સુરતમાં TRB જવાનોમાં વિવાદી પરિપત્રને લઈને ઉકળતા ચરુ જેવી સ્થિતિ પણ કાર્યવાહીના ડરે બધા મૌન!

સુરતમાં ટ્રાફિક પોલીસને મદદ કરવા માટે ભરતી કરાયેલા ટ્રાફિક જવાનો તેમની કામગીરીને લઈને વિવાદમાં રહ્યા છે પણ હવે આજ TRB જવાનો માટે ટ્રાફિક પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા એક પરિપત્રને કારણે શહેરના TRB જવાનોમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિનો માહોલ જોવા મળી રહ્યો છે. પાછલા કેટલાક મહિનાઓથી રૂપિયાની લેતી દેતી અને અન્ય વિવાદોને કારણે સુરતના […]

સુરતમાં TRB જવાનોમાં વિવાદી પરિપત્રને લઈને ઉકળતા ચરુ જેવી સ્થિતિ પણ કાર્યવાહીના ડરે બધા મૌન!
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 26, 2020 | 9:06 PM

સુરતમાં ટ્રાફિક પોલીસને મદદ કરવા માટે ભરતી કરાયેલા ટ્રાફિક જવાનો તેમની કામગીરીને લઈને વિવાદમાં રહ્યા છે પણ હવે આજ TRB જવાનો માટે ટ્રાફિક પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા એક પરિપત્રને કારણે શહેરના TRB જવાનોમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિનો માહોલ જોવા મળી રહ્યો છે. પાછલા કેટલાક મહિનાઓથી રૂપિયાની લેતી દેતી અને અન્ય વિવાદોને કારણે સુરતના ટ્રાફિક બ્રિગેડના જવાનોની કામગીરી ચર્ચામાં આવી હતી પણ અમુક ભ્રષ્ટાચારી ટ્રાફિકના જવાનોને કારણે દરેકને ભોગવવાનો વારો આવ્યો છે એવી ચર્ચા ઉઠી છે.

Surat ma TRB javano ma vivadi paripatra ne lai ne ukadta charu jevi sthiti pan karya vahi na dare badha maun

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વાત જાણે એમ છે કે હવેથી ટ્રાફિક બ્રિગેડના જવાનોએ ભરતી થવા માટે 10 હજાર ડિપોઝીટ જમા કરાવવાની રહેશે. જે પહેલા 20 હજાર હતી પણ તેમાં પણ વિરોધનો સુર વ્યક્ત થતાં ડિપોઝીટની રકમ ઘટાડવામાં આવી હતી. હવે આ જવાનોએ 10 મહિનામાં 600 રૂપિયાના હપ્તા સાથે આ રકમ જમા કરાવવાની રહેશે. નોંધનીય છે કે આ TRB જવાનોને સરકાર 300 રૂપિયાનું માનદ વેતન આપે છે. તેવામાં હવે જો આ જવાનો જો એક દિવસ પણ ગેરહાજર રહેશે તો 300 રૂપિયા વેતનની સાથે બીજા 100 રૂપિયા ડિપોઝિટની રકમમાંથી કપાત કરી લેવામાં આવશે. આ ઉપરાંત જો TRBનો જવાન એક વર્ષની અંદર નોકરી છોડે તો તેને ડિપોઝિટની રકમ પણ મળવાપાત્ર રહેશે નહીં.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પરિપત્રનો વિરોધ એટલે જોવા મળી રહ્યો છે કે અમુક ભ્રષ્ટાચારી જવાનોને લીધે જે લોકો ખરેખર રોજીરોટી રળવા સુરતના અંતરિયાળ ગામોમાંથી આવે છે, તેમના માટે મુશ્કેલી ઉભી થઈ છે. પરિવાર માટે નજીવી રકમ કમાતા આવા જવાનોને ડિપોઝીટ અને કપાતના આ નવા નિયમ સામે નારાજગી છે પણ કાર્યવાહીના ડરે તેઓ કંઈ બોલી શકતા નથી. તેવામાં આ પરિપત્ર પર ફેરવિચારણા કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">