Surat : હવે વેક્સિનેશનની કામગીરીનો હવાલો મળતા માધ્યમિક શાળાનાં કર્મચારીઓમાં રોષ
માધ્યમિક સ્ટાફ વેક્સીનેશનની(Vaccination ) કામગીરીમાં વહીવટી કામગીરીમાં જોતરવા માટે હાલ ગતિવિધિ હાથ ધરવામાં આવી છે જેની સામે સરકારી અને ગ્રાન્ટે સ્કુલોમાં ફરજ બજાવતા આચાર્ય અને શિક્ષકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યા છે.
સમગ્ર વિશ્વમાં (World ) વધી રહેલા કોરોના કેસોને જોતા રાજ્ય (State ) સરકારે કોરોના વેક્સિનેશનની (Vaccination ) કામગીરી ફરીથી ઘનિષ્ઠ બનાવવા માટેના આદેશો જાહેર કરી દીધા છે. હવે પછી વેક્સિનેશનની વહીવટી કામગીરીમાં માધ્યમિક સ્કુલોના સ્ટાફને જોડવા અંગેના સંકેતો મળતા ઉનાળુ વેકેશનમાં આવનારી વેક્સિનેશનની નવા હવાલાની કામગીરીને કારણે માધ્યમિક કર્મચારીઓમાં ભારે કચવાટની લાગણી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં આ મુદ્દે કર્મચારીઓ દેખાવો યોજે તો નવાઇ નહીં.
સમગ્ર ભારતમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. વેક્સિનેશનની કામગીરી સુરતમાં હજુ બાકી છે. અઢી લાખ જેટલા લોકો તો એવા છે જેઓ પહેલો ડોઝ લઇ ચૂક્યા છે પરંતુ, બીજા ડોઝ માટે હવે તેમને શોધવા પડે તેમ છે. 18 વર્ષથી 45 વર્ષની વયના લોકોનું પણ વેક્સીનેશન બાકી છે. બુસ્ટર ડોઝની કામગીરી પણ આવે તેવી શક્યતા છે. આમ હવે પછી મે મહિનામાં સુરત શહેર જિલ્લામાં વેક્સીનેશનની કામગીરી તંત્ર દ્વારા પૂરજોશમાં હાથ ધરી શકાય તે માટ હાલમાં સ્ટાફની ફાળવણીની કવાયત ચાલી રહી છે.
વેક્સીનેશનની વહીવટી કામગીરી માટે હાલમાં શાળા વિકાસ સંકુલના અગ્રણીઓને કામગીરી સોંપવામાં આવી છે અને તેઓને પાલિકાન સ્ટાફ દ્વારા જે કામગીરી સોંપવામાં આવે તે કરવાનું કહેવાયું છે. મળતી માહિતી મુજબ માધ્યમિક સ્ટાફ વેક્સીનેશનની કામગીરીમાં વહીવટી કામગીરીમાં જોતરવા માટે હાલ ગતિવિધિ હાથ ધરવામાં આવી છે જેની સામે સરકારી અને ગ્રાન્ટે સ્કુલોમાં ફરજ બજાવતા આચાર્ય અને શિક્ષકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યા છે. એક તરફ સ્કુલોના રિઝલ્ટ બનાવવાની કામગીરી અને તે પૂરી થાય એ પહેલા વેક્સિનેશનન કામગીરી આવી જતા તમામ અકળાયા છે.
આમ, શાળાના આચાર્યો અને શિક્ષકોનું કહેવું છે કે હાલમાં જ તેઓ પરીક્ષા અને પરિણામની કામગીરીમાંથી મુક્ત થયા છે. તેમાં હવે ફરી એકવાર વેક્સિનેશનની કામગીરી તેમના માથે સોંપવામાં આવશે તો કામનો બોજો વધશે. કારણ કે જો એકાદ મહિનો પણ આ કામગીરી ચાલશે તો જૂન મહિનામાં ફરી શાળાઓ શરૂ થશે જેથી શિક્ષકો કે આચાર્યોને વેકેશનનો સમય જ નહીં મળશે. જેથી તેઓ આ મામલે આગામી દિવસોમાં રજૂઆતો પણ કરવા જઈ રહ્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો