સ્કૂલના એક શિક્ષકના ત્રાસથી પ્રિન્સિપાલએ કર્યો આપઘાત, પોલીસે શિક્ષક વિરુદ્ધ દુષ્પ્રેરણાનો નોંધ્યો ગુનો
સ્કૂલના એક શિક્ષકના ત્રાસથી પ્રિન્સિપાલએ આપઘાત કર્યો હોવાની ધટના સામે આવી છે. બાવળાના શિયાળ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલએ ઝેરી દવા પી આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે.
Ahmedabad: સ્કૂલના એક શિક્ષકના ત્રાસથી પ્રિન્સિપાલએ આપઘાત (suicide) કર્યો હોવાની ધટના સામે આવી છે. બાવળાના શિયાળ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલએ ઝેરી દવા પી આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. બાવળા પોલીસે શિક્ષક ટીના ભરવાડ વિરુદ્ધ દુસ્પ્રેરણા ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. બાવળા ગામમાં આવેલ શિયાળ 2 પ્રાથમિક શાળામાં વર્ષ 2015થી પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા પ્રકાશભાઈ નાઈએ 22 માર્ચના રોજ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પ્રિન્સિપાલ પ્રકાશભાઈ છેલ્લા 3 વર્ષથી ટેન્શનમાં રહેતા હતા. જેનું કારણ સ્કૂલમાં સવારની પાળીમાં શિક્ષક તરીકે ટીના ભરવાડ ફરજા બજાવતા હતા.
જ્યારે ટીના ભરવાડના પત્ની અલકા ભરવાડ બપોરની પાળીમાં શિક્ષક તરીકે નોકરી આવતા હતા. એક જ પાળીમાં દંપતી શિક્ષક નોકરી આવવા માટે પ્રિન્સિપાલ ટોર્ચર કરતા હતા. જો કે પ્રિન્સિપાલ દ્વારા ઉપરી અધિકારી રજુઆત સારું કહ્યું હતું છતાં પણ શિક્ષક ટીના ભરવાડ પ્રિન્સિપાલને ધમકી આપી બીભત્સ ગાળો આપતો હતો જેથી અસહ્ય કંટાળી પ્રકાશભાઈ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રકાશભાઈની પત્નીએ ફરિયાદ માં જણાવ્યું છે.
ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આજથી એક મહિના પહેલા શિક્ષક ટીના ધનાભાઈ ભરવાડ શાળામાં શાળાના સમય કરતાં લેટ આવતાં પ્રિન્સિપાલ પ્રકાશ નાઈએ કારણ પૂછતાં ટીના ભરવાડે કહેલ કે, તું મને કોણ પૂછવા વાળો મારી મરજી હશે ત્યારે આવીશ અને જઈશ. જો તે કોઈ ખીટખીટ કરી છે તો તારે જીવથી હાથ ધોવાનો વારો આવશે. અને આ શાળા માંથી બીજા ક્યાંય નહીં જાય સીધો ઉપર જતો રહીશ કહીને ધમકી આપી ઝઘડો કર્યો હતો. જે બાદ પ્રિન્સપ્રાલ માનસિક તણાવ આવી જતા અચાનક તબિયત બગડતા પ્રકાશભાઈના પત્ની તેમને સારવાર માટે અમદાવાદ લઈ આવ્યા હતા. અહીંયા ડોકટર બતાવી તબિયતમાં સુધારો ન થતા પ્રકાશ ભાઈને પોતાના વતન પાલનપુર વાસણા લઈ ગયા હતા. જ્યાં ત્રણ ચાર દિવસ દાખલ કરવામાં આવ્યા હતા. જે પછી પ્રકાશ ભાઈના પત્ની નીલમબેનએ ટીના ભરવાડ વિશે પરિવાર જાણ કરતા કાયદેસર કાર્યવાહી કરવાનું કહ્યું હતું. પરતું પ્રકાશ નાઈએ ટીના ભરવાડના ડરથી ફરિયાદ કરવાની ના પાડી હતી.
20 માર્ચના રોજ પ્રિન્સપ્રાલ પ્રકાશ નાઈ સ્કૂલમાં હાજર થવાનું હોવાથી સ્કૂલે ગયા હતા. જે બાદ 21 માર્ચના રોજ પ્રકાશ ભાઈ તબિયત સારી ન હતી જે સતત વિચારો કરી રહ્યા હતા. જેથી પત્ની નિલેમબહેન પૂછ્યું તમને ડર લાગે છે તો તેઓ કહેલ કે ટીનાથી મને ડર લાગે છે એમ કહી સ્કૂલે ગયા હતા. સાંજે ઘરે આવ્યા ત્યારે સ્વસ્થ જણાતા ન હતા ત્યારે આખી રાત્રે સૂતા ન હતા. 22મી તારીખે સવારે તૈયાર થઈ સ્કૂલ જવાના હતા અને ત્યારે 10 વર્ષના દીકરા ખુશ સામે રડી ગયા હતા અને કહ્યું કે, મારે શાળામાં જવું નથી આપડે ફરી વતન જતા રહીએ અને સ્કૂલમાંથી રાજીનામુ આપી દવું.
કારણકે મારે નોકરી વગર ચાલશે પણ તમારા વગર નહિ ચાલે એમ કહેતા ભગવાન બધું સારું કરી દેશે એમ કહી સ્કૂલ જતા રહ્યા હતા. જે પછી પ્રકાશભાઈ ઝેરી દવા પી પત્ની નીલમબેન વિડ્યો કોલ કર્યો અને કહ્યું કે, ટીના ભરવાડ ત્રાસ સહન થતો નથી જેથી આ પગલું ભર્યું છે. હું ટીના વિરુદ્ધમાં કઈક કરવા જવું તો મને તમારા લોકોની ચિંતા થતી હોવાથી આ પગલું ભર્યું છે. જે બાદ બાવળા પોલીસેમાં ટીના ભરવાડ વિરુદ્ધ દુસ્પ્રેરણા ગુનો નોંધતા જ શિક્ષક ટીના ભરવાડ ફરાર થઈ ગયા છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો