AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : 29 વર્ષીય રત્ન કલાકારે આપઘાત કરી જીવન ટુંકાવ્યુ, યુવક સતત તણાવમાં રહેતો હોવાની માહિતી

સુરતના (Surat) પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં 29 વર્ષીય ભદ્રેશ હરેશભાઈ પરમાર પરિવાર સાથે રહેતો હતો. ભદ્રેશ પરમારનો પરિવાર છેલ્લા 37 વર્ષથી સુરતમાં રહે છે. ભદ્રેશ હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો.

Surat : 29 વર્ષીય રત્ન કલાકારે આપઘાત કરી જીવન ટુંકાવ્યુ, યુવક સતત તણાવમાં રહેતો હોવાની માહિતી
Baldev Suthar
| Edited By: | Updated on: Jun 01, 2023 | 2:28 PM
Share

Surat : સુરતમાં એક 29 વર્ષીય રત્ન કલાકારે આપઘાત (Suicide) કરી જીવન ટુંકાવ્યુ છે. મળતી માહિતી મુજબ બીમારી અને પિતાના મોત બાદ સતત ટેન્શનમાં (tension) રહેતા યુવકે ઘરે જ રસોડામાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવારના નાના દીકરાના આપઘાતને લઈને પરિવારના શોકનો માહોલ છવાઇ ગયો હતો.

આ પણ વાંચો-Breaking News : કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી શુક્રવારે ગુજરાતમાં, વડોદરામાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે

રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો

સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં 29 વર્ષીય ભદ્રેશ હરેશભાઈ પરમાર પરિવાર સાથે રહેતો હતો. ભદ્રેશ પરમારનો પરિવાર છેલ્લા 37 વર્ષથી સુરતમાં રહે છે. ભદ્રેશ હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. જયારે મોટોભાઈ પણ ઘરની જવાબદારી નિભાવતો હતો અને નાનાભાઈ ભદ્રેશને મદદ કરતો હતો.

પિતાના મોત અને બીમારીના પગલે તણાવમાં રહેતો હતો

ભદ્રેશના પિતા હરેશભાઈનું બે વર્ષ પહેલા મોત થયું હતું. જેના કારણે નાના દીકરા એવા ભદ્રેશને વધુ આઘાત લાગ્યો હતો અને તણાવમાં રહેતો હતો. જ્યારે ભદ્રેશ શરીરની બીમારીને કારણે પણ ટેન્શનમાં રહેતો હતો. પરિવાર ભદ્રેશને સતત સંભાળવાનો પ્રયાસ કરતો હતો. જોકે તે ટેન્શનમાંથી બહાર આવી શક્યો ન હતો.

સાડીથી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

ગતરોજ રાત્રે પરિવાર જમ્યા બાદ ધાબા પર સુવા માટે ગયા હતા. દરમિયાન એકલતાનો લાભ લઈ ભદ્રેશે ઘરના રસોડામાં માતાની સાડીથી હુક સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સવારે માતાએ રસોડામાં જતા દીકરાને લટકતો જોઈ બૂમાબૂમ કરી હતી. જેથી પરિવારજનો દોડી આવ્યા હતા. ત્યારબાદ 108ને બોલાવતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતું.

બીજી તરફ રિલ્સ બનાવીને લાઇક્સ મેળવવાના ચક્કરમાં સુરતના (Surat) ત્રણ યુવાઓને પોલીસ સ્ટેશનના પગથીયા ચડવાનો વારો આવ્યો છે. ત્રણ સગીરો પોલીસ સ્ટેશનમાં પોતાની ભુલનો પસ્તાવો કરી રહ્યા છે. આ એ જ સગીરો છે જેમણે ગઇકાલે બાઇક પર જાહેરમાં પિસ્તોલ સાથે રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો.

પિસ્તોલ સાથેનો વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ કરીને ત્રણેયને ઝડપી પાડ્યા. તપાસમાં ખુલાસો થયો કે આ પિસ્તોલ અસલી નહીં રમકડાની છે. ત્રણેય સગીરોએ રિલ્સ બનાવીને લાઇક્સ મેળવવા માટે પિસ્તોલનો ઉપયોગ કર્યાનું સામે આવ્યું. ત્યારે પોતાની ભુલના પસ્તાવારૂપે યુવકોએ પોલીસ સમક્ષ માફી માગીને આવુ કૃત્ય ફરી નહીં કરવાની કબૂલાત કરી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">