વડાલી વિસ્તારમાં કરા વરસ્યા, ખેડબ્રહ્માં અને પોશીનામાં કમોસમી વરસાદ
સાબરકાંઠા જિલ્લાના વડાલી પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યાના સમાચાર છે. વડાલી અને આસપાસ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કરા સાથે માવઠાને લઈ ખેડૂતોમાં ચિંતા સતાવવા લાગી છે. ખેડબ્રહ્મા અને પોશીના પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગાહીનુસાર સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. કરા સાથે કમોસમી વરસાદ કેટલાક વિસ્તારોમાં નોંધાયો હતો. વડાલી અને ઇડર વિસ્તારમાં કરા વરસ્યા હોવાના સમાચાર છે. વડાલીમાં પોણો ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જમીન અને મકાનોની છતમાં પણ કરાંના થર જમા થયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા.
આ પણ વાંચો: અરવલ્લીઃ અંતિમ સંસ્કારની વિધી દરમિયાન ભમરા ઉડ્યા, ડાઘુઓમાં નાસભાગ મચી ગઈ
ખેડબ્રહ્મા અને પોશીના વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને લઈ ખેડૂતોને પાકની લણણી સમયે કમોસમી વરસાદ વરસતા નુકસાની જવાની ભીતિ સર્જાઈ છે. ઘઉં, વરિયાળી, શાકભાજી સહિતના પાકોને નુકસાનની ભીતિ સર્જાઈ છે. સાબરકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Mar 02, 2024 03:48 PM
Latest Videos