AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ભેસ્તાનમાં BRTS ની બસે ત્રણને અડફેટે લીધા, એકની હાલત ગંભીર

Surat : સુરત ભેસ્તાનના સફારી કોમ્પ્લેક્ષ સામે BRTS ની બસે મહિલા સહિત ત્રણ લોકોને અડફેટે લીધા હોવાની ઘટના બની છે. બસની અડફેટે આવેલા ત્રણેય લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ(Surat Civil Hospital) ખસેડવામાં આવ્યા છે.

Surat : ભેસ્તાનમાં BRTS ની બસે ત્રણને અડફેટે લીધા, એકની હાલત ગંભીર
Baldev Suthar
| Edited By: | Updated on: Oct 13, 2023 | 11:22 AM
Share

Surat : સુરત ભેસ્તાનના સફારી કોમ્પ્લેક્ષ સામે BRTS ની બસે મહિલા સહિત ત્રણ લોકોને અડફેટે લીધા હોવાની ઘટના બની છે. બસની અડફેટે આવેલા ત્રણેય લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ(Surat Civil Hospital) ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત ત્રણ લોકો પૈકી વધુ ઈજાઓના કારણે એકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઓક્ટોબર મહિનામાં બસ દ્વારા રાહદારીઓને અડફેટમાં લેવાની આજે બીજી ઘટના બની છે. આજે  BRTS ની બસે ત્રણ લોકોને અડફેટમાં લીધા હતા. ત્રણ ઘાયલો પૈકી બે સિવિલના કોન્ટ્રાકટ કર્મચારીઓ છે. આ કર્મચારીઓ નોકરી પર જઈ રહ્યા હતા તે સમયે બનાવ બન્યો હતો. ભેસ્તાન વિસ્તારના સફારી કોમ્પ્લેક્ષ સામે આ બનાવ બન્યો હતો.

આ પણ વાંચો : Surat : ગરબે ઘુમતા હૃદયરોગના હુમલાના લક્ષણ જણાય તો સીધા સિવિલ હોસ્પિટલ પહોંચી જજો, નવરાત્રી દરમિયાન તાલીમબદ્ધ ટીમ સારવાર માટે તૈનાત મળશે

આ અગાઉ 6 ઓક્ટોબરની રાતે પણ સીટી બસે અકસ્માત સર્જ્યો હતો.આ અગાઉ સુરતના શહેરમાં અકસ્માતની વધુ એક ઘટના સામે આવી હતી. ઉધના વિસ્તારમાં સીટી બસ(City Bus)દ્વારા અકસ્માતમાં એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવાનનું મોત નીપજ્યું છે. યુવકના બસની અડફેટે કારનું મોતની ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. ઉધના વિસ્તારમાં રાત્રીના સમયે રોડ ક્રોસ કરતા એક રાહદારી બસની અડફેટે આવી ગયો હોવાનું આ કિસ્સામાં જાણવા મળ્યું હતું હતો. અકસ્માતમાં યુવકને ગંભીર ઈજાઓ પહોચી હતી જેનું સારવાર મળે તે પહેલાજ દુઃખદ મૃત્યુ નીપજ્યું હતું.

આ પણ વાંચો : Bharuch Video : અકસ્માતમાં ચાર યુવાનોના અપમૃત્યુની ઘટનામાં ટ્રક રોન્ગ સાઈડ તરફ દોડતી હોવાનું સામે આવ્યું, ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો

સુરત શહેરમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે.તાજેતરમાં ફ્લાયઓવર પર બાઈક સવારની લાપરવાહીના કારણે તેનો જીવ જોખમમાં મુકાયો હતો. બેફામ બાઈક હંકારતા યુવકે વાહન ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો. આ ઘટનાનાં Live Video  વાયરલ થયા હતા જેમાં યુવક બ્રિજ ઉપરથી નીચે પટકાતા સહેજ માટે બચી ગયો હતો. એક કર્ણ ડેશબોર્ડ કેમેરાએ આખી ઘટના કેદ કરી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનો ફટકો: ઉત્પાદનમાં મોટો કાપ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનો ફટકો: ઉત્પાદનમાં મોટો કાપ
પ્રેમ પ્રકરણમાં શખ્સે રિક્ષા સળગાવી, ગાયકવાડ હવેલીમાં ફેલાયો ફફડાટ
પ્રેમ પ્રકરણમાં શખ્સે રિક્ષા સળગાવી, ગાયકવાડ હવેલીમાં ફેલાયો ફફડાટ
ગાંધીની જન્મભૂમિ પર દારૂના વેચાણને મંજૂરી મળતા ગુજરાતમાં મોટો વિવાદ
ગાંધીની જન્મભૂમિ પર દારૂના વેચાણને મંજૂરી મળતા ગુજરાતમાં મોટો વિવાદ
મકાનમાં લાગેલી ભીષણ આગમાં 5 લોકોના ગૂંગળામણથી કરુણ મોત
મકાનમાં લાગેલી ભીષણ આગમાં 5 લોકોના ગૂંગળામણથી કરુણ મોત
સુરતની અનેક બેંકમાં રોકડની અછત ! મેરઠથી પ્લેનમાં કેશ મોકલવા માગ-Video
સુરતની અનેક બેંકમાં રોકડની અછત ! મેરઠથી પ્લેનમાં કેશ મોકલવા માગ-Video
PM મોદીના હસ્તે ગુજરાતમાં વધુ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘઘાટન થયુ
PM મોદીના હસ્તે ગુજરાતમાં વધુ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘઘાટન થયુ
નારણપુરામાં એક જ ઘરમાં 5 લોકો ગંભીર રીતે દાઝ્યા, જુઓ Video
નારણપુરામાં એક જ ઘરમાં 5 લોકો ગંભીર રીતે દાઝ્યા, જુઓ Video
ખાદ્યતેલના ભાવમાં ભડકો ! કપાસ તેલ 20 રુપિયા તો સિંગતેલ 10 રુપિયા વધ્યા
ખાદ્યતેલના ભાવમાં ભડકો ! કપાસ તેલ 20 રુપિયા તો સિંગતેલ 10 રુપિયા વધ્યા
રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા ભાઈ બહેનના મોત, જુઓ વીડિયો
રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા ભાઈ બહેનના મોત, જુઓ વીડિયો
હાઇ કેલરીવાળા આહાર લેવાનું ટાળો, ઉત્સાહ તમને ફળદાયી દિવસ તરફ દોરી જશે
હાઇ કેલરીવાળા આહાર લેવાનું ટાળો, ઉત્સાહ તમને ફળદાયી દિવસ તરફ દોરી જશે
g clip-path="url(#clip0_868_265)">