Surat : કાપડ ઉદ્યોગ માટે જીએસટીના દરમાં ફેરબદલ કરવા ફરી માંગ, 5 ટકાનો દર કરવા કરી માંગ
Surat : કાપડ ઉદ્યોગમાંથી (Textile Industry) જીએસટીના (GST) દરમાં ફેરબદલની ફરી એકવાર માંગ ઉઠી છે. યાર્ન ઉત્પાદકોએ એક સમાન પાંચ ટકાનો દર અમલમાં મૂકવા કેન્દ્રીય કાપડ અને વાણિજય મંત્રાલયને રજૂઆત કરી છે.
Surat : કાપડ ઉદ્યોગમાંથી (Textile Industry) જીએસટીના (GST) દરમાં ફેરબદલની ફરી એકવાર માંગ ઉઠી છે. યાર્ન ઉત્પાદકોએ એક સમાન પાંચ ટકાનો દર અમલમાં મૂકવા કેન્દ્રીય કાપડ અને વાણિજય મંત્રાલયને રજૂઆત કરી છે. રો મટિરિયલ્સની 18% માં ખરીદી તેમાંથી ઉત્પાદિત યાર્ન 12 ટકાના દરે વેચવાના લીધે નુકશાન થતું હોવાનું યાર્ન ઉત્પાદકોની દલીલ છે. આવનારી જીએસટી કાઉન્સિલ આ મુદ્દે ચર્ચા થાય તેવી સંભાવના જોવાઇ રહી છે.
એક દેશ એક કરનું સૂત્ર કાપડ ઉદ્યોગ માટે બંધબેસતું નથી. આ ઇન્ડસ્ટ્રીમાં ત્રણ કરના દર જોવા મળી રહ્યા છે. યાર્ન ઉત્પાદકો પીટીએ, એમઇજી જેવા રો મટીરીયલ્સ પર 18 ટકા ટેક્સ ચૂકવે છે. ત્યારબાદ ઉત્પાદન કરેલુ યાર્ન 12% ટેક્સ પર વેચે છે. આગળ વિવર્સ યાર્નમાંથી ગ્રે બનાવી તેની પર પાંચ ટકા જીએસટી લગાવી કાપડ વેપારીને વેચે છે.
આ સમગ્ર ચેઇનમાં 12%માં યાર્ન ખરીદી પાંચ ટકા જીએસટી લગાવી કાપડ વેપારીને વેચે છે. તેમાં વિવર્સને 7 ટકાનું રિટર્ન મળે છે. પરંતુ 18% માં કાચો માલ ખરીદી યાર્ન બનાવનાર સ્પિનર્સને 12 ટકામાં યાર્ન વેચ્યા બાદ ફરકના 6% નું રિફંડ મળતું નથી.
The synthetic textile export promotion council દ્વારા આ સમસ્યા મુદ્દે કેન્દ્રીય કાપડ મંત્રાલય અને વાણિજય મંત્રાલયને રજૂઆત કરવામાં આવી છે. આ સંસ્થાના વાઇસ ચેરમેનના જણાવ્યાનુસાર અન્યાયી જોગવાઇઓને લીધે સ્પિનર્સને દરમાં અંતરને લીધે ઊભી થતી ટેક્સ ક્રેડિટનું નુકસાન ઊઠાવવું પડે છે. કારણકે જીએસટીની સિસ્ટમમાં સ્પિનરને રિફંડ ચૂકવવા બાબતે કોઈ જોગવાઈ નથી.
માર્કેટમાં ભાવના ઉતાર-ચઢાવ અને મંદી તેજીની અસર પણ થતી હોય છે. આવા મુશ્કેલીના સમયમાં spinners પર ઉત્પાદનનો બોજો વધી જાય છે. છેલ્લા ચાર વર્ષમાં સ્પિનર્સોએ હજારો કરોડનું નુકસાન વેઠ્યું છેમ તેમણે વધુમાં ઉમેર્યું છે કે કાપડ ઉદ્યોગમાં એક સમાન કર લાગુ કરવા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે.
અમીરો કોટનના કપડા પહેરે છે છતાં કોટન પર પાંચ ટકા જ્યારે જે કપડું ગરીબો વાપરે છે તે સિન્થેટિક યાર્ન પર 18 ટકા અને 12 ટકા જેવા કરના દર અન્યાયી છે તે દૂર કરવા માટે દેશભરના સ્પિનર્સ દ્વારા માંગણી કરવામાં આવી છે અને તે અંગે સરકાર યોગ્ય નિર્ણય લે તેવી અપેક્ષા છે.