AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાત આવશે, કમલમ ખાતે ભાજપના હોદ્દેદારોને અને અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે કાર્યકરોને સંબોધશે

નડ્ડા સવારે 10 વાગ્યે ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશના હોદ્દેદારો સાથે બેઠક કરશે. આ બેઠકમાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સાંસદો, પૂર્વ સાંસદો હાજર રહેશે. કમલમ ખાતે બેઠક પૂર્ણ થયા બાદ પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. ત્યાર બાદ બપોરે 12 વાગ્યે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપના મંડળ સ્તરના કાર્યકરોના સંમેલનનું સંબોધન કરશે.

આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાત આવશે, કમલમ ખાતે ભાજપના હોદ્દેદારોને અને અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે કાર્યકરોને સંબોધશે
JP Nadda (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 3:13 PM
Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) ના પગલે રાજ્યમાં તમામ રાજકીય (Political) પક્ષોની ચહેલ પહેલ વધી ગઈ છે, પણ સૌથી વધુ મહેનત ભાજપ કરી રહ્યો છે. ભાજપ (BJP) ના કેન્દ્રીય નેતાઓના ઉપરાઉપરી ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે અને રાજ્યના જૂદા જૂદા ક્ષેત્રના મતદારોને આકર્ષવા માટે કામગીરી કરવાની સાથે આ માટેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. આ મુલાકાતો અંતર્ગત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેપી નડ્ડા (JP Nadda) અગાઉ 3 દિવસના ગુજરાત પ્રવાસે આવવાના હતા પણ તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. હવે તેઓ  ત્રણ દિવસના બદલે એક દિવસીય ગુજરાતની મુલાકાતે આવશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે ગુજરાતના પ્રવાસે આવશે. સવારે 8 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરાશે. એરપોર્ટ પર પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યપ્રધાન જે.પી.નડ્ડાનું સ્વાગત કરશે. સમગ્ર પ્રધાનમંડળ પણ અધ્યક્ષના સ્વાગત માટે હાજર રહેશે. ત્યાર બાદ સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ બાદ અમદાવાદ એનેક્ષી ખાતે પહોંચશે. ત્યાંથી 9 વાગ્યે ગાંધી આશ્રમની મુલાકાત લેશે. સવારે 10 વાગ્યે ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશના હોદ્દેદારો સાથે બેઠક કરશે. આ બેઠકમાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સાંસદો, પૂર્વ સાંસદો હાજર રહેશે. કેન્દ્રીય મંત્રીઓ પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા પણ હાજર રહેશે.

કમલમ ખાતે બેઠક પૂર્ણ થયા બાદ પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. ત્યાર બાદ બપોરે 12 વાગ્યે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપના મંડળ સ્તરના કાર્યકરો, પ્રદેશ, સેલ, મોરચાના હોદેદારોનું સંબોધન કરશે. આ ઉપરાંત 29મીએ સાંજે 4.30 વાગ્યે વડોદરામાં ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે.

આ પણ વાંચો

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઈ કેન્દ્રીય નેતાઓની અવર-જવર વધી ગઈ છે. તાજેતરમાં વડાપ્રધાન મોદી ગુજરાતના મુલાકાતે આવ્યા હતા અને આજે ફરીથી વીડિયો કોન્ફર્ન્સ મારફત સુરતમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિતનું સંબોધન કરવાના છે.

આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ તેની તૈયારીમાં લાગી છે. ત્યારે વર્તમાનમાં ગુજરાતમાં ભાજપની સત્તા છે. ભારતીય જનતા પાર્ટી ફરીથી સત્તા મેળવવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. ભાજપ જે રીતે ઉપરાઉપરી કાર્યક્રમો યોજી રહી છે તે જોતાં એવી અટકળો પણ શરૂ થઈ ગઈ છે કે રાજ્યમાં વહેલી ચૂંટણી આવે તો નવાઈ નહીં.

આ પણ વાંચોઃ Ahmedabad : સરકાર સાથે છેતરપિંડી કરનારા ઓટો ડીલરની પોલીસે ધરપકડ કરી

આ પણ વાંચોઃ  Ahmedabad : નારોલમાં બરફની ફેકટરીમાં ગેસ લિકેજ થતાં નાસભાગ મચી, ફાયર બ્રિગેડે લીકેજ પર કાબૂ મેળવ્યો

સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
g clip-path="url(#clip0_868_265)">