હવે બળાત્કારીઓની ખેર નથી : સુરતમાં એક મહિનામાં પાંચ કેસોમાં બળાત્કારીઓને કડક સજા ફટકારાઇ

Surat: સુરતની કોર્ટમાં છેલ્લા એક મહિનામાં જ બળાત્કારના પાંચ જેટલા કેસોમાં આરોપીઓને સજા કરીને દાખલો બેસાડવા નું કામ કર્યું છે.

હવે બળાત્કારીઓની ખેર નથી : સુરતમાં એક મહિનામાં પાંચ કેસોમાં બળાત્કારીઓને કડક સજા ફટકારાઇ
In Surat, rapists were severely punished in five cases in one month

બળાત્કાર જેવા ગંભીર ગુનામાં આરોપીઓને માસુમ બાળકીઓ તેમજ સગીરાઓને પોતાની હવસનો શિકાર બનાવે છે. કોર્ટમાં પણ કેસ લાંબો ચાલતો હોવાથી આરોપીઓને છૂટો દોર મળી જાય છે. અને એટલા માટે તેઓ બિન્દાસ પણે ગુનો કરવા માટે પ્રેરાય છે.

પરંતુ સુરતની કોર્ટમાં છેલ્લા એક મહિનામાં જ બળાત્કારના પાંચ જેટલા કેસોમાં આરોપીઓને સજા કરીને દાખલો બેસાડવાનું કામ કર્યું છે. હવે બળાત્કારીઓની ખેર નથી તેવી રીતે બળાત્કારના ગંભીર ગુનામાં સ્પીડ ટ્રાયલની સાથે આરોપીઓને સજા ફટકારવામાં આવી રહી છે. સુરતમાં છેલ્લા એક મહિનામાં આવા અલગ અલગ પાંચ કિસ્સામાં આરોપીઓને સજા કરવામાં આવી હોવાના કિસ્સા બન્યા છે.

1).સચિન જીઆઈડીસીમાં આરોપી અજય નિસાદને અંતિમ શ્વાસ ની સજા

થોડા દિવસ પહેલા સચિનના પાંચ વર્ષની બાળા સાથે બનેલી બળાત્કારની ઘટનામાં સચીન જીઆઇડીસી પોલીસે આ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. સરકારી વકીલે પાંચ દિવસમાં ટ્રાયલ પૂરી કરી હતી અને કોર્ટે ઘટના બન્યાના 29માં દિવસે આરોપી અજય નિસાદને અંતિમ શ્વાસ સુધી સજા ફટકારી છે.

2). કતારગામમાં સગીરાને બે વાર ભગાડી જનાર ને દસ વર્ષની કેદ

કતારગામ માં રહેતી સગીરાને રાંદેરમાં રહેતો આરોપી શશી વસાવા બે વાર ભગાડી ગયો હતો. અને તેણીની સાથે બદકામ કર્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ થઇ હતી અને શશીને જેલમાં મોકલવામાં આવ્યો હતો. આ કેસમાં ત્રણ દિવસ પહેલાં જ કોર્ટે શશી વસાવાને તકસીરવાર ઠેરવી 10 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે.

3). ઝાંપા બજાર ચોકલેટની લાલચે શારીરિક છેડતી કરનારા આધેડને ત્રણ વર્ષની કેદ

ઝાંપા બજાર કાકાભાઈ સ્ટ્રીટમાં રહેતો મોહમ્મદ આરીફ શેખ એ બાર વર્ષની સગીરાને ચોકલેટ તેમ જ લગ્નની લાલચ આપીને સલાબતપુરા ને કારખાનામાં લઈ ગયો હતો. ત્યારબાદ સગીરા ઉપર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો.આ કેસમાં કોર્ટે આરોપી મોહમ્મદ આરીફ ને ત્રણ વર્ષની સજા ફટકારી છે.

4). કાપોદ્રામાં પાડોશી સાથે બળાત્કાર કરનારને 14 વર્ષની કેદ

કાપોદ્રામાં વર્ષ 2010માં ભારતમાં રહેતી એક મહિલાની સાથે એકલતાનો લાભ લઇ પાડોશી યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં 11 વર્ષ બાદ ચુકાદો આવ્યો હતો. કોર્ટ દ્વારા આરોપી વિરેન્દ્ર મિશ્રા અને તકસીરવાર ઠેરવી ને 14 વર્ષની સજાનો હુકમ કર્યો છે.

5). સગીરાના બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર ત્રણને દસ વર્ષની કેદ

વર્ષ 2018 માં રાજસ્થાન થી સુરત આવેલી સગીરાની સાથે ઇંસ્ટાગ્રામ ઉપર મિત્રતા કેળવી અને સોસાયટીમાં રહેતા ત્રણ મિત્રો તેમજ બે સગીરે બળાત્કાર અને દુષ્કર્મ કર્યુ હતું. આ કેસમાં બે સગીરોની સામે જુવેનાઈલ કોર્ટમાં કેસ ચાલતો હતો જ્યારે ત્રણ આરોપી સામે 10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad: કોરોનાને લઈ શહેરનું પોલીસ તંત્ર એક્શનમાં, કોરોનાની ગાઈડલાઈન નહીં અનુસરો તો પડી શકે છે ભારે

આ પણ વાંચો: Vadodara: 5 એજન્સી અને 35 ટીમો, છતાં યુવતીના આત્મહત્યા-દુષ્કર્મ કેસમાં આરોપીઓ કેમ પોલીસની પકડથી દૂર?

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati