Ahmedabad: ન્યુ ક્લોથ માર્કેટમાં કાપડ બજારના 40 વેપારીઓ સાથે રૂ 3.50 કરોડની છેતરપિંડી, ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સમક્ષ રજૂઆત

અમદાવાદના કાપડ બજારના 40 વેપારીઓ સાથે રૂ 3.50 કરોડની છેતરપિંડીને લઈને વેપારીઓએ સેક્ટર 2 જેસીપી ગૌતમ પરમારને રજૂઆત કરીને ન્યાયની અપીલ કરી હતી.

Ahmedabad: ન્યુ ક્લોથ માર્કેટમાં કાપડ બજારના 40 વેપારીઓ સાથે રૂ 3.50 કરોડની છેતરપિંડી, ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સમક્ષ રજૂઆત
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jul 05, 2021 | 10:36 PM

અમદાવાદના કાપડ બજારના 40 જેટલા વેપારીઓ સાથે રૂપિયા 3.50 કરોડની છેતરપિંડી (Fraud) થઈ હોવાનું બહાર આવ્યું છે, તેમાંય આઘાતજનક બાબત એ છે કે વેપારીઓ 35 ટકા સસ્તા ભાવમાં માલ વેચ્યો છે છતાં પણ પોલીસ ફરિયાદ ન લેતા આખરે મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે આ મુદ્દે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા (HM Pradipsinh Jadeja) સમક્ષ રજૂઆત કરી છે. સાથે જ સેક્ટર 2 જોઈન્ટ પોલીસ કમિશનરને આજે વેપારીઓએ જઈ રજૂઆત કરી છેતરપિંડી રોકવા કડક પગલા ભરવા અને ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

અમદાવાદના કાપડ બજારના 40 વેપારીઓ સાથે રૂ 3.50 કરોડની છેતરપિંડીને લઈને વેપારીઓએ સેક્ટર 2 જેસીપી ગૌતમ પરમારને રજૂઆત કરીને ન્યાયની અપીલ કરી હતી. વાત એવી છે કે સરદાનગરમાં રહેતા જય દલાલ ઉર્ફે જયપ્રકાશ અસનાની જે મનોહર દલાલ તરીકે ઓળખાય છે અને આઠ વર્ષથી દલાલ તરીકે સક્રિય છે. આ દલાલે ભુમી ટેકસટાઈલને ન્યુ ક્લોથ માર્કેટના લગભગ 40 વેપારીઓ પાસેથી લીધેલો માલ સસ્તા ભાવે નારોલમાં રામદેવ એસ્ટેટમાં દુકાન ધરાવતા બિલ્લુભાઈને આપ્યો છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

જગરાજ ઉર્ફે બિલ્લુભાઈને રૂપિયા દોઢથી બે કરોડનો માલ આપ્યો છે. તેઓ પૈસા આપવા તૈયાર નથી. સાથે જ ન્યુ ક્લોથમાં 107 નંબરની મારુતિ ક્રીએશન નામની દુકાન ધરાવતા મનોજ અને શ્રવણ લાહોટીને 1.64 કરોડનો માલ આપ્યો છે, તેમના જ પેમેન્ટ આવ્યા તેમાંથી પાર્ટીનો ચેક ક્લીયર કરાવ્યો છે. એટલે એજન્ટ મનોહર દલાલ અને બે વેપારીઓએ ભેગા મળી વેપારીઓ પાસેથી રૂપિયા 3.5 કરોડની છેતરપિંડી આચરી છે. જેની વિરૂદ્ધ કાર્યવાહી કરવા વેપારીઓએ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને જેસીપી ગૌતમ પરમારને રજૂઆત કરી છે.

કાપડના વેપારીઓ છેલ્લા ઘણા વર્ષોથી મનોહર ઉર્ફે મનુ દલાલને માલ હસ્તક કરોડો રૂપિયાના સોદા કર્યા છે. જોકે કોરોના પરિસ્થિતિને લઈને વેપારી પાસે માલ લઈને બીજા વેપારી ક્રેડિટ પર માલ લઈ 35 ટકા નીચા ભાવે વેચી માર્યો હોવાનું સામે આવ્યુ છે. જો કે 40 વેપારીઓએ મળીને દલાલને ભીંસમાં લીધો અને એજન્ટે ઘર વેચીને પણ પૈસા ચૂકવવાની ખાતરી આપી છે. વેપારીઓના ચેક બાઉન્સ ન જાય તે માટે ઓછા ભાવમાં પણ માલ વેચી દીધો હતો પણ હું પોલીસ સમક્ષ એફિડેવિટ લઈ માલ આપનાર વ્યક્તિઓના નામ આપીને પૈસા રિકવર કરવાની વાત એજન્ટ મનુ દલાલે કરી હતી.

જેથી વેપારીઓએ પોલીસની મદદથી આ ઠગ ટોળકીને પકડવા માટે મદદની અપીલ કરી હતી. પોલીસે પણ વેપારીઓની અરજીને લઈને આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી. ન્યુ ક્લોથ માર્કેટમાં કાપડના વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી સુઆયોજીત કાવતરૂ હોવાની પણ શંકા છે. ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ કૌભાંડને લઈને તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: Banaskantha: અનાજ કૌભાંડ મામલે સસ્તા અનાજની 20 દુકાનનાં પરવાના રદ, તંત્રની 10 ટીમે શરૂ કરી કડક તપાસ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">