Surat: જો તમે મંગળવારે વેક્સિન લેવા જવાનો વિચાર કરતા હોવ તો આ સમાચાર જરૂર વાંચજો
21 જૂન યોગ દિવસથી ભારતભરમાં મહા વેક્સિનેશન (Corona Vaccination) કામગીરીનો આરંભ કરવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા પણ 145 રસીકરણ કેન્દ્રની સંખ્યા વધારીને 270 કરવામાં આવી હતી અને 15 હજાર વેક્સિનના ડોઝથી આ ડોઝની સંખ્યા સીધી 35 હજાર સુધી કરવામાં આવી હતી. પરંતુ આ કામગીરી માત્ર ત્રણ ચાર દિવસ માટે જ યથાવત રહી […]
21 જૂન યોગ દિવસથી ભારતભરમાં મહા વેક્સિનેશન (Corona Vaccination) કામગીરીનો આરંભ કરવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા પણ 145 રસીકરણ કેન્દ્રની સંખ્યા વધારીને 270 કરવામાં આવી હતી અને 15 હજાર વેક્સિનના ડોઝથી આ ડોઝની સંખ્યા સીધી 35 હજાર સુધી કરવામાં આવી હતી.
પરંતુ આ કામગીરી માત્ર ત્રણ ચાર દિવસ માટે જ યથાવત રહી હતી. કારણ કે તે બાદ સતત રસીકરણ કેન્દ્ર પર વેક્સિનની અછત જોવા મળી હતી. જેના કારણે લોકો ફરીવાર લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા હતા અને કેટલાક સ્થળે ઘર્ષણના બનાવો પણ બન્યા હતા. ત્યારે જો તમે મંગળવારે વેક્સિન લેવા જવાનો વિચાર કરતા હોવ તો આ સમાચાર જરૂર વાંચજો. કારણ કે સુરતમાં મંગળવારે તમામ રસીકરણ કેન્દ્રો પર વેક્સિનેશનની કામગીરી બંધ રાખવામાં આવનાર છે.
મહાનગરપાલિકા દ્વારા 40 જેટલા અર્બન હેલ્થ સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. જેમાં પણ મહત્તમ 75 જેટલા લાભાર્થીઓને જ વેક્સિન આપવામાં આવશે. નોંધનીય છે કે 21 જૂને મહારસીકરણ અભિયાનના પહેલા દિવસે જ્યારે રેકોર્ડ નોંધાયો હતો, ત્યારે દાવો કરવામાં આવ્યો હતો કે રોજના 50 હજાર ડોઝ આપવાનો ટાર્ગેટ નક્કી કરાયો હતો.
ત્યારે હવે વેક્સિનની અછતને પગલે હવે ડોઝ ઓછા કરાતા લોકોને હાલાકી પડી રહી છે. સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સેન્ટ્રલ અને અઠવા ઝોનમાં 5, વરાછા એ-બી અને લીંબાયત ઝોનમાં 5, રાંદેર ઉધના ઝોનના 6 અર્બન હેલ્થ સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે.
5 જુલાઈએ 2.99 લાખ લોકોનું રસીકરણ
રાજ્યમાં 5 જુલાઈના રોજ 2,99,680 લોકોનું રસીકરણ થયું છે જેમાં સુથી વધુ 18-45 વર્ષના 1,48,486 લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે જ કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,71,07,405 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજે થયેલા રાજ્યમાં થયેલા રસીકરણ (Vaccination in Gujarat) ના આંકડાઓ જોઈએ તો
1) 225 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 2) 8321 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 3) 45 થી વધુ ઉમરના 51,298 નાગરિકોને પ્રથમ ડોઝ, 4) 45 થી વધુ ઉમરના 85,670 નાગરિકોને બીજો ડોઝ, 5) 18-45 વર્ષ સુધીના 1,48,486 નાગરિકોને પ્રથમ ડોઝ, 6) 18-45 વર્ષ સુધીના 5680 નાગરિકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે.