AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હમ નહીં સુધરેંગે ! અસલી પોલીસે અનેક વખત નકલી પોલીસને પકડી પાડયો, ફરીથી નકલી બની લોકોને લૂંટતો રહ્યો

અમદાવાદ શહેરમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી રૂપિયા પડાવતા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓને ઝડપી એક લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે, તો બીજી તરફ આરોપી અગાઉ 10 વખત નકલી પોલીસ બનીને લોકોને લૂંટતો હોવાથી પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

હમ નહીં સુધરેંગે ! અસલી પોલીસે અનેક વખત નકલી પોલીસને પકડી પાડયો, ફરીથી નકલી બની લોકોને લૂંટતો રહ્યો
Harin Matravadia
| Edited By: | Updated on: Oct 05, 2024 | 8:38 PM
Share

પોલીસની ઓળખ આપી અમદાવાદના એક યુવકને ડરાવી રૂપિયા પડાવતા બે આરોપી ઇમરાન પઠાણ અને ભરત કોસ્ટીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીઓએ બે દિવસ અગાઉ શહેરના સોલા વિસ્તારમાં 33 વર્ષીય ફરિયાદી રમેશ ડાંગરને ગાંજા અને દારૂના ગુનામાં વોન્ટેડ હોવાનું જણાવી 36 હજાર રૂપિયા પડાવ્યા હતા.

જો કે ફરિયાદી સમય સૂચકતા વાપરી ટ્રાફિક પોલીસની મદદ લેતા તેનો છુટકારો થયો હતો. જે બાદ સોલા પોલીસ મથકે નકલી પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જે ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

શું છે નકલી પોલીસનો ગુનાહીત ઇતિહાસ

પોલીસ બની રૂપિયા પડાવવાના ગુનામાં તપાસ કરતા હકીકત સામે આવી, કે પકડાયેલ આરોપી ઇમરાન પઠાણ વિરુદ્ધ 13 જેટલા ગુના નોંધાયા છે. જેમાંથી 10 જેટલા ગુનાઓમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી રૂપિયા પડાવતો હતો જેમાં ફરિયાદ નોંધાઈ હતી, સાથે જ ફરિયાદીની પૂછપરછમાં સામે આવ્યું કે 36,000 લીધા બાદ પણ આરોપી ફરિયાદીને એટીએમ અને પેટ્રોલ પંપ પર લઈ ગયો હતો. જ્યાં ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરી રોકડ રૂપિયા લેવા માટે દબાણ કર્યું હતું. જોકે ફરિયાદીને ટ્રાફિક પોલીસ નજરે ચડતા આરોપીઓને ચકમો આપી ફરાર થયો હતો.

શા માટે નકલી પોલીસ બની લોકોને છતરે છે

આરોપી ઇમરાન બેરોજગાર હોવાથી ઝડપથી રૂપિયા કમાવવા માટે આ પ્રકારે પોલીસના નામે અથવા નકલી અધિકારી બની રૂપિયા પડાવે છે, તો અન્ય આરોપી ભરત ઇમરાનની સાથે બહાર નીકળ્યો હતો અને ઇમરાને આ પ્રકારે કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે તાજેતરમાં સોલા સિવાય આરોપીઓએ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">