Breaking News : સુરત શહેરમાં કોલ ડ્રોપ સમસ્યા માટે જવાબદાર 80 થી વધુ સિગ્નલ બુસ્ટર ઝડપાયા
સુરત(Surat) શહેરમાં કોલ ડ્રોપ (Call Drop)અંગેની વ્યાકક ફરિયાદો ઉઠતા આ ઘટનાને લઈને મોબાઈલ કંપનીઓ પણ મૂંઝોલમાં મુકાયા હતી અને તેનું યોગ્ય નિરાકરણ લાવવા માટે કોમ્યુનિકેશન મિનિસ્ટ્રી તેમજ ટેલિ કોમ્યુનિકેશન વિભાગને ફરિયાદ કરી હતી. જેના આધારે સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં સ્થાનિક પોલીસની સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા અને 80 થી વધુ ગેરકાયદે મોબાઇલ સિગ્નલ બુસ્ટર્સ ઝડપી પાડ્યા હતા.
સુરત(Surat) શહેરમાં કોલ ડ્રોપ(Call Drop) અંગેની વ્યાકક ફરિયાદો ઉઠતા આ ઘટનાને લઈને મોબાઈલ કંપનીઓ પણ મૂંઝોલમાં મુકાયા હતી અને તેનું યોગ્ય નિરાકરણ લાવવા માટે કોમ્યુનિકેશન મિનિસ્ટ્રી તેમજ ટેલિ કોમ્યુનિકેશન વિભાગને ફરિયાદ કરી હતી. જેના આધારે સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં સ્થાનિક પોલીસની સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા અને 80 થી વધુ ગેરકાયદે મોબાઇલ સિગ્નલ બુસ્ટર્સ ઝડપી પાડ્યા હતા.
નવ દિવસમાં વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરીને 80 થી વધુ મોબાઈલ સિગ્નલ બુસ્ટર ઝડપી પાડ્યા
જેમાં કંપનીઓને ફરિયાદને પગલે મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જેમાં સલાબતપુરા, કામરેજ, ડાયમંડ નગર, અમૃત ઉદ્યોગ નગર, સરથાણા ચોક બજાર, ખટોદરા, કાપોદ્રા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા છે. કોલ ડ્રોપની સમસ્યાને ધ્યાનમાં રાખીને મોબાઈલ કંપનીઓની ફરિયાદને પગલે મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન એન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન વાયરલેસ મોનિટરિંગ સ્ટેટ અમદાવાદના ટીમ ઓફિસર સ્થાનિક પોલીસની સાથે 5 મે સુધી સુરત શહેરમાં જુદા જુદા વિસ્તારમાં દરોડા પાડ્યા છે. મહત્વનું છે કે છેલ્લા નવ દિવસમાં વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરીને 80 થી વધુ મોબાઈલ સિગ્નલ બુસ્ટર ઝડપી પાડ્યા છે.
આ પણ વાંચો : Gujarati video : વેરાવળના આછીદ્રા ગામે કુવામાંથી કોબ્રા સાપનું કરાયુ રેસ્ક્યૂ, સાપને સલામત સ્થળે ખસેડાયો
વાયરલેસ મોનિટરિંગ ટીમે પકડાયેલા 80 થી વધુ લોકોને નોટિસ ફટકારી છે ટેલીકોમ વિભાગના નિયમો અનુસાર મોબાઈલ સિગ્નલ બુસ્ટરનો ઉપયોગ કરનારા લોકો ને કોઈપણ મંજૂરી લીધા વિના તેનો ઉપયોગ કરતા હતા. જેના કારણે આસપાસના વિસ્તારમાં મોબાઇલ સિગ્નલ નહીં મળવાના કારણે લોકોને મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ ફરિયાદ કરવા પહોંચી હતી. નિયમ એવો છે કે આ કેસમાં પહેલીવાર જો કોઈ પકડાય તો તેને નોટિસ આપવાની હોય છે જ્યારે બીજી વાર આવા કેસમાં બુસ્ટરસ પકડાઈ તો બે લાખ રૂપિયાની પેનલ્ટી સુધીની જોગવાઈ પણ કરવામાં આવી છે.
આ સમગ્ર મામલે હાલ કોમ્યુનિકેશન મીનીસ્ટ્રી તેમજ ટેલિ કોમ્યુનિકેશન વિભાગ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં વિવિધ મુદ્દા માલ જપ્ત કરીને તેમને નોટિસ ફટકારવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…