Sokhda Haridham : સ્વામી ગુણાતીત ચરણના મૃત્યુ કેસમાં મોટો ખુલાસો, સ્વામીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
સોખડા હરિધામમાં સ્વામી ગુણાતીત (Swami Gunatit) ચરણના મૃત્યુ કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ પોલીસે પણ તપાસનો ધમધામટ શરૂ કર્યો છે અને પોલીસે ગુણાતીત ચરણ સ્વામીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી કે અન્ય કોઈ કારણો જવાબદાર છે તે અંગે તપાસ શરૂ કરી છે. આ માટે પોલીસે બે ટીમની રચના કરી છે..
વડોદરાના(Vadodara) સોખડા હરિધામમાં(Sokhda Haridham) સ્વામી ગુણાતીત (Swami Gunatit) ચરણના મૃત્યુ કેસમાં મોટો ખુલાસો થયો છે. માહિતી પ્રમાણે ગુણાતીત ચરણ સ્વામીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. શરીરે પહેરવાના ગાતરીયા પર લટકીને સ્વામીએ આપઘાત કર્યો હતો.બુધવારે સાંતે 7.30 વાગ્યાના અરસામાં ગુણાતીત ચરણ સ્વામીએ આપઘાત કર્યો હતો.સ્વામીને આપઘાત બાદ સૌપ્રથમ પ્રભુપ્રિય સ્વામીએ જોયા હતા.આ કેસમાં પોલીસે બે સ્વામી સહિત પાંચ લોકોની પૂછપરછ કરી હતી.મહત્વનું છે કે પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં સ્વામીના ગળાના ભાગે નિશાન મળી આવ્યા હતા.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ પોલીસે પણ તપાસનો ધમધામટ શરૂ કર્યો છે અને પોલીસે ગુણાતીત ચરણ સ્વામીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી કે અન્ય કોઈ કારણો જવાબદાર છે તે અંગે તપાસ શરૂ કરી છે. આ માટે પોલીસે બે ટીમની રચના કરી છે..આ ટીમ અલગ અલગ રીતે સમગ્ર ઘટનાની તપાસ કરશે.FSLની ટીમ પણ હરિધામ સોખડા પહોંચી છે.ફોરેન્સિક એક્સપર્ટની મદદથી સ્વામીના મોતની તપાસ શરૂ કરી છે.ગુણાતીત સ્વામીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ સયાજી હોસ્પિટલમાં કરવામાં આવ્યો હતો.
બીજી તરફ વડોદરાના સોખડા હરીધામમાં સ્વામી ગુણાતીત ચરણનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે.સોખડા હરિધાન પાસે સ્મશાનમાં શાસ્ત્રોક્ત વિધિથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.મહત્વનું છે કે વડોદરાના સોખડા હરીધામમાં સ્વામી ગુણાતીત ચરણનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું.સ્વામીના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં હરીભક્તો સોખડા પહોંચી ગયા છે.જો કે સોખડા હરીધામના હરીપ્રકાશ સ્વામીએ કહ્યું હતું કે, ગુણાતીત ચરણ સ્વામીને કફ અને અન્ય બીમારી હતી. આ બીમારીના કારણે સ્વામી દેવલોક પામ્યા છે.
વડોદરાના સોખડા હરિધામ મંદિરમાં વકરેલા વિવાદ વચ્ચે સ્વામી ગુણાતીતના મૃત્યુને લઇને અનેક આશંકા પેદા થઇ છે. જેમાં પોસ્ટ મોર્ટમમાં ગળાના ભાગે શંકાસ્પદ નિશાન મળ્યા છે. જેના પગલે પોલીસની બે ટીમો અલગ અલગ રીતે તપાસ કરશે.જેમાં ગુણાતીત સ્વામીની આત્મહત્યા કે અન્ય કારણો અંગે તપાસ કરવામાં આવશે. તેમજ સ્વામીએ ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે.સોખડા હરીધામમાં સ્વામી ગુણાતીત ચરણનું રહસ્યમય સંજોગોમાં મોત થતા અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે.
બે દિવસ અગાઉ તેમણે પ્રબોધ સ્વામી પાસે બાકરોલ જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને આજે તેમનું રહસ્યમય મોત નિપજ્યું છે. અમે કલેકટરને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે હરિધામ સોખડામાં ગુણાતીત સ્વામીની અંતિમ ક્રિયા ઉપર રોક લગાવી પેનલ પોસ્ટમોર્ટમની સાથે ઉચ્ચસ્તરીય તપાસની માંગણી કરી છે.