સુરતનાં હજીરા ખાતે આવેલી લાર્સન એન્ડ ટુબ્રો કંપનીએ ગ્લોબલ ફ્યુઝન પ્રોજેક્ટ માટે ક્રાયોસ્ટેટનું ઉત્પાદન કરીને મેળવી મોટી સફળતા, દુનિયાની સહુથી મોટી સ્ટેનલેસ સ્ટીલની 650 ટન વજનની હાઈ વેક્યુમ પ્રેશર ચેમ્બર તૈયાર કરી
ભારતની અગ્રણી એન્જીનીયરીંગ, નિર્માણ, ટેકનોલાજી, ઉત્પાદન અને નાંણાકિય સેવાઓ પુરી પાડતી કંપની લાર્સન એન્ડ ટુબ્રોએ દુનિયામાં સૌથી મોટી સ્ટેનલેસ સ્ટીલની બનેલી હાઈ-વેક્યુમ પ્રેશર ચેમ્બર ક્રાયોસ્ટેટની સૌથી જટીલ અને અંતિમ એસેમ્બલીને લીલી ઝંડી આપી છે. આંતરરાષ્ટ્રીય સ્તરનાં ન્યૂક્લીયર ફ્યૂઝન ક્ષેત્રમાં આ સીમાચિન્હ સફળતા ગણવામાં આવે છે તો મેક ઈન ઈન્ડિયાની પહેલ માટે પણ ગર્વની વાત છે. […]
ભારતની અગ્રણી એન્જીનીયરીંગ, નિર્માણ, ટેકનોલાજી, ઉત્પાદન અને નાંણાકિય સેવાઓ પુરી પાડતી કંપની લાર્સન એન્ડ ટુબ્રોએ દુનિયામાં સૌથી મોટી સ્ટેનલેસ સ્ટીલની બનેલી હાઈ-વેક્યુમ પ્રેશર ચેમ્બર ક્રાયોસ્ટેટની સૌથી જટીલ અને અંતિમ એસેમ્બલીને લીલી ઝંડી આપી છે. આંતરરાષ્ટ્રીય સ્તરનાં ન્યૂક્લીયર ફ્યૂઝન ક્ષેત્રમાં આ સીમાચિન્હ સફળતા ગણવામાં આવે છે તો મેક ઈન ઈન્ડિયાની પહેલ માટે પણ ગર્વની વાત છે.
દુનિયાનાં સહુથી જટીલ સંશોધન પ્રોજેક્ટ પૈકીનાં એકમાં ફ્યુઝન પાવરની મોટા પાયે સંભવિતતા પ્રદર્શિતતા કરવા તરફ દોરી જશે. વળી એનાથી આત્મનિર્ભર ભારત તરફ અગ્રેસર થવામાં પણ ભારતને મદદ મળી રહેશે. L&Tનાં હેવી એન્જિનીયરિંગ વ્યવસાયો 2012માં આ પ્રતિષ્ઠિત કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. આ મહત્ત્વાકાંક્ષી મેગા વૈજ્ઞાનિક પ્રોજેક્ટ માટે ભારતીય ભાગીદારીની સંપૂર્ણ જવાબદારી પરમાણુ ઊર્જા વિભાગની પાંખ ITER ઇન્ડિયાની છે. ભારત ફ્રાંસના કેડરેચમાં 20 અબજ ડોલરના ઇન્ટરનેશનલ થર્મોન્યૂક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર (ITER) પ્રોગ્રામમાં ફંડ આપતા દુનિયાનાં અગ્રણી સાત દેશોમાં સામેલ છે. આ વિશ્વનાં સૌથી મોટા સંશોધન પ્રોજેક્ટ પૈકીનો એક છે, જે ફ્યુઝન પાવરની વૈજ્ઞાનિક અને ટેકનિકલ વ્યવહારિક ક્ષમતા પ્રદર્શિત કરશે.ક્રાયોસ્ટેટ અત્યાર સુધી બનેલું સૌથી મોટું વેક્યુમ પાત્ર છે, જેનો ડાયામીટર 29.4 મીટર, ઊંચાઈ 29 મીટર અને વજન 3,850 એમટી છે.
માર્ચ, 2020માં અપર સિલિન્ડર પણ ડિલિવર કર્યું છે. છેલ્લો પાર્ટ ટોપ લિડ સેક્ટર્સ જુલાઈ, 2020માં હજીરાથી રવાના થશે. L&T હેવી એન્જિનીયરિંગ માટે આ પ્રોજેક્ટ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે – પ્રથમ, L&T હજીરામાંથી તમામ સબએસેમ્બલી સેક્શનોનું ઉત્પાદન અને શિપિંગ, બે, ફ્રાંસમાં પ્રોજેક્ટ સાઇટ પર મોટી એસેમ્બલીઓમાં ક્રાયોસ્ટેટ સેક્શનનું એસેમ્બલિંગ કરવા કામચલાઉ વર્કશોપ ઊભી કરવી અને ત્રણ ટોકામાક રિએક્ટર બિલ્ડિંગની અંદર ક્રાયોસ્ટેટનું સંકલન કરવું.ક્રાયોસ્ટેટ રિએક્ટર વેક્યુમ પાત્ર અને સુપરકન્ડક્ટિંગ મેગ્નેટની આસપાસ વેક્યુમ-ટાઇટ કન્ટેઇનર ઊભું કરશે તથા અતિ મોટા રેફ્રિજરેટર તરીકે કામ કરશે. દુનિયાનાં સૌથી મોટા સ્ટેઇનલેસ-સ્ટીલ, હાઈ-વેક્યુમ, પ્રેશર ચેમ્બર ક્રાયોસ્ટેટનો સૌથી મોટો અને સૌથી ભારે રિએક્ટર બેઝ ટોકામાક ઘટક રિએક્ટરનો બાકીનો હિસ્સો ધરાવશે.