Surat: બાળકોમાં નાનપણથી જ ટ્રાફિક સેન્સ કેળવવા 10.27 કરોડના ખર્ચે તૈયાર કરાશે કિડ્સ સીટી, જાણો વિગત

Surat: કિડ્સ સીટીના આઉટર એરિયાને પણ ખાસ પ્રકારના આકર્ષક લાગે તેવા ઇન્ટિરિયર સાથે તૈયાર કરવામાં આવશે. કિડ્સ સીટીના અંદરના ભાગે વિવિધ એક્ટિવિટી અને ઇન્ડોર ગેમ્સનો સમાવેશ કરાયો છે.

Surat: બાળકોમાં નાનપણથી જ ટ્રાફિક સેન્સ કેળવવા 10.27 કરોડના ખર્ચે તૈયાર કરાશે કિડ્સ સીટી, જાણો વિગત
Surat Kids City Project
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Nov 16, 2021 | 1:55 PM

સુરતમાં (Surat) ટ્રાફિકની સમસ્યા (Traffic problem) દિવસે ને દિવસે વધી રહી છે. તેવામાં સુરતીઓમાં ટ્રાફિક સેન્સ પણ કેળવાય તેમજ અકસ્માતના કેસ પણ ઘટાડી શકાય તેના માટે શહેરનાં બાળકો અને વિદ્યાર્થીઓને અંગે નોલેજ આપવામાં આવે તો તેઓ નાનપણથી જ ટ્રાફિકના નિયમો વિશે જાણી અને શીખે. તે માટે સુરત મહાનગર પાલિકાએ એક અનોખા પ્રોજેક્ટનું આયોજન કર્યું છે.

જેની કામગીરી પણ ઝડપથી આગળ વધી રહી છે. શહેરના અઠવા ઝોન વિસ્તારમાં planning of road safety education હેઠળ કિડ્સ સિટી (Kids City) બનાવવામાં આવી રહી છે. મજુરા વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 9 ફાઇનલ પ્લોટ નંબર 186 માં કુલ 4240 ચોરસ મીટર જગ્યામાં આ પ્રોજેક્ટ સાકાર કરવામાં આવી રહ્યો છે.

કુલ 10.27 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ સાકાર થશે. બેચમાં પ્રોજેક્ટ સાકાર કરવામાં આવશે. 2 ફેઝમાં આ પ્રોજેકટ તૈયાર કરવામાં આવશે. જેમાં વિવિધ એક્ટિવિટી, ફન ગેમ, ટ્રેક વગેરેનો સમાવેશ કરવામાં આવશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

જે અંતર્ગત આ કિડ્સ સિટીમાં ઇન્ટિરિયરના કામ માટે કુલ રૂપિયા 8.27 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે અને તેને મંજૂરી આપી દેવામાં આવી છે. કિડ્સ સિટીમાં જુદા જુદા ઝોનમાં બાળકોમાં ટ્રાફિક સેન્સ આવે અને રોડ સેફટી માટે જાગૃતિ આવે તે રીતે એક્ટિવિટી અને ગેમ ઝોન તૈયાર કરવામાં આવશે.

મનપા સંચાલિત આ કિડ્સ સિટીમાં બાળકોને ટ્રાફિક, રોડ સેફટી વગેરેની માહિતી માટે બે વર્ગમાં એક્ટિવિટી કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 4 થી 14 વર્ષના બાળકો માટે તેમ જ 8 થી 10 વર્ષના બાળકો માટે જુદી જુદી એક્ટિવિટી ગેમિંગ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે.

બાળકોને ટ્રાફિક વગેરેનું જનરલ નોલેજ પણ મળે એ માટે પણ વિવિધ એક્ટિવિટી કરવાનું આયોજન કરાશે. ઉપરાંત અનેક ક્ષેત્રનું જ્ઞાન બાળકોને મળે એ માટે વિવિધ ગેમ અને એક્ટિવિટી કરાશે. જેમાં ફાયર સ્ટેશન,રેડિયો સ્ટેશન, સ્પોર્ટ રૂમ, ચોકલેટ ફેક્ટરી, ટેક્સ ઓફિસ, વિઝન ઇન ડાર્કનેસ, રિટેઇલ સ્ટોર રૂમ પણ હશે.

કાર અને સાઇકલ ટ્રેક પણ બનાવાશે. કિડ્સ સીટીના આઉટર એરિયાને પણ ખાસ પ્રકારના આકર્ષક લાગે તેવા ઇન્ટિરિયર સાથે તૈયાર કરવામાં આવશે. જેમાં કિડ્સ સીટીના અંદરના ભાગે વિવિધ એક્ટિવિટી અને ઇન્ડોર ગેમ્સનો સમાવેશ કરાયો છે. ત્યારે બે પ્રકારના ટ્રેક બનાવવામાં આવશે. જેમાં એક કાર ટ્રેક હશે અને બીજો સાયકલ ટ્રેક હશે. જેમાં બાળકો સરળતાથી ચલાવી શકે તે પ્રકારની સાયકલ અને કાર મુકાશે. જેમાં તેઓ સરળતાથી ડ્રાઇવિંગનો આનંદ લઇ શકશે. કારમાં પેડલ કાર અને ઇલેક્ટ્રિક કાર મુકાશે, જેમાં ટ્રાફિક સિગ્નલ સાથેના ટ્રેક બનાવાશે. જેથી બાળકોને ટ્રાફિકના નિયમોનું પણ નોલેજ મળે.

આ પણ વાંચો: હવે બળાત્કારીઓની ખેર નથી : સુરતમાં એક મહિનામાં પાંચ કેસોમાં બળાત્કારીઓને કડક સજા ફટકારાઇ

આ પણ વાંચો: Ahmedabad: કોરોનાને લઈ શહેરનું પોલીસ તંત્ર એક્શનમાં, કોરોનાની ગાઈડલાઈન નહીં અનુસરો તો પડી શકે છે ભારે

Latest News Updates

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
g clip-path="url(#clip0_868_265)">