સુરતમાં વધુ એક વખત અંગદાન, 6 લોકોને મળ્યું નવજીવન, જુઓ વીડિયો

કોઈ પણ વ્યક્તિના મૃત્યુ બાદ તેના અંગદાનનું મહત્વ ખૂબ જ હોય છે. મૃતક વ્યક્તિના અંગદાનથી અન્ય લોકોને નવજીવન મળી શકતું હોય છે અને તેની જાગૃતિ પણ હવે લોકોમાં ધીમે ધીમે આવી રહી છે, ત્યારે સુરત શહેર ઓર્ગન ડોનેટ માટે જાણે કે એક નવી પહેલ કરતું હોય અને લોકોમાં જાગૃતતા અપાવતું હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સુરતનાં મૃત્યુ પામેલા મહિલાએ છ લોકોને નવજીવન આપ્યું.

સુરતમાં વધુ એક વખત અંગદાન, 6 લોકોને મળ્યું નવજીવન, જુઓ વીડિયો
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Nov 17, 2023 | 8:29 PM

સુરતમાંથી ફરી એક વાર અંગદાનનો કિસ્સો સામે આવ્યો છે. સુરતની BAPS હોસ્પિટલમાં એક 47 વર્ષીય મહિલા બ્રેઈન ડેડ જાહેર થયા હતા. જે બાદ તેમના શરીરના અંગોનું દાન કરવામાં આવ્યું. આ 47 વર્ષીય મહિલાનું નામ રેખા રાણા હોવાનું સામે આવ્યું છે. જેમના ફેફસા, લીવર, કિડની અને ચક્ષુનું દાન કરાયું અને 6 જેટલા લોકોને નવજીવન અપાયું.

જેમાંથી ફેફસા સાબરકાંઠાની 37 વર્ષીય મહિલાના શરીરમાં ટ્રાન્સફર કરાયા તો અંગદાન બાદ મૃતક મહિલા રેખા રાણાને હોસ્પિટલના તબીબ સહિતના સ્ટાફે સલામી આપીને વંદન કર્યું તો, આ પ્રકારે લિવર, કિડની અને કોર્નિયાની સાથે 21મી જોડી BAPS હોસ્પિટલના ડોનેટ લાઇફ તરફથી દાનમાં આપવામાં આવી.

સમગ્ર વાતને વિગતવાર જોઈએ તો સુરતમાં રહેતા રેખાબેન રાણા કે જેમની ઉંમર 47 વર્ષ છે તેમના અવસાન બાદ રેખાબેનના ફેફસા, લીવર, કીડની અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી અન્ય સમાજને પણ નવી દિશા બતાવી છે. મૃતક રેખાબેનના ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ ધનસુરા સાબરકાંઠાના રહેવાસી મહિલામાં કરવામાં આવ્યું હતું અને જેની સર્જરી અમદાવાદની સીમ્સ હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી.

મોનાલિસાએ થાઈ હાઈ સ્લિટ સ્કર્ટ અને ક્રોપ ટોપમાં મચાવી ધૂમ, જુઓ ફોટો
અંકિતા લોખંડેની પ્રેગ્નેન્સી પર જીજ્ઞા વોરાએ કર્યો ખુલાસો, કહ્યું પ્રેગનેન્ટ..
માર્કેટમાં આવી છે અવનવી ક્યુટ ઈયરિંગ્સ, જોઈને થશે ખાવાનું મન
ધીમા ચાલતા ગેસ બર્નરને મિનિટોમાં કરો સાફ, આ ટિપ્સ અપનાવો
પ્રો કબડ્ડીમાં સૌથી વધારે સુપર 10 કરનાર રેઈડર કોણ? જાણો અહીં
આજનું રાશિફળ તારીખ 28-11-2023

ફેફસાને સમયસર હવાઈ માર્ગે પહોંચાડવા બીએપીએસ પ્રમુખસ્વામી હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધીનો ગ્રીન કોરિડર કરી અમદાવાદ પહોંચાડવામાં આવ્યા હતા. મૃતક રેખાબેન રાણા કે જેઓ કિમમાં આવેલા બિસ્કીટની ફેક્ટરીમાં પેકિંગનું કામ કરતા હતા અને તેમના પતિ કીમ પોલીસ સ્ટેશન ખાતે ગ્રામ્ય રક્ષક દળમાં ફરજ બજાવે છે.

રેખાબેનને ખેંચ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે લાંબી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું. જે બાદ ડોક્ટરે તેમને અંગદાનની સલાહ આપી હતી અને સમજાવ્યું હતું. રેખાબેનનો પરિવાર અંગદાન માટે સહમત થતાં SOTTO નો સંપર્ક કરવામાં આવ્યો હતો. SOTTO દ્વારા ફેફસા અમદાવાદની સીમ્સ હોસ્પિટલ તેમજ લીવર અને કિડની અમદાવાદની IKDRC ને ફાળવવામાં આવ્યા હતા.

દાનમાં મેળવવામાં આવેલા ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ સાબરકાંઠાના ધનસુરાના રહેવાસી મહિલામાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. દાનમાં મેળવેલા લીવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદમાં રહેતા 43 વર્ષના એક વ્યક્તિમાં કરવામાં આવ્યું હતું. જ્યારે બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની IKDRC માં કરવામાં આવ્યું હતું.

સુરત થી ફેફસાને સમયસર હવાઈ માર્ગે અમદાવાદ પહોંચાડવા માટે બીએપીએસ પ્રમુખસ્વામી હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધીનો રસ્તો ગ્રીન કોરિડોર કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી અલગ અલગ અંગોના દાન કરાવીને દેશ-વિદેશના કુલ 1085 થી વધુ વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા પ્રાપ્ત કરી છે. હૃદય, ફેફસા, હાથ, નાનું આંતરડું, લીવર અને કિડની જેવા મહત્વના અંગોને દેશના અલગ અલગ શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 108 જેટલા ગ્રીન કોરિડોર પણ બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : સુરત : રખડતાં પશુઓનો આતંક યથાવત, શ્વાને 4 વર્ષના બાળક પર હુમલો કર્યો, જુઓ વિડીયો

સુરતથી ડોનેટ લાઈફ દ્વારા ફેફસાના દાન કરાવવાની 21મી ઘટના છે. સુરત એ ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીયને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાન ક્ષેત્રમાં મહત્વનું સ્થાન પણ મેળવ્યું છે. સુરત થી દાનમાં મેળવવામાં આવેલા હૃદય, ફેફસા, હાથ અને નાનું આંતરડું દેશના દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર, અમદાવાદ, બેંગ્લોર, હૈદરાબાદ, કલકત્તા જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત સુરત થી દાનમાં મેળવવામાં આવેલા હૃદય, ફેફસા અને નાના આંતરડાનું ટ્રાન્સલેટ યુક્રેઇન, રશિયા, બાંગ્લાદેશ અને સુદાન સહિતના દેશના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પિટલમાં પણ કરવામાં આવ્યા છે. સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1185 અંગો અને ટીસ્યુઓનું દાન કરવામાં આવ્યું છે, જેમાં 488 કિડની, 210 લીવર, 49 હૃદય, 42 ફેફસા, 8 પેનક્રિયાસ, ચાર હાથ, એક નાનું આંતરડું અને 383 ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ 1088 વ્યક્તિઓને નવજીવન અને નવી દ્રષ્ટિએ મળી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીનું થયુ આગમન-જુઓ વીડિયો
પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીનું થયુ આગમન-જુઓ વીડિયો
નવસારીના નિવૃત્ત PSIના પરિવારની અમેરિકામાં હત્યા
નવસારીના નિવૃત્ત PSIના પરિવારની અમેરિકામાં હત્યા
મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર
મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર
BSF જવાનનું હાર્ટએટેકથી મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય
BSF જવાનનું હાર્ટએટેકથી મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય
કેવી છે ટનલમાંં ફસાયેલા મજૂરોના પરિવારના સભ્યોની હાલત, જુઓ વીડિયો
કેવી છે ટનલમાંં ફસાયેલા મજૂરોના પરિવારના સભ્યોની હાલત, જુઓ વીડિયો
કેનાલ જમીન સંપાદન મામલે હાઈકોર્ટે બનાસકાંઠા કલેકટરનો ખુલાસો માંગ્યો
કેનાલ જમીન સંપાદન મામલે હાઈકોર્ટે બનાસકાંઠા કલેકટરનો ખુલાસો માંગ્યો
અમદાવાદઃ માલધારી સમાજે મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્યો ઘેરાવ
અમદાવાદઃ માલધારી સમાજે મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્યો ઘેરાવ
ગુજરાતમાં માવઠાંથી થયેલા નુકસાન બાદ સર્વેની કામગીરી શરૂ
ગુજરાતમાં માવઠાંથી થયેલા નુકસાન બાદ સર્વેની કામગીરી શરૂ
ચીનમાં ફેલાયેલી બીમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક
ચીનમાં ફેલાયેલી બીમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક
રેલનગરવાસીઓને અંડરબ્રિજ માટે જોવી પડશે રાહ !
રેલનગરવાસીઓને અંડરબ્રિજ માટે જોવી પડશે રાહ !
g clip-path="url(#clip0_868_265)">