Surat : આ વિસ્તારના લોકોને કોરોના નહિ પણ પાણીજન્ય રોગચાળાની સતાવી રહી છે ભીતિ

સુરતમાં પાણીજન્ય રોગચાળાને કાબુમાં કરવા તંત્ર પગલાં નહીં ભરે તો અસંખ્ય લોકો તેના ભરડામાં આવી શકે તેમ છે.

Surat : આ વિસ્તારના લોકોને કોરોના નહિ પણ પાણીજન્ય રોગચાળાની સતાવી રહી છે ભીતિ
Surat: Fear of water borne epidemics plaguing people in the area
Follow Us:
| Updated on: Jul 30, 2021 | 6:18 PM

Surat શહેરના વરાછા(varachha ) ખાતે હીરાબાગ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી દુષિત અને દુર્ગંધયુક્ત પીવાના પાણીની(drinking water ) સમસ્યાને પગલે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આ બાબતે વરાછા ઝોનમાં વારંવાર  રજુઆત પણ કરવામાં આવી છે છતાં આજ દિન સુધી આ  સમસ્યાનું સમાધાન કરવામાં આવ્યું નથી. જેથી આ વિસ્તારના લોકોને હવે કોરોના નહિ પણ પાણીજન્ય રોગચાળાની ભીતિ વધારે સતાવી રહી છે.

વરાછા ઝોન – એમાં આવેલા હીરાબાગ અને આસપાસની 15 કરતા વધુ સોસાયટીઓમાં છેલ્લા ઘણા દિવસોથી પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. સંભવતઃ ગટરનું પાણી ભળી ગયું હોય તેવી શક્યતાઓ વચ્ચે આ વિસ્તારમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પીવાનું પાણી સપ્લાય થતાં સેંકડો પરિવારોના માથે રોગચાળાનું જોખમ તોળાઈ રહ્યું છે. આ સંદર્ભે સ્થાનિકો દ્વારા ઝોનના સંબંધિત વિભાગમાં રજુઆત કરવા છતાં આજ દિન સુધી વહીવટી તંત્ર દ્વારા કોપન પ્રકારની કામગીરી કરવાં આવી નથી.

સંબંધિત અધિકારીઓ તાત્કાલિક પગલાં ભરે  પૂર્વ કોર્પોરેટર અને આદ આદમી પાર્ટીના નેતા દિનેશ કાછડિયાએ જણાવ્યું હતું કે, હીરા બાગની આસપાસ આવેલી સોસાયટીઓમાં જે સમસ્યા વકરી છે તે ખુબ જ ગંભીર છે. વરાછા ઝોન દ્વારા આ મુદ્દે તાકીદે કામગીરી કરીને   પીવાના પાણીની સમસ્યા દુર કરવી જોઈએ. હાલની સ્થિતિ જોતાં આ વિસ્તારમાં જો વહેલી તકે આ સમસ્યા દુર નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઘરે – ઘરે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી પ્રબળ શક્યતાઓ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

15થી વધુ સોસાયટીના રહેવાસીઓ પરેશાન હીરા બાગ ખાતે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હોય અથવા તો ગટરનું દુષિત પાણી ભળી રહ્યું હોય તેવી સ્થિતિની વચ્ચે છેલ્લા પંદર દિવસથી સ્થાનિકો નાછૂટકે ગંદુ અને દુર્ગંધયુક્ત પીવાના પાણીનો વપરાશ કરવા માટે મજબુર બન્યા છે. હીરા બાગની આસપાસ આવેલી ગુરૂનગર, જલારામ નગર, વલ્લભનગર, અનુરાધા, ઉર્મી સોસાયટી સહિતના વિસ્તારમાં અંદાજે 17 હજાર કરતાં વધારે નાગરિકો વસવાટ કરે છે. મનપાના તંત્રને કારણે સ્થાનિકો નાછૂટકે ગંદા પાણીનો ઉપયોગ કરવા માટે મજબુર હોવાને કારણે હવે આ લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે.

નોંધનીય છે કે આ પહેલા કઠોર વિસ્તારની પણ આવી જ એક સોસાયટીમાં પાણીજન્ય રોગચાળાના કારણે 3 વ્યક્તિઓના મોત થયા બાદ તંત્ર ઊંઘતું ઝડપાયું હતું. ત્યારે સ્થાનિકોની આ ફરિયાદને જો ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આ રોગચાળાના ભરડામાં અસંખ્ય લોકો આવી શકે તેવી સંભાવના છે.

આ પણ વાંચો : Tokyo olympics 2020 live: બેડમિન્ટન પીવી સિંધુની રોમાંચક જીત, સેમિફાઇનલમાં પહોંચી સિંધુ, પુરુષ હોકીમાં ભારતની દમદાર શરુઆત

આ પણ વાંચો : Surat : શ્વાનને ન્યાય અપાવવા પહેલીવાર ગ્રાહક કોર્ટના દ્વાર ખખડાવાયા : શ્વાન ગુમ થયા બાદ મોત થયાની ફરિયાદ

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">