GST ના દરોડાથી વેપારીઓને ફફડાવ્યા, તપાસ કરતા TV સિરીયલને ટપી જાય એવા ગજબ ‘કલાકાર’ નિકળ્યા! 3 જેલને હવાલે

2 મહિલા સહિત પાંચ જેટલા GST અધિકારીઓને ટીમે દરોડો 31 માર્ચે પાડીને વેપારીઓમાં ફફડાટ ઉભો કર્યો, મામલો પતાવવાની રકમ લઈ ગયા બાદ પોલીસની મદદ લેતા આરોપીઓને શોધીને જેલના હવાલે કર્યા

GST ના દરોડાથી વેપારીઓને ફફડાવ્યા, તપાસ કરતા TV સિરીયલને ટપી જાય એવા ગજબ 'કલાકાર' નિકળ્યા! 3 જેલને હવાલે
Talod police એ 3 શખ્શો ઝડપ્યા
Follow Us:
| Updated on: Apr 08, 2023 | 11:41 AM

સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરમાં આવેલ એક હોલસેલ જનરલ સ્ટોર્સ ધરાવતા વેપારીને ત્યાં દશેક દિવસ અગાઉ GST ટીમનો દરોડો પડ્યો હતો. દરોડાને લઈ વેપારી અને તલોદ બજારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે તપાસ કર્યા બાદ GST માં વેપારીએ ગરબડ આચરી હોવાના દમ મારીને વાતને પતાવટ કરવાની વાત કરીને દોઢ લાખ રુપિયા પડાવી લીધા હતા. વેપારીને જોકે જે રીતે મામલાની પતાવટ કરવાની વાત કરી હતી તેને લઈ શંકા ગઈ હતી. આથી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોલીસે CCTV આધારે તપાસ શરુ કરી હતી. જેમાં શહેરને જોડતા માર્ગો પરથી કારની વિગતો મળી આવી હતી. જેના આધારે તલોદ પોલીસે 3 આરોપીઓને ઝડપી લઈ તપાસ શરુ કરતા દરોડો કરનારી GST ટીમ જ આખી નકલી હોવાનુ ખૂલ્યુ છે.

તોડબાજ ગેંગો છેલ્લા કેટલાક સમયથી વધારે સાબરકાંઠા જિલ્લામાં લોકોને પરેશાન કરી રહી છે. આવી જ ગેંગ મીડિયા અને નકલી અધિકારી બનીને લોકોને પરેશાન કરી રહ્યા છે. આવી જ એક ટોળકી તલોદમાં પોલીસે ઝડપી છે. તલોદ પોલીસે 3 આરોપીઓને જેલમાં ધકેલી દઈને તપાસ શરુ કરી છે.

આ પણ વાંચોઃ IPL 2023: CSK ના કોચ ડ્વેન બ્રાવોની હોટ ગર્લફ્રેન્ડ ખૂબસૂરતી કરતા વધારે તેના શોખને કારણે ચર્ચામાં રહે છે, જુઓ Viral Photo

માર્ચ એન્ડીંગે હિસાબ કર્યો!

GST ટીમ બનીને આવેલ નકલી અધિકારીઓની ટોળકીએ તલોદ શહેરમાં ટાવર ચોક વિસ્તારમાં વેપારીને પોતાની જાળમાં ફસાવ્યો હતો. હોલસેલ વેપારીને 31 માર્ચના દિવસે હિસાબો બતાવવા GST અધિકારીઓ હોવાનુ કહીને કહ્યુ હતુ. અદ્દલ સિરીયલના કલાકારોની માફક સજી ધજીને આવેલી ટોળકીએ વેપારીને પોતાના સાણસામાં લીધો હતો. ટીમમાં બે મહિલાઓ પણ સામેલ હતી અને તમામ એક બીજાની સાથે જબરદસ્ત એક્ટીંગ વડે વેપારીને પોતાની ધાકથી ડરાવી દીધો હતો. નકલી અધિકારીની ટીમે વાતને પતાવવા માટે દોઢ લાખ રુપિયાની માંગણી કરી હતી અને પૈસા લઈને રફુચક્કર થઈ ગયા હતા.

ખાલી પેટ લીમડાનો રસ પીવાથી જાણો શું થાય છે?
લગ્નના 6 વર્ષ બાદ અભિનેત્રી માતા બની, જુઓ ફોટો
Carrot : માત્ર એક કાચું ગાજર છે અનેક રોગોની દવા, જાણો તેના વિશે
શિયાળામાં કરો શિંગોડાનું સેવન,સ્વાસ્થ્ય માટે છે લાભદાકારક
આજનું રાશિફળ તારીખ 20-10-2024
માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર

જોકે વાતની પતાવટને લઈ શંકા જતા બાદમાં તપાસ શરુ કરી હતી અને પોલીસને જાણકરી હતી. સ્ટોર્સમાં લગાવેલ CCTV ફુટેઝના વિડીયો દર્શાવતા પોલીસે શંકાસ્પદ ટીમ લાગતા પ્રાથમિક તપાસ અજાણ્યા શખ્શો સામે દાખલ કરીને શરુ કરી હતી. વર્ણન ધરાવતી લાલ કાર અંગેની તપાસ પોલીસે શહેરના જુદા જુદા માર્ગો પર કરતા તેનો નંબર સહિતની વિગત મળી હતી. જેના આધારે તલોદ PSI ગૌતમ સ્વામી ખેડા અને અમદાવાદ પહોંચ્યા હતા. આ દરમિયાન તલોદ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ IPL 2023: ચેન્નાઈ સુપર કિંગ્સ ના કરોડપતિ ખેલાડીને એરપોર્ટ પર દાવ થઈ ગયો, કહ્યુ-આગળ નિકળો છુટ્ટા નથી, Video

પૂજામાં બેઠેલા નકલી અધિકારીને ઉપાડ્યા

પોલીસે પણ એ જ અદાથી પોતાના પોલીસ વાનમાં ઉપાડ્યા હતા, જે અદા થી તેઓએ અભિયન કરીને દરોડો પાડ્યો હતો. પોલીસની ટીમના સાદા કપડા પહેરેલ કર્મચારીઓએ હનુમાન જયંતિની પૂજાના હવનમાં ગોઠવાયેલા નકલી અધિકારીને ઓળખી લીધા બાદ ખાખી પહેરેલી ટીમ પ્રગટ થઈને ઉપાડ્યો હતો. આવી જ રીતે બીજો શખ્શ પોતાના જન્મ દિવસની ખુશીઓ મનાવતો હતો. જેને કેક કપાય એ પહેલા જ તલોદ પોલીસના લોકરુમમાં લાવી દીધો હતો.

ધરપકડ કરાયેલા આરોપી

  1. નેહલ શૈલેષ પટેલ, ખેડા
  2. ચંદ્રકાન્ત નરેન્દ્રભાઈ મેવાડા, વસ્ત્રાલ, અમદાવાદ
  3. દિનેશ મેસરીયા, તલોદ. જિ સાબરકાંઠા

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય
જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય
છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ
છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ
નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી
નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી
બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો
બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો
રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત
રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
g clip-path="url(#clip0_868_265)">