વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો ત્રિદિવસીય પાટીદાર બિઝનેસ સમિટનો પ્રારંભ, કહ્યુ ”દેશના સૌથી ઝડપી વિકસીત થતા શહેરોમાં સુરતનું નામ”

વડાપ્રધાન મોદીએ (Prime Minister Modi) ચૂંટણી પહેલાં પાટીદારોને આકર્ષવાના પ્રયાસોના ભાગ રૂપે એપ્રિલ મહિનામાં જ બીજી વખત પાટીદાર સમાજના (Patidar Community) લોકોને સંબોધન કર્યુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો ત્રિદિવસીય પાટીદાર બિઝનેસ સમિટનો પ્રારંભ, કહ્યુ ''દેશના સૌથી ઝડપી વિકસીત થતા શહેરોમાં સુરતનું નામ''
Prime Minister Narendra Modi inaugurated the three-day Patidar Business Summit Virtually
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 1:01 PM

સુરતમાં (Surat) ત્રણ દિવસીય વૈશ્વિક પાટીદાર બિઝનેસ સમિટનો  (Patidar Business Summit ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) વર્ચ્યુઅલ રીતે પ્રારંભ કરાવ્યો છે. સમિટમાં 15થી વધુ સેક્ટરના ઉદ્યોગકારો હાજર રહ્યા છે. આ સમિટના ઉદ્ઘાટ પ્રસંગે કરેલા સંબોધનમાં વડાપ્રધાને ગુજરાતની ખેતીને આધુનિક બનાવવા માટે આહવાન કર્યુ. સાથે જ તેમણે ન માત્ર હીરા ઉદ્યોગ પરંતુ ફુડ પ્રોસેસિંગમાં ખાસ ધ્યાન આપવાની જરુર હોવાનું જણાવ્યુ હતુ.

આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર

વડાપ્રધાને પોતાના સંબોધનની શરુઆત સુરત શહેરની પ્રશંસા સાથે કર્યા. વડાપ્રધાને જણાવ્યુ કે દેશના સૌથી ઝડપી વિકસીત થતા શહેરોમાં સુરતનું નામ છે. તેમણે કહ્યુ કે ગુજરાતને ખેતી ક્ષેત્રે આધુનિક બનાવવાની જરુર છે. ગુજરાતની જમીનોનું અધ્યયન કરવા ટીમ બનાવવા તેમણે જણાવ્યુ. વડાપ્રધાને કહ્યુ કે જ્યારે દેશને આઝાદી મળી ત્યારે સરદાર સાહેબે કહ્યું હતું કે ભારતમાં સંપત્તિની કોઈ કમી નથી. આપણે ફક્ત આપણા મન અને સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો પડશે. જ્યારે આપણે આવનારા 25 વર્ષનો સંકલ્પ લઈને આવ્યા છીએ, ત્યારે આપણે સરદાર સાહેબની આ વાત ભૂલવી ન જોઈએ

વડાપ્રધાન કહ્યુ કે છેલ્લાં 8 વર્ષમાં દેશમાં બિઝનેસ, એન્ટરપ્રાઇઝ અને ક્રિએટિવિટીમાં નવો વિશ્વાસ કેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારનો તેની નીતિઓ, કાર્યો દ્વારા સતત પ્રયાસ છે કે દેશમાં એવું વાતાવરણ ઉભું કરવું જોઈએ કે સામાન્ય પરિવારના યુવાનો પણ ઉદ્યોગસાહસિક બને અને તેમના માટે સ્વપ્ન જુએ. આજે મુદ્રા યોજના દેશના તે લોકોને પોતાનો વ્યવસાય કરવા માટે પ્રોત્સાહન આપી રહી છે, જેમણે ક્યારેય તેના વિશે વિચાર્યું પણ ન હતું. સ્ટાર્ટઅપ ઇન્ડિયાની તે નવીનતા અને પ્રતિભા પણ યુનિકોર્નના સપનાને સાકાર થતા જોઈ રહી છે, જેણે ક્યારેય બહાર નીકળવાનો રસ્તો જોયો ન હતો.

વડાપ્રધાને કહ્યુ કે કોરોના યુગના અભૂતપૂર્વ પડકારો છતાં, દેશમાં MSME ક્ષેત્ર આજે ઝડપથી વિકાસ કરી રહ્યું છે. લાખો કરોડો રૂપિયાની મદદ કરીને MSME ને લગતી લાખો નોકરીઓ બચાવી હતી અને આજે આ ક્ષેત્ર ઝડપથી નવી રોજગારીનું સર્જન કરી રહ્યું છે. દેશવાસીઓ, જે શેરીમાં નાનો વેપાર કરે છે, તે પોતાને આજે ભારતની વિકાસગાથા સાથે જોડાયેલો અનુભવે છે. પ્રથમ વખત, શેરી વિક્રેતાઓને પણ PM સ્વાનિધિ યોજનામાંથી ઔપચારિક બેંકિંગ સિસ્ટમમાં ભાગીદારી મળી છે. તાજેતરમાં અમારી સરકારે આ યોજનાને ડિસેમ્બર 2024 સુધી લંબાવી છે.

વડાપ્રધાન મોદીએ ચૂંટણી પહેલાં પાટીદારોને આકર્ષવાના પ્રયાસોના ભાગ રૂપે એપ્રિલ મહિનામાં જ બીજી વખત પાટીદાર સમાજના લોકોને સંબોધન કર્યુ. આ અગાઉ 10 એપ્રિલના રોજ પીએમ મોદીએ જૂનાગઢ નજીક આવેલા કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીના મંદિર ઉમાધામ ગાંઠીલા ખાતે મહાપાટોત્સવ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સથી હાજર રહી કડવા પાટીદારોને સંબોધન કર્યું હતું. જેમાં પાટીદાર સમાજની સમજશક્તિના વખાણ કર્યાં હતાં અને આ રીતે પાટીદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચોઃ આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાત આવશે, કમલમ ખાતે ભાજપના હોદ્દેદારોને અને અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે કાર્યકરોને સંબોધશે

આ પણ વાંચોઃ Sokhda Haridham : સ્વામી ગુણાતીત ચરણના મૃત્યુ કેસમાં મોટો ખુલાસો, સ્વામીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

Latest News Updates

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
g clip-path="url(#clip0_868_265)">