ભારત સરકારની ચાણક્ય નીતિ : સરકાર રશિયા પાસેથી માત્ર તેલ જ નહીં, પરંતુ ત્યાંની ઓઈલ કંપનીઓમાં પણ હિસ્સો ખરીદવા કંપનીઓને આહ્વાન

યુક્રેન પર હુમલાના વિરોધમાં યુરોપિયન અને અમેરિકન કંપનીઓ રશિયન (Russia) ઉર્જા કંપનીઓમાં તેમનો હિસ્સો વેચી રહી છે. ભારત સરકારે દેશની ઉર્જા કંપનીઓ - ONGC, BPCL, HPCLને રશિયન કંપનીમાં હિસ્સો ખરીદવા માટે વિચારણા કરવા કહ્યું.

ભારત સરકારની ચાણક્ય નીતિ : સરકાર રશિયા પાસેથી માત્ર તેલ જ નહીં, પરંતુ ત્યાંની ઓઈલ કંપનીઓમાં પણ હિસ્સો ખરીદવા કંપનીઓને આહ્વાન
PM Modi, vladimir putin*(File image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 12:55 PM

યુક્રેન (Russia-Ukraine crisis) પર હુમલાને કારણે રશિયા પર તમામ પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. યુરોપિયન કંપનીઓએ રશિયામાં જે રોકાણ કર્યું છે તેમાં તે પોતીની હિસ્સેદારી વેચી રહી છે. આવી સ્થિતિમાં, મોદી સરકારે સાર્વજનિક ક્ષેત્રની ઉર્જા કંપનીઓને રશિયન તેલ કંપનીઓ (India Russia relation)માં હિસ્સો ખરીદવા માટે કહ્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, પ્રતિબંધો હેઠળ, યુરોપિયન તેલ અગ્રણી બીપી રશિયન ઓઇલ કંપની રોઝનેફ્ટમાં તેનો હિસ્સો વેચવા માંગે છે. સરકારે રાજ્ય સંચાલિત ઊર્જા કંપનીઓને આ હિસ્સો ખરીદવા અપીલ કરી છે. રોઝનેફ્ટમાં BP 19.75 ટકા હિસ્સો ધરાવે છે. પેટ્રોલિયમ મંત્રાલયે ગયા અઠવાડિયે ઓએનજીસી વિદેશ લિમિટેડ, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ રિસોર્સ લિમિટેડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમની પેટાકંપની પ્રાઈઝ પેટ્રોલિયમ લિમિટેડ, ઓઈલ ઈન્ડિયા અને ગેઈલ ઈન્ડિયા સાથે આ સંબંધમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. પેટ્રોલિયમ મંત્રાલયે આ સંબંધમાં રોઇટર્સ દ્વારા મોકલવામાં આવેલા મેઇલનો જવાબ આપ્યો નથી.

યુક્રેન પર રશિયાની કાર્યવાહીનો પશ્ચિમી દેશોએ વિરોધ કર્યો છે. જો કે ભારતે ક્યારેય રશિયા વિરુદ્ધ કોઈ નિવેદન આપ્યું નથી. ભારત તેની જરૂરિયાતના 85 ટકા તેલની આયાત કરે છે. ભારતને દરરોજ 50 લાખ બેરલ તેલની જરૂર છે. દરરોજ 60 મિલિયન રિટેલ યુઝર્સ પેટ્રોલ પંપ પર પહોંચે છે.

BP CEO પુરીને મળ્યા હતા

માર્ચ મહિનામાં યુરોપિયન ઓઈલ જાયન્ટ બીપીના સીઈઓ બર્નાર્ડ લૂની પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીને મળ્યા હતા. આ બેઠક બાદ રોસનેફ્ટમાં હિસ્સો ખરીદવાની ચર્ચા જોરમાં છે. બીપીએ આ સમાચાર પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.

આ પણ વાંચો

સાખાલિન પ્રોજેક્ટ-1માં પણ હિસ્સો ખરીદવાની વાત

અહેવાલ મુજબ, તેલ મંત્રાલયે ઓઇલ અને નેચરલ ગેસ કોર્પોરેશનની વિદેશી રોકાણ શાખા OVLને Sakhalin-1 પ્રોજેક્ટમાં એક્ઝોન મોબિલ કોર્પનો 30 ટકા હિસ્સો ખરીદવા માટે વિચારણા કરવા જણાવ્યું હતું. Exxon Mobil Corporation એ અમેરિકન બહુરાષ્ટ્રીય તેલ અને ગેસ કંપની છે. Sakhalin-1 રશિયાના દૂર પૂર્વમાં સ્થિત છે. અહીંથી અમેરિકા, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને થાઈલેન્ડ જેવા દેશોમાં તેલની નિકાસ થાય છે. અહીં દૈનિક ધોરણે 2.73 લાખ બેરલ તેલનું ઉત્પાદન થાય છે. 1 માર્ચના રોજ, એક્ઝોને કહ્યું કે તે રશિયામાંથી સંપૂર્ણ રીતે બહાર નીકળી જશે અને તેનું $4 બિલિયન રોકાણ વેચશે.

OVL એ Vankorneft માં 26% હિસ્સો ધરાવે છે

ONGC વિદેશ લિમિટેડ Vankorneftમાં 26 ટકા હિસ્સો ધરાવે છે. તે પશ્ચિમ સાઇબેરીયન ક્ષેત્રમાં સ્થિત છે. આ સિવાય ઓઈલ ઈન્ડિયા, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, BPRL અને BPCLનું એક એકમ વાનકોર્નેફ્ટમાં 23.9 ટકા હિસ્સો ધરાવે છે. કન્સોર્ટિયમ પાસે પૂર્વ સાઇબિરીયામાં તાસ-યુર્યાખમાં પણ 29.9 ટકા હિસ્સો છે.

ડિસ્કાઉન્ટ પર ખરીદવાની તૈયારી

એક સ્ત્રોતને ટાંકીને એવું પણ જાણવા મળ્યું છે કે ભારતીય કંપનીઓ ડિસ્કાઉન્ટ પર રશિયન એસેટ ખરીદવાનું વિચારી રહી છે. તેને સ્ટ્રેસ સેલ તરીકે જોવામાં આવી રહ્યું છે જ્યાં ઘણું જોખમ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">