પ્રાંતિજ-તલોદમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ગાજવીજ સાથે ધોધમાર વરસ્યો

પ્રાંતિજ અને તલોદ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. અહીં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. પ્રાંતિજમાં મોડી સાંજે શરુ થયેલો વરસાદ ધોધમાર વરસ્યો હતો. ગાજવીજ સાથે તૂટી પડેલો વરસાદ દોઢથી બે કલાક જેટલો વરસ્યો હતો. પ્રાંતિજમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.

પ્રાંતિજ-તલોદમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ગાજવીજ સાથે ધોધમાર વરસ્યો
ગાજવીજ સાથે વરસાદ
Follow Us:
| Updated on: Jul 09, 2024 | 9:35 AM

સાબરકાંઠા જિલ્લામાં વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ દક્ષિણ વિસ્તારમાં જામ્યો છે. ભારે ગાજવીજ સાથે વરસાદ મોડી સાંજ બાદ તૂટી પડ્યો હતો. ધોધમાર વરસાદને લઈ વિસ્તારમાં અનેક ઠેકાણે પાણી ભરાઈ જવા પામ્યા હતા. ભારે વરસાદને લઈ ખેડૂતોને મોટી રાહત સર્જાઈ છે.

સાંજે સાતેક વાગ્યાના અરસામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જે રાત્રી સુધી વરસતો રહ્યો હતો. પ્રાંતિજના ખાસ કરીને પૂર્વ-દક્ષિણ વિસ્તારમાં વધારે વરસ્યો હતો. આ વિસ્તારના ખેતરોમાં રાત્રે પાણી ભરાઈ જવા પામ્યા હતા.

સાડા ત્રણ ઈંચ વરસાદ

પ્રાંતિજ અને તલોદ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. અહીં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. પ્રાંતિજમાં મોડી સાંજે શરુ થયેલો વરસાદ ધોધમાર વરસ્યો હતો. ગાજવીજ સાથે તૂટી પડેલો વરસાદ દોઢથી બે કલાક જેટલો વરસ્યો હતો. પ્રાંતિજમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. એટલે કે 84 મિલીમીટર વરસાદ અહીં વરસ્યો હતો. પ્રાંતિજના ભાંખરીયા વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જવા પામ્યા હતા. હનુમાનજી મંદિર પરિસરમાં પણ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. તો ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા.

660 કરોડનો પગાર 867 કરોડ બોનસ
આ બીમારીઓ ધરાવતા લોકો માટે ફાયદાકારક છે બીયર
ઉંમરના હિસાબે કેટલુ હોવું જોઈએ Blood Pressure? જાણો અહીં
કેટલુ ભણેલા છે કેટરીના કૈફ અને વિક્કી કૌશલ- જાણો
શું કફ સિરપ પીધા પછી પાણી પી શકાય ?
વરસાદી માહોલમાં કડક ચા સાથે એક બેટરમાંથી બનાવેલા 8 પ્રકારના ભજીયાની મજા માણો

અંતિમ 24 કલાક દરમિયાન માત્ર બે જ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં વરસાદ નોંધાયો નહોતો. જોકે હિંમતનગરના પૂર્વ વિસ્તારમાં સાંજના સમયે ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટા કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યા હતા. હિંમતનગર શહેરના કાંકણોણ રોડ વિસ્તારમાં પણ વરસાદી હળવું ઝાપટું વરસ્યું હતું.

તલોદમાં 2 ઈંચ

આ દરમિયાન તલોદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યાં પણ એકાદ કલાકમાં જ 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. તલોદમાં 48 મિલીમીટર વરસાદ સાંજના સમયે નોંધાયો હતો. જ્યાં સાજના સાતેક વાગ્યાના અરસા દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. તલોદમાં વરસાદને પગલે ટીઆર ચોકડી સહિત બજારના રસ્તાઓ પર રાત્રી દરમિયાન વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા.

તલોદ વિસ્તારમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ખેડૂતો હવે વાવણીમાં જોડાયા હોય વરસાદની રાહ જોવાતી હતી. આ દરમિયાન હવે પ્રાંતિજ તલોદ વિસ્તારમાં અપેક્ષા મુજબ વરસાદ વરસતા મોટી રાહત સર્જાઈ છે.

આ પણ વાંચો: ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન, શામળાજીની સમસ્યા પણ નિવારાશે

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટીંગ, મોટી કુંકાવાવમાં રસ્તા પર વહી નદીઓ
અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટીંગ, મોટી કુંકાવાવમાં રસ્તા પર વહી નદીઓ
ગુજરાતની જીવાદોરી સમા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો
ગુજરાતની જીવાદોરી સમા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો
રાજ્યમાં 47 તાલુકામાં પડ્યો નોંધપાત્ર વરસાદ, ગીરસોમનાથમા ખાબક્યો 5 ઈંચ
રાજ્યમાં 47 તાલુકામાં પડ્યો નોંધપાત્ર વરસાદ, ગીરસોમનાથમા ખાબક્યો 5 ઈંચ
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારી, ચાંદીપુરા વાઇરસને લઈ સજ્જ
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારી, ચાંદીપુરા વાઇરસને લઈ સજ્જ
પાકિસ્તાનથી આવેલા એક પત્રએ લાવી દીધા અનેક પરિવારોની આંખમાં આંસુ઼
પાકિસ્તાનથી આવેલા એક પત્રએ લાવી દીધા અનેક પરિવારોની આંખમાં આંસુ઼
ડીસા માર્કેટ યાર્ડમાં ચેરમેન ગોવા રબારીથી ભાજપના જ ડિરેક્ટરોમાં અસંતોષ
ડીસા માર્કેટ યાર્ડમાં ચેરમેન ગોવા રબારીથી ભાજપના જ ડિરેક્ટરોમાં અસંતોષ
દેવભૂમિદ્વારકા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ
દેવભૂમિદ્વારકા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ
ચોમેર વિરોધ બાદ ગુજરાત સરકારે GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફી ઘટાડી
ચોમેર વિરોધ બાદ ગુજરાત સરકારે GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફી ઘટાડી
ચાંદીપુરાનો કહેર, મેઘરજના 3 વર્ષના બાળકનું હિંમતનગર સિવિલમાં મોત
ચાંદીપુરાનો કહેર, મેઘરજના 3 વર્ષના બાળકનું હિંમતનગર સિવિલમાં મોત
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા વકર્યો
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા વકર્યો
g clip-path="url(#clip0_868_265)">