterborne ) રોગચાળો વકરી રહ્યો છે. મેલેરિયા, ઝાડાઊલટી, કોલેરા, ડેન્ગ્યુના દર્દીઓથી સરકારી અને ખાનગી દવાખાના ઉભરાઇ રહ્યા હોવાથી જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરી વિસ્તારમાં પાણીજન્ય રોગચાળાના અટકાયતી પગલાં લેવા માટે આરોગ્ય શાખા દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત ફોગીંગ વિગેરેની કામગીરી પણ વેગવાન બનાવવામાં આવી છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા આરોગ્ય વિભાગ એ હજુ આળસ મરોડી હોય તેમ જણાતું નથી.

જિલ્લામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો :

સુરતના પલસાણા તાલુકાના વરેલી ગામમાં મચ્છરોનો ત્રાસ ખુબ વધી ગયો હતો. જોકે આ અંગે પંચાયતને નોટિસ આપી માત્ર ફરજ પૂરી બાદ આરોગ્ય વિભાગ એ વરેલી ગ્રામ કરી સંતોષ માન્યો હોય એમ લાગી રહ્યું છે જુલાઇ માસમાં આરોગ્ય વિભાગના ચોપડે  મેલેરિયાના 32 કેસ, ડેન્ગ્યુના 7 કેસ, ઉપરાંત ઝાડા ઉલટી ના 904 કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે આ ઉપરાંત સરકારી ચોપડે ન નોંધાયા હોય તેવા કેસો તો અસંખ્ય હશે. છતાં જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓકચેરી છોડી ફિલ્ડમાં આ રોગચાળાને કાબુમાં લેવા માટે નીકળ્યા હોય તેવું  જાણવા મળ્યું નથી.

આરોગ્ય વિભાગની કામગીરી સંતોષકારક નથી :

અત્રે નોંધનીય છે કે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વાયરલ બીમારીથી બચવા લોકોને અવારનવાર સાવધ રહેવા અપીલ કરાતી હોય છે. પરંતુ યોગ્ય કામગીરી કરાતી નથી અને પાણીજન્ય રોગચાળો ગ્રામ્ય વિસ્તારોમાં ઘર કરી રહ્યો છે. જિલ્લામાં ઔદ્યોગિક વિસ્તારો ધરાવતા પલસાણા, કિમ, સાયણ, કોસંબા સહિતના વિસ્તારોમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયેલા વરસાદથી ખાબોચિયાઓમાં પોરા નાશક કામગીરી, ઘરોમાં ફોંગિંગની કામગીરી, તેમજ મચ્છરોની ઘનતાવાળા વિસ્તારોમાં વ્હીકલ માઉન્ટેન મશીનથી ફોંગિંગ કામગીરીની જવાબદારી ફક્ત દેખાડો બની ગઈ છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આરોગ્ય વિભાગ દ્વારા ગામ મચ્છરોની ઉત્પત્તિ રોકવા ચોક્કસ સ્થળો પર નિયમિત ચેકિંગ કરવામાં આવતું નથી કે પછી નોટિસો પણ ફટકારવામાં આવતી નથી. ઉપરાંત ઘરના આંગણા, ઘરમાં સ્વચ્છતા રાખવા ખાડા ખાબોચિયાઓમાં જમા થયેલ પાણીમાં બળેલું ઓઇલ નાખવા અને ત્યાં જાળવવા અંગે જાગૃતિ દાખવવામાં આવતી નથી ની ફરિયાદો ઊઠી છે. જેથી ચોમાસામાં ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળો વધુ વકરી રહ્યો હોવાનું જાણવા મળે છે. જેથી મચ્છરોની ઉત્પત્તિ ન થાય તેવા પગલાં લેવા લોકમાંગ ઉઠવા પામી છે.

Next Article