BCCIએ ઓપરેશન સિંદૂર પર પાણી ફેરવ્યું ! પહેલગામ આતંકી હુમલામાં મૃત્યું પામેલાના સ્વજનો ભારત-પાક મેચ અંગે શું બોલ્યાં ?
પહલગામના બૈસરન ખાતે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી ઘટના પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025ની મેચથી આતંક પીડિત પરિવારોમાં ઊંડો આઘાત ફેલાયો છે. જે પરિવારોએ પોતાના સ્વજનો પહેલગામ આતંકી હુમલામાં ગુમાવ્યા છે તેઓ માને છે કે, જ્યાં સુધી દેશ આતંકવાદ સામે લડી રહ્યો હોય, ત્યાં સુધી પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવી સહેજ પણ યોગ્ય નથી. પીડિત પરિવારો તો સરકાર પર સવાલ ઉઠાવી રહ્યા છે અને 'ઓપરેશન સિંદૂર' જેવા પગલાંની અસરકારકતા પર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે.

એશિયા કપ 2025 માં ભારત-પાક મેચ આજે રવિવારે દુબઈમાં યોજાવા જઈ રહી છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી પહેલીવાર બંને ટીમો ક્રિકેટના મેદાન પર એકબીજા સામે ટકરાશે, પરંતુ પહેલગામ આતંકવાદી હુમલાના ઘાથી પીડાતા પરિવારો આ મેચના આયોજનથી નાખુશ છે.
તેઓ માને છે કે જ્યાં સુધી દેશ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે લડી રહ્યો છે, ત્યાં સુધી રમતગમતના નામે પણ પાકિસ્તાન સાથે કોઈ સંબંધ ના હોવો જોઈએ. હુમલામાં પોતાના પતિ અને પુત્રને ગુમાવનાર કિરણ પરમારે આ મેચ સામે ઊંડો આધાત વ્યક્ત કર્યો છે અને સરકાર પર પ્રશ્નો ઉઠાવ્યા છે.
કિરણ પરમારે ઊંડુ દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે પાકિસ્તાન સામે મેચ કેવી અને વાત કેવી, હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પૂછવા માંગુ છું કે જ્યારે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે, તો પછી પાકિસ્તાન સાથે મેચ કેમ યોજાઈ રહી છે ? હું બધા દેશવાસીઓને કહેવા માંગુ છું કે, આ હુમલામાં પોતાના લોકોને ગુમાવનારા પરિવારોને મળવા જાઓ. ત્યારે જ તેઓ આપણે જે પીડામાંથી પસાર થઈ રહ્યા છીએ તે સમજી શકશે. અમારા ઘા હજુ રૂઝાયા નથી.
#WATCH | Bhavnagar, Gujarat: On the India vs. Pakistan match in the Asia Cup 2025 to be held today, Kiran Yatish Parmar, who lost her husband and son in the Pahalgam terror attack, says, “… This match should not happen. I want to ask Prime Minister Modi, Operation Sindoor has… pic.twitter.com/LMuFUc2LN9
— ANI (@ANI) September 14, 2025
મારા 16 વર્ષના ભાઈને પાછો લાવો – સાવન પરમાર
પહલગામ આતંકવાદી હુમલામાં પોતાના પિતા અને ભાઈને ગુમાવનાર સાવન પરમારે એશિયા કપ 2025માં આજે યોજાનારી ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ પર કહ્યું હતું કે, જો આ મેચ વાસ્તવિકતામાં રમવી હોય, તો પહેલા મારા 16 વર્ષના ભાઈને પાછા લાવો, જે ગોળીઓથી વીંધાઈ ગયો હતો.
#WATCH | Bhavnagar, Gujarat: On the India vs. Pakistan match in the Asia Cup 2025 to be held today, Sawan Parmar, who lost his father and brother in the Pahalgam terror attack, says, “… When we got to know the India vs Pakistan match is being organised, we were very disturbed.… pic.twitter.com/lQv0ZwZTIK
— ANI (@ANI) September 14, 2025
“ઓપરેશન સિંદૂરનો અર્થ શું છે?”
સાવન પરમારે વધુમાં કહ્યું કે, જ્યારે અમે સાંભળ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની મેચ યોજાવાની છે, ત્યારે મારું મન ખૂબ જ બેચેન થઈ ગયું. આ હુમલામાં 26 લોકોએ પણ જીવ ગુમાવ્યા. એ પણ પાકિસ્તાનથી આવેલા મુસ્લિમ આતંકવાદીઓએ લોકોને ધર્મ પુછી પુછીને ઠાર માર્યા છે. પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ના હોવો જોઈએ કારણ કે તે એક આતંકવાદી દેશ છે. પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે શરૂ કરાયેલ ‘ઓપરેશન સિંદૂર’ પણ અમને નકામું લાગવા લાગ્યું છે.
આ પણ વાંચોઃ Breaking News : પાકિસ્તાન સામેની મેચ પહેલા શુભમન ગિલ ઈજાગ્રસ્ત, ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું