Rajkot: 100થી વધારે યુઝ્ડ કાર એસોસિએશન વેપારીઓનું 8 દિવસનું સ્વયંભૂ લોકડાઉન

કોરોના વાઈરસના કહેરને પગલે રાજકોટ (Rajkot)માં યૂઝ્ડ કાર એસોસિએશને સ્વયંભૂ લોકડાઉન(Lockdown) પાડવાનો નિર્ણય લીધો છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર જૂની કારની લે-વેચ કરતા યૂઝર્ડ કારના 100થી વધારે વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉન પાડવાનો નિર્ણય લીધો છે.

| Updated on: Apr 07, 2021 | 11:32 PM

કોરોના વાઈરસના કહેરને પગલે રાજકોટ (Rajkot)માં યૂઝ્ડ કાર એસોસિએશને સ્વયંભૂ લોકડાઉન(Lockdown) પાડવાનો નિર્ણય લીધો છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર જૂની કારની લે-વેચ કરતા યૂઝર્ડ કારના 100થી વધારે વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉન પાડવાનો નિર્ણય લીધો છે. અહીં સૌરાષ્ટ્રભરમાંથી લોકો સેકન્ડ હેન્ડ કાર લેવા માટે આવતા હોય છે, ત્યારે કોરોનાનું સંક્રમણ વધતા આજથી 8 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો આ વેપારી એસોસિએશને નિર્ણય કર્યો છે.

24 કલાકમાં રાજ્યમાં 3,500થી વધારે કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના કેસની વાત કરીએ તો નવા 3,575 કેસો નોંધાયા છે, જ્યારે 2,217 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારે 22 લોકોએ કોરોનાને કારણે દમ તોડ્યો છે. જો અમદાવાદ કોર્પોરેશનની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં નવા 804 કેસ નોંધાયા છે, જ્યારે 439 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારે સુરતમાં 621 કેસ, રાજકોટમાં 395 કેસ અને વડોદરામાં 351 કેસ નોંધાયા છે.

IIMમાં કોરોનાના કેસમાં વધારો

શહેરમાં કોરોના સંક્રમણે માથું ઊંચક્યું છે. જ્યાં બીજી તરફ IIMમાં પણ કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. હાલમાં IIMમાં કોરોનાનો આંકડો 125 પર પહોંચ્યો. 12 માર્ચ બાદ IIMમાં કોરોના સંક્રમણની શરૂઆત થઈ હતી. જે બાદ ટેસ્ટિંગ અને સર્વે પર ભાર મુક્યો હતો. જેમાં દરરોજ કેસ વધતા ગયા અને 12 માર્ચથી 6 એપ્રિલ સુધી 125 કેસ નોંધાયા છે. જેની અંદર વિદ્યાર્થી, પ્રોફેસર અને કર્મચારીઓને કોરોના થયો છે. સાથે જ વધતા કોરોનાને લઈને સતત ટેસ્ટિંગ અને સર્વેની AMC દ્વારા પ્રક્રિયા ચાલુ છે. જોકે કોરોના સંક્રમણ IIMમાં ક્યાંથી આવ્યું તે હજુ સુધી સામે નથી આવ્યું. ત્યારે IIMમાં વધતું સંક્રમણ IIM અને AMCમાં ચિંતાનો વિષય બન્યું છે.

રાજ્યના તમામ પોલીસકર્મીઓની રજા રદ

રાજ્યમાં કોરોના વાઈરસના કેસ વકરતાં રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના તમામ પોલીસકર્મીઓની રજા રદ કરવામાં આવી છે. કોરોનાની સ્થિતિ વકરતાં રાજ્યના પોલીસ વડાએ આ હુકમ કર્યો છે. આગામી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી એકપણ પોલીસકર્મી રજા નહીં લઈ શકે. માત્ર અનિવાર્ય સંજોગોમાં ઉપરી વડાની મંજૂરી બાદ જ પોલીસકર્મીઓને રજા મળશે. લાંબી રજા પર રહેલા પોલીસકર્મીઓને પણ જરૂરી રજા ભોગવી ફરજ પર હાજર થવા માટે હુકમ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: મે મહિનામાં મારા દીકરાના લગ્ન હોવાની વાત અફવા, આવુ કોઈ જ આયોજન નથી: CM વિજય રૂપાણી

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">