સુરત ટેકસટાઇલ સીટી તરીકે જાણીતું છે એ તો સૌ કોઇ જાણે છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે ટેકસટાઇલ અને ડાયમંડ ઉધોગ સિવાય એવા ઘણા નાના નાના હસ્તઉધોગોની સુરત જનની રહ્યું છે. હાલ સમય બદલાયો છે અને સમયની સાથે ઘણી બધું વસ્તુઓ પણ બદલાઈ છે. અમે વાત કરી રહ્યા છે સુરતના ખાટલી વર્ક એટલે કે જરદોષી વર્કની. પહેલા આ ખાટલી વર્ક પરંપરાગત અને ટ્રેડિશનલ કપડાં પર જ કરવામાં આવતું હતું પણ હવે આ વર્ક વેસ્ટર્ન કપડાં પર પણ કરવામાં આવે છે.
જોકે સુરતમાં (Surat ) હવે આ જરદોષી વર્કના (Jardoshi Work ) કારીગરો ખૂબ ઓછા જોવા મળે છે કારણકે આ કામ ખુબ જ અઘરું અને મહેનત તેમજ સમય માંગી લે તેવું છે. જેથી હવે આ કામને જલ્દીથી કોઈ શીખતું પણ નથી, છતાં પણ હજુ પણ આ ટ્રેડિશનલ વર્ક કરનારો આખો એક અલગ વર્ગ છે.
જરદોષી વર્ક અને ખાટલી વર્ક (Khatli Work ) એટલે એક ખાટલા ઉપર કોઈપણ કાપડને મૂકીને તેના પર જરીના તારનો ઉપયોગ કરીને હાથથી કરવામાં આવતુ હેન્ડ વર્ક. એક સમયે સુરતમાં કાદરશાની નાળ વિસ્તારમાં મોટી સંખ્યામાં બંગાળી કારીગરો દ્વારા આ વર્ક કરવામાં આવતું હતું. ત્યાં મોટી સંખ્યામાં આ વર્ક માટેના અલગ કારખાના હતા પરંતુ સમય વીતતાં ખાટલી વર્કનું ચલણ ઘટતું ગયું અને તેના કારીગરો પણ ઓછા થતા ગયા.
જો કે તે સમયે આ વર્ક માત્ર પરંપરાગત સાડી પર કે ચણીયા ચોલી પર કરવામાં આવતું હતું. જો કે હવે આ વર્ક ટ્રેડિશનલ કપડાંની સાથે વેસ્ટર્ન કપડા ઉપર પણ કરવામાં આવી રહ્યું છે . ફરી એકવાર આ જરદોષી ખાટલી વર્કનું ચલણ વધ્યું છે. હવે જમાનો ઓનલાઇન વસ્તુઓનો છે .લોકોને બધી જ વસ્તુઓ કુર્તા, સાડી કે પછી અન્ય કપડાં હોય ઓનલાઈન મળી જાય છે .જેથી હવે લોકો તેના કરતાં કંઈક અલગ ખરીદવાનું વિચારે છે અને તેથી જ હવે લોકો સાદી કુર્તી કે સિમ્પલ બ્લાઉઝ હોય તેના પર જરદોષી વર્ક પણ કરાવતા હોય છે.
જો કે આ ખાટલી વર્ક ના કારીગરો હવે ખૂબ જ ઓછા બચ્યા છે. જે પહેલા જુના કારખાના હતા તે હવે બંધ થઈ ગયા છે .આ કામ માટે ના કારીગરો મોટાભાગે બંગાળ, યુપી અને બિહારથી આવતા હોય છે.અને ત્યાં પરંપરાગત રીતે આ કામ થતું હોય છે.ખાસ કરીને જરદોષી વર્ક માં મુસ્લિમ કારીગરો નું પ્રભુત્વ વધુ હોય છે.
આ પણ વાંચો :