Surat: પાટીદાર સમિટમાં વડાપ્રધાને પાટીદારોને કહ્યું કે ”તમે ખેડૂતોની મહેનતને ચમકાવો અને હીરાની સાથે અન્નદાતાને ઉર્જા દાતા બનાવો”

સુરતમાં (Surat) ત્રણ દિવસીય વૈશ્વિક પાટીદાર બિઝનેસ સમિટનો (Patidar Business Summit ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) વર્ચ્યુઅલ રીતે પ્રારંભ કરાવ્યો છે. સમિટમાં 15થી વધુ સેક્ટરના ઉદ્યોગકારો હાજર રહ્યા હતા.

Surat: પાટીદાર સમિટમાં વડાપ્રધાને પાટીદારોને કહ્યું કે ''તમે ખેડૂતોની મહેનતને ચમકાવો અને હીરાની સાથે અન્નદાતાને ઉર્જા દાતા બનાવો''
Global Patidar Business Summit 2022 - Surat
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 29, 2022 | 5:53 PM

સુરતમાં (Surat) સરદારધામ વિશ્વ પાટીદાર સમાજના ઉપક્રમે આજથી ત્રણ દિવસની ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022નું (Global Patidar Business Summit 2022) આયોજન કરવામાં આવ્યું છે. સુરતના સરસાણા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે 29 એપ્રિલથી 1 મે સુધી યોજાનાર આ સમિટનું ઉદઘાટન કન્વેન્શન સેન્ટરના પ્લેટિનમ હોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વર્ચ્યુલ રીતે કર્યુ હતુ. આ સાથે જ તેમણે આ સમિટમાં પાટીદારો સાથે વર્ચ્યુલ સંબોધન પણ કર્યુ હતુ. જેમાં તેમણે પાટીદારોને કહ્યુ હતુ કે ”તમે ખેડૂતોની મહેનતને ચમકાવો અને હીરાની સાથે અન્નદાતાને ઉર્જા દાતા બનાવો”

પીએમ મોદીએ સમિટનું ઉદ્ધાટન કરીને કહ્યુ કે,આધુનિક કનેક્ટિવિટીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, નવા શહેરોનું નિર્માણ, જૂના શહેરોમાં સ્માર્ટ સુવિધાઓ વિકસાવવી, દેશને જૂના નિયમો અને કાયદાઓમાંથી મુક્ત કરવો અને નવીનતા અને વિચારોનો હાથ પકડવો, આવા તમામ કાર્યો એકસાથે થઈ રહ્યા છે. પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, દેશવાસીઓ, જે શેરીમાં નાનો વેપાર કરે છે, તે પોતાને આજે ભારતની વિકાસગાથા સાથે જોડાયેલો અનુભવે છે. પ્રથમ વખત, શેરી વિક્રેતાઓને પણ PM સ્વાનિધિ યોજનામાંથી ઔપચારિક બેંકિંગ સિસ્ટમમાં ભાગીદારી મળી છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

વડાપ્રધાને કહ્યુ કે, તાજેતરમાં અમારી સરકારે PM સ્વાનિધિ યોજનાને ડિસેમ્બર 2024 સુધી લંબાવી છે. પીએમ મોદીએ પાટીદારોને ખેડૂતો માટે કામ કરવા માટે પ્રેરણા આપતા જણાવ્યુ કે, અહીં બેઠા છે તેમાંથી 90 ટકા લોકોના વડવાઓ ખેડૂતો હશે. આજે તમે અરબો ખરબોનો વેપાર કરો છો, તો ગુજરાતની ખેતીને આધુનિક બનાવો. આપણે બહારથી અનાજ નથી લાવવું પ્રાકૃતિક ખેતીમાં કામ કરો. જેમ હિરા ચમકાવો છો, એમ ખેડુતોની મહેનત પણ ચમકાવો, જે માટે ભારત સરકારે ગોબરધન પ્રોજેકટ નક્કી કર્યો છે. દરેક જિલ્લામાં 75 મોટા અમૃત સરોવર બનાવીએ.

વડાપ્રધાને પાટીદારના દીકરાઓને ટકોર કરી

વડાપ્રધાને સંબોધન કરતા આડકતરી રીતે કહ્યુ કે, પહેલાના સમયમાં ખેતરમાં પાણી પણ ન હતું, વીજળી પણ ન હતી, ત્યારે તમારા છોકરા હાલમાં તેને લઈને વિરોધ કરી રહ્યા છે. ત્યારે તેને પણ તમે સમજાવો તેવી આડકતરી રીતે ટકોર કરી હતી. વડાપ્રધાને કહ્યુ કે તમે હીરા ઉદ્યોગમાં આત્મનિર્ભર રહ્યા છો, તેની સાથે હવે ગામડાઓ તરફ આગળ વધો, ખેતી વાડીઓમાં અને ઉર્જામાં ક્રાંતિ લાવો સાથે યુવાનોની ટિમ બનાવીને ખેતી બાબતે રિસર્ચ પણ કરવામાં આવે તો અનેક નવી નીતિઓ જાણવા મળશે અને આવનારા સમયમાં મોટી ક્રાંતિ ઉભી કરી શકાશે.

આ પણ વાંચો :સ્કૂલના એક શિક્ષકના ત્રાસથી પ્રિન્સિપાલએ કર્યો આપઘાત, પોલીસે શિક્ષક વિરુદ્ધ દુષ્પ્રેરણાનો નોંધ્યો ગુનો

આ પણ વાંચો :રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓ મૃત:પાય થવાની સ્થિતિમાં, 10 વર્ષમાં 1400 ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ, ચાલુ વર્ષે 80 શાળાઓએ બંધ કરવા DEOને અરજી

g clip-path="url(#clip0_868_265)">