AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: સિવિલમાં નવજાત બાળકના મૃત્યુ બાદ પરિવાર થયો હતો ગાયબ, માતા-પિતાને શોધતા પોલીસ ગોથે ચઢી

સુરત (Surat) સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સારવાર માટે લઈને આવેલા માતા-પિતા પુત્રના મોત બાદ ચાલ્યા ગયા હતા. જેને લઈને પોલીસ દ્વારા માતા-પિતાને શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

Surat: સિવિલમાં નવજાત બાળકના મૃત્યુ બાદ પરિવાર થયો હતો ગાયબ, માતા-પિતાને શોધતા પોલીસ ગોથે ચઢી
Baldev Suthar
| Edited By: | Updated on: May 09, 2023 | 3:33 PM
Share

સુરત (Surat) સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સિવિલમાં બાળકને સારવાર માટે લઈને આવેલા માતા-પિતા પુત્રના મોત બાદ ચાલ્યા ગયા હતા. જેને લઈને પોલીસ દ્વારા માતા-પિતાને શોધખોળ હાથ ધરવામાં આવી હતી. માતા પિતાનું એડ્રેસ પણ ટૂંકું હોવાથી પોલીસ પણ ગોથે ચડી હતી. જોકે 7 કલાક બાદ પોલીસ માતા પિતા સુધી પહોંચી હતી.

આ પણ વાંચો-Gujarati video : રાજકોટમાં લક્ષ્મણ ટાઉનશીપ આવાસ યોજનામાં પાણીની પારાયણ, રહીશો પીવાનું અને વાપરવાનું પાણી વેચાતુ લેવા મજબૂર

જન્મના ચાર દિવસ બાદ બાળકની તબિયત લથડી હતી

સુરતના સચિન હોજીવાલા વિસ્તારમાં રહેતા શુભાન્સ વર્મા પરિવાર સાથે રહે છે તેની પત્ની મમતાએ 15 દિવસ પહેલા પુત્રને જન્મ આપ્યો હતો. જેના ચાર દિવસ બાદ પુત્રને શ્વાસ લેવાની તકલીફ થઈ હતી. જેથી તેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં તેને એનઆઇસિયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો.

સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું

સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. દરમિયાન રાત્રે બાળકનું મોત થઈ ગયું હતું. પુત્રના મોતની જાણ થતા માતા પિતા પુત્રના મૃતદેહને છોડીને સિવિલ હોસ્પિટલમાંથી ચાલ્યા ગયા હતા. ડોક્ટરો દ્વારા બાળકના માતા પિતાની શોધખોળ પણ કરવામાં આવી હતી પણ તે મળી આવ્યા ન હતા. જેથી પોલીસને જાણ કરી હતી.

માતા પિતાના ટૂંકા એડ્રેસથી પોલીસ ગોથે ચડી હતી

ઘટનાની જાણ થતાં સચિન પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલમાં લખાયેલા નામ અને એડ્રેસ આધારે શોધખોળ કરવા પ્રયાસ હાથ કર્યો છે. જોકે શુભાન્સ વર્માના એડ્રેસમાં માત્ર હોજીવાલા વિસ્તાર લખ્યો હોવાથી પોલીસ પણ એને શોધવામાં ગોથે ચડી છે.

પોલીસ પણ અસમંજસમાં મુકાઈ ગઈ હતી

સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે આ બાળક મોત બાદ પણ માતા-પિતાની રાહ જોઈ રહ્યો હોય તેવી સ્થિતિ ઉદ્ભવી હતી. જ્યારે પોલીસ પણ અસમંજસમાં મુકાઈ ગઈ હતી. માતા પિતા ન મળે ત્યાં સુધી બાળકનો મૃતદેહ સાચવી રાખવો પડે તેવી સ્થિતિ બની ગઈ હતી.

7 કલાક બાદ માતા પિતા સુધી પહોંચી પોલીસ

પોલીસે મૃતક બાળકના માતા પિતાની શોધખોળ કરતા 7 કલાક બાદ મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, પુત્રના મોત બાદ માતાની તબિયત ખૂબ જ લથડી ગઈ હતી. જેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવા માટે પતિ દોડી ગયો હતો. હાલ પોલીસ પિતાને સિવિલ હોસ્પિટલ લાવી રહી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
g clip-path="url(#clip0_868_265)">