Gujarati video : રાજકોટમાં લક્ષ્મણ ટાઉનશીપ આવાસ યોજનામાં પાણીની પારાયણ, રહીશો પીવાનું અને વાપરવાનું પાણી વેચાતુ લેવા મજબૂર
રાજકોટમાં (Rajkot) લક્ષ્મણ ટાઉનશીપ આવાસ યોજનામાં પાણીની ભારે સમસ્યા છે. લક્ષ્મણ આવાસમાં 11 વિંગમાં 5 હજારથી વધુ લોકો રહે છે. ત્યારે આવાસના રહીશોને પીવાનું અને વાપરવાનું પાણી વેચાતું લેવું પડતું હોવાના આક્ષેપ લગાવ્યા છે.
ભર ઉનાળે રાજકોટમાં (Rajkot) પાણીની પારાયણ જોવા મળી રહી છે. રાજકોટમાં લક્ષ્મણ ટાઉનશીપ આવાસ યોજનામાં પાણીની ભારે સમસ્યા છે. લક્ષ્મણ આવાસમાં 11 વિંગમાં 5 હજારથી વધુ લોકો રહે છે. ત્યારે આવાસના રહીશોને પીવાનું અને વાપરવાનું પાણી વેચાતું લેવું પડતું હોવાના આક્ષેપ લગાવ્યા છે. માત્ર ઉનાળામાં જ નહિ બારેમાસ પાણીની સમસ્યા હોવાનો લોકોનો આક્ષેપ છે.
રાજકોટમાં પાણી સિવાય સફાઈ સહિતની અન્ય પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ હોવાનો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે. અહી રોજ મજુરી કામ કરીને રોજી રોટી મેળવનારા લોકો વસવાટ કરે છે. ત્યારે ગરીબ લોકો વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે. સ્થાનિકોએ સમસ્યાનો ઉકેલ લાવવા મહાનગરપાલિકાને અનેક વાર રજૂઆત કરી છે. તેમ છતા ટાઉનશિપના પ્રમુખ પણ કંઈ જવાબ ન આપતાં હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…