Gujarati video : સુરતના ત્રણ યુવાનોને રિલ્સ બનાવવી ભારે પડી, પોલીસ સમક્ષ માગવી પડી માફી, જાણો શું છે કારણ
ત્રણ સગીરો પોલીસ સ્ટેશનમાં પોતાની ભુલનો પસ્તાવો કરી રહ્યા છે. આ એ જ સગીરો છે જેમણે ગઇકાલે બાઇક પર જાહેરમાં પિસ્તોલ સાથે રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો.
Surat : રિલ્સ બનાવીને લાઇક્સ મેળવવાના ચક્કરમાં સુરતના (Surat) ત્રણ યુવાઓને પોલીસ સ્ટેશનના પગથીયા ચડવાનો વારો આવ્યો છે. ત્રણ સગીરો પોલીસ સ્ટેશનમાં પોતાની ભુલનો પસ્તાવો કરી રહ્યા છે. આ એ જ સગીરો છે જેમણે ગઇકાલે બાઇક પર જાહેરમાં પિસ્તોલ સાથે રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો.
પિસ્તોલ (pistol) સાથેનો વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ કરીને ત્રણેયને ઝડપી પાડ્યા. તપાસમાં ખુલાસો થયો કે આ પિસ્તોલ અસલી નહીં રમકડાની છે. ત્રણેય સગીરોએ રિલ્સ બનાવીને લાઇક્સ મેળવવા માટે પિસ્તોલનો ઉપયોગ કર્યાનું સામે આવ્યું. ત્યારે પોતાની ભુલના પસ્તાવારૂપે યુવકોએ પોલીસ સમક્ષ માફી માગીને આવુ કૃત્ય ફરી નહીં કરવાની કબૂલાત કરી છે.
મહત્વપૂર્ણ છે કે ગઇકાલે શહેરના વેસુ VIP રોડનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ત્રણેય સગીરો બાઇક પરથી પસાર થતા દેખાતા હતા. જેમાંથી પાછળ બેઠેલા સગીરના હાથમાં પિસ્તોલ હતી. આ દ્રશ્યો જોઇને એવો આભાસ થતો હતો કે બદમાશો પર ઝનુનનું ભૂત સવાર હોય અને હથિયાર લઈ ગુનાને અંજામ આપવા જઇ રહ્યા હોય.
ઘટનાની ગંભીરતા પારખી ગયેલી પોલીસ તપાસ શરૂ કરી અને ત્રણેયને ઝડપીને તપાસ કરી. તપાસમાં પિસ્તોલ રમકડાની હોવાનો ખુલાસો થતાં પોલીસે પણ હાશકારો લીધો. જોકે આવી ભૂલ ફરી ન થાય તે માટે પોલીસે સગીરોને માફી પણ મંગાવી.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો